Exam Questions

25. આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને તેલંગાણા- આ પાંચ દક્ષિણનાં રાજ્યો પૈકી કયું(યાં) રાજ્ય(યો) ભારતનાં સૌથી વધુ રાજ્યો સાથે સીમા ધરાવે છે?

A. ફક્ત તેલંગાણા

B. ફક્ત કર્ણાટક

C. આંધ્રપ્રદેશ અને તેલંગાણા

D. તામિલનાડુ અને કેરળ

Answer: (B) ફક્ત કર્ણાટક

26. કોઈપણ વિસ્તારના ચોખ્ખા વાવેતર વિસ્તાર (NSA)ના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. 1. ચોખ્ખા વાવેતર વિસ્તાર અને એકથી વધુ વાર વાવેતર થયેલ હોય એવા વિસ્તારને કુલ વાવેતર વિસ્તાર કહેવામાં આવે છે.

2. 2. કુલ જમીન વિસ્તાર કે જેમાં પાક ઉગાડવામાં આવે છે તેને ચોખ્ખો વાવેતર વિસ્તાર કહેવામાં આવે છે.

3. 3. ભારતમાં અહેવાલિત કુલ વિસ્તારનો લગભગ ૪૭% વિસ્તાર ચોખ્ખો વાવેતર વિસ્તાર છે.

A. ફક્ત ૧

B. ફક્ત ૧ અને ૨

C. ફક્ત ૨ અને ૩

D. ૧, ૨ અને ૩

Answer: (B) ફક્ત ૧ અને ૨

27. ભારતમાં જંગલો વિશેનાં નીચે આપેલાં વિધાનોમાંથી ક્યાં વિધાનો ખરાં છે?

1. 1. ભારતના ઉષ્ણકટિબંધીય નિત્યલીલા જંગલોના મુખ્ય વિસ્તારોમાં પશ્ચિમ ઘાટ, શિલોંગના ઉચ્ચ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ છે.

2. 2. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં મુખ્ય વૃક્ષો, સાગ, સાલ, આંબો, વાંસ અને ચંદન છે.

3. 3. ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલોને પાવસ જંગલો પણ કહેવામાં આવે છે.

4. 4. ૧૯૮૮ની રાષ્ટ્રીય વનનીતિએ કુલ ભૌગોલિક વિસ્તારમાં 33% વન/વૃક્ષ આવરણ હેઠળ રાખવાની ભલામણ કરી.

A. ફક્ત ૧, ૨ અને ૩

B. ફક્ત ૧, ૨ અને ૪

C. ફક્ત ૨, ૩ અને ૪

D. ફક્ત ૨, ૩

Answer: (B) ફક્ત ૧, ૨ અને ૪

28. છોટા નાગપુરની સુવર્ણરેખા નદીની ખીણમાં ધારવાડ પ્રણાલિના સોડા-ગ્રેનાઈટ ખડકો ઘરાવે છે.

A. કલાઈ (Tin)

B. મુખ્યત્વે તાંબું અને યુરેનિયમના ભંડાર

C. બોક્સાઈટ

D. સોનાના ભંડાર

Answer: (B) મુખ્યત્વે તાંબું અને યુરેનિયમના ભંડાર

29. ભારતની ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર ભારતનાં નીચેનાં પૈકીનાં કયાં રાજ્યોની જોડી અનુક્રમે સૌથી ઊંચો અને સૌથી નીચો જાતિ ગુણોત્તર સાથે સંકળાયેલી છે?

A. કેરળ, જમ્મુ અને કાશ્મીર

B. મધ્યપ્રદેશ અને હરિયાણા

C. કેરળ અને હરિયાણા

D. મેઘાલય અને પંજાબ

Answer: (C) કેરળ અને હરિયાણા

30. કલોલ, સિંગરેણી, તેહરી, અને કર્નૂલ અનુક્રમે સાથે સંબંધિત છે.

A. પેટ્રોલિયમ, કોલસો. હાઇડ્રોઇલેક્ટ્રિસીટી, સોલાર પાવર

B. સોલાર પાવર. હાઇડ્રોઇલેક્ટ્રિસીટી, પેટ્રોલિયમ, કોલસો

C. પેટ્રોલિયમ, હાઇડ્રોઇલેક્ટ્રિસીટી, કોલસો, સોલાર પાવર

D. પેટ્રોલિયમ, સોલાર પાવર, કોલસો, હાઇડ્રોઇલેક્ટ્રિસીટી

Answer: (A) પેટ્રોલિયમ, કોલસો. હાઇડ્રોઇલેક્ટ્રિસીટી, સોલાર પાવર

31. છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાં કયા પ્રકારના ખડકો મળી આવે છે?

A. અગ્નિકૃત ખડકો

B. પ્રસ્તર ખડકો

C. વિકૃત ખડકો

D. લાવા ખડકો

Answer: (A) અગ્નિકૃત ખડકો

32. નીચે આપેલાં કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?

1. १. ઓનમ સ્થળાંતર ખેતી કેરળમાં કરવામાં આવે છે.

2. २. પોડુ સ્થળાંતર ખેતી આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં કરવામાં આવે છે.

3. 3. ઝુમ સ્થળાંતર ખેતી મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે.

4. ४. પેંડા સ્થળાંતર ખેતી આસામમાં કરવામાં આવે છે.

A. ફક્ત ર

B. ફક્ત 3 અને ૪

C. ફક્ત ૧ અને ૨

D. ફક્ત ૧

Answer: (C) ફક્ત ૧ અને ૨