Exam Questions

33. ભારતમાં લોખંડ અને સ્ટીલ ઉદ્યોગના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?

1. १. રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ જર્મનીના તકનીકી સહકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો.

2. २. વિશ્વેશ્વરૈયા સ્ટીલ અને આર્યન પ્લાન્ટ કેનેડાની સહાયતાથી ભદ્રાવતી ખાતે સ્થાપવામાં આવ્યો હતો.

3. 3. ભિલાઈ ખાતેનો હિંદુસ્તાન સ્ટીલ લિમિટેડનો પ્લાન્ટ રશિયાના સહયોગ હેઠળ સ્થપાયો હતો

4. ४. બોકારો સ્ટીલ પ્લાન્ટ બ્રિટીશ સહયોગ હેઠળ નિર્મિત થયો હતો.

A. ફક્ત ૧ અને ૪

B. ફક્ત ૧, ૩ અને ૪

C. ફક્ત ૧ અને ૩

D. ફક્ત ૧ અને ૨

Answer: (C) ફક્ત ૧ અને ૩

34. ભારતમાં રાષ્ટ્રીય ધોરી માર્ગો (NHs)ની ઓળખના નંબરોની સંવર્ધિત ફાળવણી સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. १. બધા ઉત્તર-દક્ષિણ રાષ્ટ્રીય ધોરી માર્ગો હવે બેકી સંખ્યામાં છે.

2. २. બધા પૂર્વ-પશ્ચિમ રાષ્ટ્રીય ધોરી માર્ગો હવે એકી સંખ્યામાં છે.

3. 3. સૌથી લાંબા ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગનો નવો ક્રમ NH-૪૪ છે.

A. ફક્ત ર

B. ફક્ત ૧

C. ૧, ૨ અને ૩

D. ફક્ત 3

Answer: (C) ૧, ૨ અને ૩

35. નીચેનો પૈકી કયો ભારતીય પ્રદેશ મેન્ગ્રોવ વન, સદાબહાર વન અને પાનખર વનનું મિશ્રણ છે?

A. ઉત્તર તટવર્તી આંધ્રપ્રદેશ

B. દક્ષિણ-પશ્ચિમ બંગાળ

C. દક્ષિણ સૌરાષ્ટ્ર

D. અંદામાન અને નિકોબાર ટાપુ

Answer: (D) અંદામાન અને નિકોબાર ટાપુ

36. “આ બંદર દેશના પશ્ચિમી પ્રદેશમાં સ્થિત છે. તે મુંબઈ બંદરના વેપારના આયતનને સરળ બનાવવા માટે બાંધવામાં આવ્યું હતું. તે એક જવાર બંદરગાહ છે.” ઉપરોક્ત વર્ણન નીચેના પૈકી કયા સ્થળનું છે?

A. મુરગાંવ

B. કોચી

C. અલંગ

D. કંડલા

Answer: (D) કંડલા

37. ભારતના એક રાજ્યની નીચે દર્શાવેલ લાક્ષણિકતા છે.

1. 1. તેનો ઉત્તરીય ભાગ શુષ્ક અને અર્ધ શુષ્ક છે.

2. 2. તેનો કેન્દ્રિય ભાગ કપાસ ઉત્પન્ન કરે છે.

3. 3. ખાદ્ય / અન્ન પાક કરતા રોકડ પાકનું પ્રાધાન્ય વધુ છે.

4. નીચેના પૈકી કયું રાજ્ય ઉપરોક્ત દર્શાવેલ બધીજ લાક્ષણિકતાઓ ધરાવે છે.

A. આંધ્રપ્રદેશ

B. ગુજરાત

C. કર્ણાટક

D. તમિલનાડુ

Answer: (B) ગુજરાત

38. TAPI (તુર્કમેનિસ્તાન – અફઘાનિસ્તાન – પાકિસ્તાન – ભારત) પાઈપલાઈન ગોલકાયનીશ ગેસ ફિલ્ડથી શરૂ થઈ ફાઝિલ્કા ભારતમાં પૂર્ણ થાય છે. ફાઝિલ્કા ક્યાં આવેલુ છે ?

A. પંજાબ

B. હરિયાણા

C. રાજસ્થાન

D. જમ્મુ-કશ્મીર

Answer: (A) પંજાબ

39. છોટા નાગપૂર સંદર્ભે નીચેનુ / નીચેના કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

1. 1. તે પૂર્વોકત રજવાડી રાજ્ય છે.

2. 2. તે ઉત્તર બિહારનો પઠાર વિસ્તાર છે. જેમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે.

3. 3. તેને હાલમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને મધ્યપ્રદેશ સંલગ્ન આદિવાસી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે.

A. માત્ર 1 અને 3

B. માત્ર 3

C. માત્ર 2

D. 1, 2 અને 3

Answer: (B) માત્ર 3

40. નીચેના / નીચેનું કયા / કયું વિધાનો / વિધાન સાચાં / સાચું છે ?

1. 1. કોલસાનો જથ્થો ગોંડવાનો પટ્ટી ઉપર મળી આવે છે.

2. 2. કોડરમ માં વિપુલ પ્રમાણમાં અભ્રક (MICA)નો જથ્થો મળી આવે છે

3. 3. ધારવાડ પેટ્રોલિયમ માટે પ્રખ્યાત છે.

4. નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 2