Exam Questions

57. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)

A. 1922 ના બારડોલી ઠરાવમાં ખેડુતોને કરવેરા ન ભરવા અને ભાડૂઆતોને ભાડુ ન ચૂકવવા માંગણી કરવામાં આવી હતી.

B. ભ્રષ્ટ મહંતો પાસેથી ગુરુદ્વારા પર નિયંત્રણ મેળવવા માટેના સંઘર્ષની અકાલી ચળવળનો અસહકારની ચળવળ સાથે સંયોગ (Coincidence) થયો હતો.

C. A તથા B બંને

D. A અથવા B એક પણ નહિ.

Answer: (C) A તથા B બંને

58. બારડોલી સત્યાગ્રહ નો ઈતિહાસ અને વીર વલ્લભ ના લેખક કોણ છે? (ACOLM And ACAO, GSS CLASS-2)

A. પ્રાણલાલ એદલજી

B. મનુભાઈ પંચોળી

C. મહાદેવભાઈ દેસાઈ

D. ઈન્દુલાલ યાજ્ઞિક

Answer: (C) મહાદેવભાઈ દેસાઈ

59. નીચેના પૈકી કયા રાજાએ ભીલ રાજા બરબારકને નિયંત્રિત કરી “બરબારક જિશ્રુ” ખિતાબ અલંકૃત કર્યું? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

A. સિધ્ધરાજ જયસિંહ

B. કુમારપાળ

C. મૂળરાજ-II

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (A) સિધ્ધરાજ જયસિંહ

60. કુમારપાળની વડનગર પ્રશસ્તિ માંથી મળી આવે છે. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

A. ભગવાન શિવ

B. ભગવાન વિષ્ણુ

C. ભગવાન બ્રહ્મા

D. જૈન તીર્થંકરો

Answer: (A) ભગવાન શિવ

61. મીનળદેવી દ્વારા બંધાવેલ “મલાવ તળાવ' ક્યાં આવેલું છે? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Panchkarma, Class-1)

A. ધંધુકા

B. વિરમગામ

C. ધોળકા

D. સિધ્ધપુર

Answer: (C) ધોળકા

62. ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી?

A. પાટણ

B. અણહિલવાડ

C. વલ્લભી

D. અમદાવાદ

Answer: (C) વલ્લભી

63. કયા રાજવંશના રાજમાં ગુજરાત સૌથી વધુ ઉંચાઈએ પહોંચ્યું? (Lecturer (Senior)(Reader)(Ayurved)Shalya Tantra , Class-1)

A. સોલંકી રાજવંશ

B. મૌર્ય રાજવંશ

C. ખિલજી રાજવંશ

D. ઉપરોક્તમાંથી કોઈ નહિં

Answer: (A) સોલંકી રાજવંશ

64. ગુજરાતમાં પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા / રાજ્ય વહીવટમાં મદદગાર કોણ હતી? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Kaya Chikitsa, Class-1)

A. મીનળ દેવી

B. ચાંદ બીબી

C. રઝિયા સુલતાના

D. અહલ્યાબાઈ હોલકર

Answer: (A) મીનળ દેવી