Exam Questions

97. ખેડૂત જમીનના નાના ટૂકડાને સાફ કરીને તેમના કુટુંબના ભરણપોષણ માટે ખાદ્યાન્તનો પાક ઉગાડે છે અને જ્યારે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે ત્યારે તેને છોડી દે છે અને જમીનના બીજા ટૂકડાને સાફ કરીને પાક ઉગાડે છે. આ પ્રકારની ખેતીને મેઘાલયમાં “ઝૂમ” કહે છે. મણિપુરમાં આ પ્રકારની ખેતીને કયા નામથી ઓળખવામાં આવે છે?

A. પામલૂ

B. બેબર

C. દહિયા

D. પામાડાબી

Answer: (A) પામલૂ

98. ભારતમાં ક્ષેત્રફળ અને ઉત્પાદનની દૃષ્ટિએ ત્રીજા નંબરનો મહત્ત્વપૂર્ણ ખાદ્યાન્ત પાક નીચેના પૈકી કયો છે?

A. બાજરી

B. મકાઈ

C. જુવાર

D. ઘઉં

Answer: (C) જુવાર

99. ભારતમાં કુલ પેટ્રોલિયમ ઉત્પાદન પૈકી વધુ ઉત્પાદન ક્યાંથી થાય છે ?

A. ગુજરાત

B. મુંબઈ હાઈ

C. આસામ

D. જગદીશપુર

Answer: (B) મુંબઈ હાઈ

100. બેલાડિલા પહાડી શ્રુંખલાઓમાંથી હેમેટાઈટ પ્રકારનું લોહ અયસ્ક મળે છે, તે કયા રાજ્યમાં આવેલ છે?

A. ઝારખંડ

B. ઓરિસ્સા

C. કર્ણાટક

D. છત્તીસગઢ

Answer: (D) છત્તીસગઢ

101. નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયું રાજ્ય હજીરા-વિજયપુર - જગદીશપુર પાઈપલાઈનથી જોડાયેલ નથી?

A. ઉત્તરપ્રદેશ

B. ગુજરાત

C. મહારાષ્ટ્ર

D. મધ્યપ્રદેશ

Answer: (C) મહારાષ્ટ્ર

102. ગુજરાતમાં કૂવા દ્વારા થતી સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ કયા જિલ્લામાં છે?

A. મહેસાણા

B. પાટણ

C. બનાસકાંઠા

D. સાબરકાંઠા

Answer: (A) મહેસાણા

103. લિગ્નાઈટ' માઈનીંગના સંદર્ભમાં નીચેના વિધાનો પૈકી કયુ/કયાં વિધાન સાચુ/સાચાં છે?

1. 1. ગુજરાત ઉચ્ચ ગ્રેડના લિગ્નાઈટમાં સમૃદ્ધ છે.

2. 2. દેશમાં જી.એમ.ડી. સી. (ગુજરાત ખનિજ વિકાસ નિગમ) લિગ્નાઈટ ઉત્પાદન કરતી દ્વિતિય મોટી કંપની છે.

3. 3. ગુજરાતમાં ગાડીશા (Gadisha) અને મેવાસા (Mevasa) બે લિગ્નાઈટ માઈનીંગની અગ્રગણ્ય જગ્યાઓ છે.

A. ફક્ત 1 અને 3

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 2

104. નીચેના પૈકી કઈ ગુજરાત-પશુઓની જાતિઓ (ઓલાદ) ખોટી રીતે જોડાયેલ છે ?

A. બોમ્બે ડક – મરઘાની જાતિઓ (પોલ્ટ્રી બ્રીડ)

B. ઝાલાવાડી–બકરીની જાતિ (Goat Breed)

C. હાલારી - ગધેડા

D. ઉપરના પૈકી કોઈ નહિં

Answer: (A) બોમ્બે ડક – મરઘાની જાતિઓ (પોલ્ટ્રી બ્રીડ)