Exam Questions

9. હિંદુઓ પરત્વેની અકબરની નીત્તિના સંદર્ભમાં નીચેના પૈકી કયુ વિધાન સાચું છે? (APG, CLASS-1)

A. તેણે યાત્રા વેરો નાબૂદ કરેલ પરંતુ જઝિયા વેરો ચાલુ રાખેલ હતો.

B. તેણે જઝિયા વેરો નાબૂદ કરેલ પરંતુ યાત્રા વેરો ચાલુ રાખેલ હતો.

C. તેણે યાત્રા વેરો અને જઝિયા વેરો બંને નાબૂદ કરેલ હતા.

D. તેણે યાત્રા વેરો અને જઝિયા વેરો નાબૂદ કરેલ ન હતો.

Answer: (C) તેણે યાત્રા વેરો અને જઝિયા વેરો બંને નાબૂદ કરેલ હતા.

10. સલ્તનકાળ દરમ્યાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી? (DEO)

A. મુહમ્મદાબાદ-મહેમદાબાદ

B. મુસ્તફાબાદ-જૂનાગઢ

C. અહમદગર-હિંમતનગર

D. મહમ્મદાબાદ-મહેમદાબાદ

Answer: (A) મુહમ્મદાબાદ-મહેમદાબાદ

11. મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો?(MCO Class III)

A. બખ્યિતાર ખલજી

B. મલેક કાર

C. કુતુબુદ્દીન ઐબક

D. ગ્યાસુદ્દીન ખલજી

Answer: ગ્યાસુદ્દીન ખલજી

12. ઈ. સ. 1400ના અરસામાં સલ્તનતકાળ દરમ્યાન કયા રજવાડાના રાજ કવિ શ્રીધર વ્યાસ દ્વારા “રણમલ છંદ” નામની કૃતિ રચવામાં આવેલ? (MCO Class III)

A. ગોંડલ

B. ઝાલાવાડ

C. ઈડર

D. ભાવનગર

Answer: (C) ઈડર

13. જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો, ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? (SW0, Class-II)

A. શેર શાહ

B. બહાદુર શાહ

C. શાહ હુસૈન

D. રાણા વિક્રમ

Answer: (B) બહાદુર શાહ

14. દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી?

A. મુહમ્મદ-બીન તુઘલક

B. અલાઉદ્દીન ખીલજી

C. ગ્યાસુદ્દીન તુઘલક

D. ફિરૂઝ તુઘલક

Answer: (A) મુહમ્મદ-બીન તુઘલક

15. અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા,એ નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે?

A. કુતુબ મિનાર

B. કુવ્વાતુલ ઇસ્લામ મસ્જિદ

C. ઈલ્તુમીશનો ગુંબજ

D. ઉપર પૈકી એક પણ નહીં

Answer: (B) કુવ્વાતુલ ઇસ્લામ મસ્જિદ

16. મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલ્તાને સૌપ્રથમ વખત “Famine Code” બનાવેલ હતો?

A. બલ્બન

B. અલાઉદ્દીન ખીલજી

C. મુહમ્મદ બિન તુઘલક

D. ફિરૂઝ તઘલક

Answer: (C) મુહમ્મદ બિન તુઘલક