Exam Questions

17. નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ ઘનાચ્છાદિત નીત્ય લીલાં વન આવરણ વિસ્તાર (Dense Evergreen Forest Cover) ધરાવે છે ?

A. મધ્ય પ્રદેશ

B. અરુણાચલ પ્રદેશ

C. મિઝોરમ

D. કર્ણાટક

Answer: (B) અરુણાચલ પ્રદેશ

18. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે?

A. ખરીફ પાક - જૂનથી માર્ચ-ઉત્તરીય રાજ્યોમાં ચોખા, કપાસ, બાજરી, મકાઈ, જુવાર

B. રવિ પાક - ઓક્ટોબરથી માર્ચ-દક્ષિણ રાજ્યોમાં ચોખા, મકાઈ, જુવાર અને મગફળી

C. જાયદ પાક (Zaid) - એપ્રિલથી જૂન - ઉત્તરીય રાજ્યોમાં ફળો અને શાકભાજી અને દક્ષિણ રાજ્યોમાં ચોખા અને શાકભાજી

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) ખરીફ પાક - જૂનથી માર્ચ-ઉત્તરીય રાજ્યોમાં ચોખા, કપાસ, બાજરી, મકાઈ, જુવાર

19. પ્રકારના જંગલો મરી, લવિંગ, ઈલાયચી જેવા તેજાનાની બાગાયત માટે ઉપયોગી છે.

A. ઉત્તમ કટિબંધીય પાનખર

B. ઉષ્ણ કટિબંધીય કાંટાળા

C. ઉષ્ણ કટિબંધીય નિત્ય લીલાં

D. પર્વતીય

Answer: (C) ઉષ્ણ કટિબંધીય નિત્ય લીલાં

20. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે?

A. રાષ્ટ્રીય જળમાર્ગ-1 : ગંગા-ભગીરથી - હુગલી

B. રાષ્ટ્રીય જળમાર્ગ-II : યમુના - બ્રહ્મપુત્રા

C. રાષ્ટ્રીય જળમાર્ગ-IV : ગોદાવરી- ક્રિષ્ણા

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) રાષ્ટ્રીય જળમાર્ગ-II : યમુના - બ્રહ્મપુત્રા

21. ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?

A. હજીરા

B. જામનગર

C. ખારાઘોડા

D. વડોદરા

Answer: (D) વડોદરા

22. નીચેના પૈકી કોની ગૌણ વન-પેદાશો તરીકે નોંધણી થયેલ છે?

1. 1. ટીમરૂના પાન

2. 2. મહુડાના ફુલ

3. 3. ગુંદર

A. ફક્ત 1

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

23. ગુજરાતમાં નીચેના પૈકી કયા પાકનો વાવેતર વિસ્તાર સૌથી વધુ છે ?

A. મગફળી

B. ઘઉં

C. બાજરી

D. કપાસ

Answer: (D) કપાસ

24. નીચેના પૈકી ક્યાં પ્રકારનાં જંગલોમાં સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા જોવા મળે છે?

A. સમશીતોષ્ણ જંગલો

B. ઉષ્ણકટિબંધીય જંગલો

C. સમશીતોષ્ણ પાનખરનાં જંગલો

D. સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો

Answer: (B) ઉષ્ણકટિબંધીય જંગલો