Exam Questions

65. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? (GAS Class‐I & GCS Class I & I)

A. દુર્ગાવતી - ગોંડવાનાની રાણી

B. ચાંદબીબી-અહમદનગરની શાહજાદી

C. માહમ અનગા -અકબરની ધાઈમાતા

D. અર્જુમંદબાનુ – નૂરજહાં

Answer: (D) અર્જુમંદબાનુ – નૂરજહાં

66. પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જિદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી? (MAO, Class-II (ARV)

A. હુમાયુ

B. બાબર

C. અકબર

D. શાહજહાં

Answer: (B) બાબર

67. વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી? (MAO, Class-II (ARV)

A. સુલ્તાન અહમદશાહ પહેલો

B. સુલ્તાન અહમદશાહ બીજો

C. સુલ્તાન અહમદશાહ ત્રીજો

D. સુલ્તાન અહમદશાહ ચોથો

Answer: (A) સુલ્તાન અહમદશાહ પહેલો

68. અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો? (MAO, Class-II (ARV)

A. કુલીજખાન

B. મીરઝા અબ્દુલ રહીમખાન

C. શિહાબુદ્દિન અહમદખાન

D. શિહાબુદ્દિન અહમદખાન

Answer: (D) શિહાબુદ્દિન અહમદખાન

69. અકબરે ગુજરાત ક્યા વર્ષમાં જીત્યું?

A. 1568

B. 1572

C. 1576

D. 1579

Answer: (B) 1572

70. દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી?

A. ઈજારેદારી

B. સ્થાયી બંદોબસ્ત (Permanent settlement)

C. મહાલવારી

D. રૈયતવારી

Answer: (D)રૈયતવારી

71. કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા?

A. મૌર્યકાળ

B. પાંડયકાળ

C. ગુપ્તકાળ

D. શક-ક્ષત્રપકાળ

Answer: (B) પાંડયકાળ

72. પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો? (APG, CLASS-1)

A. પુલકેશી બીજો

B. વિક્રમાદિત્ય બીજો

C. યજનવર્મન

D. પુલકેશી પહેલો

Answer: (A) પુલકેશી બીજો