Exam Questions

49. રોકડ ચલણ (hard currency) સામાન્ય રીતે પસંદ કરવામાં આવે છે કારણ કે (GAS 47/ 22-23)

1. 1. તે રાજકીય રીતે અને આર્થિક રીતે સ્થિર ગણવામાં આવે છે.

2. 2. માલસામાન અને સેવાઓની ચૂકવણીના પ્રકાર તરીકે તે વિશ્વભરમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે.

3. 3. તેનું એકાએક અવમૂલ્યન અથવા મૂલ્યવૃદ્ધિ થવાની શક્યતા હોતી નથી.

4. સાચો ઉત્તર કોડ પસંદ કરો.

A. 1,2

B. 1,3

C. 1, 2, 3

D. 2, 3

Answer: (C) 1, 2, 3

50. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડઅંગે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GAS 30/ 21-22)

1. વિધાન 1 : મ્યુચ્યુઅલ ફંડની ચોખ્ખી મિલકત મૂલ્ય મ્યુચ્યુઅલ ફંડના વર્તમાન રોકાણ મૂલ્યને દર્શાવે છે.

2. વિધાન 2 : તરલતા વધારે છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ સરળતાથી વેચી શકાય છે.

A. વિધાન 1 અને 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી છે.

B. વિધાન 1 અને 2 બંને સાચાં છે પરંતુ વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી નથી.

C. વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે.

D. વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે.

Answer: (D) વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે.

51. એટલે પ્રત્યેક દેશમાં ચીજવસ્તુઓની સેવાઓની એક સમાન માત્રાની ખરીદી માટે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરીત કરવું પડે. (GAS 26/20-21)

A. લેણદેણની તુલા (Balance of Payments)

B. ખરીદ્શક્તિની એકરૂપતા (Purchasing Power Parity)

C. ચલણ સમાનતા (Currency Equalization)

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) ખરીદ્શક્તિની એકરૂપતા (Purchasing Power Parity)

52. ચૂસ્ત/કડક/હાર્ડ ચલણ તે છે જે -(GAS 20/22-23)

A. વિદેશી વિનિમય બજારમાં વિપુલ પ્રમાણમાં છે.

B. ઉચ્ચ સ્તરની તરલતા સાથે ટૂંકા ગાળા દરમિયાન પ્રમાણમાં સ્થિર છે.

C. આંતરરાષ્ટ્રીય બજારમાં હિલચાલની તુલનામાં તેના મૂલ્યમાં ફેરફાર થતો નથી.

D. વિશેષ ઉપાડ અધિકાર (SDR) માં તેને પરિવર્તિત કરી શકાતુ નથી.

Answer: (B) ઉચ્ચ સ્તરની તરલતા સાથે ટૂંકા ગાળા દરમિયાન પ્રમાણમાં સ્થિર છે.

53. નીચેનામાંથી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (GAS 30/ 21-22)

A. જો કરવેરાનો દર ચોક્કસ મર્યાદા સુધી વધે અને તે પછી આવકમાં ફેરફાર સાથે સ્થિર રહે તો તેને પ્રતિગામી કર કહેવામાં આવે છે.

B. તે લોન કે સરકાર દ્વારા ક્યારેય પરત કરવામાં આવતી નથી તેમ છતાં તે તેના પરનું વ્યાજ ચૂકવે છે તેને રિડીમેબલ ડેટ (Redeemable debt) કેહવામાં આવે છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

Answer: (D) (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

54. સરકારની ખર્ચનીતિ___________________ જ હોવી જોઈએ.

A. સ્થિતિસ્થાપક (Elastic)

B. બિનસ્થિતિસ્થાપક (Inelastic)

C. ચુસ્ત (Rigid)

D. અચળ (Constant)

Answer: (A) સ્થિતિસ્થાપક (Elastic)

55. બજેટ પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS 26/20-21)

1. 1. મહેસૂલી બજેટમાં એવી લેવડદેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ સુધીની હોય છે.

2. 2. મૂડી બજેટમાં એવી લેવડદેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ કરતાં વધુ સમયની હોય છે.

3. 3. મહેસૂલી બજેટ એ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ બંનેનો સમાવેશ કરે છે જ્યારે મૂડી બજેટ એ માત્ર ખર્ચનો સમાવેશ કરે છે.

A. 1, 2 અને 3

B. માત્ર 1 અને 2

C. માત્ર 2 અને 3

D. માત્ર 1 અને 3

Answer: (B) માત્ર 1 અને 2

56. પ્રથમ પંચવર્ષીય યોજના : તે 1951 થી 1956ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી, તે થોડાક સુધારા-વધારા સાથે Harrod-Domar (હેરોડ-ડોમર) મોડેલ ઉપર આધારિત હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશનો કૃષિ વિકાસ હતું.

1. બીજી પંચવર્ષીય યોજના : તે 1956 થી 1961ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી. તે પી.સી. મહાલનોબિસ મોડેલ પર આધારિત હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશનો ઔદ્યોગિક વિકાસ હતું.

2. ત્રીજી પંચવર્ષીય યોજના : તે 1961 થી 1966ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી. આ યોજના ગાડગીલ યોજના તરીકે પણ ઓળખાય છે. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય અર્થતંત્રને સ્વાવલંબી બનાવવાનું હતું. કૃષિ અને ઘઉંના ઉત્પાદનમાં સુધારણા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

3. આઠમી પંચવર્ષીય યોજના : તેનો સમયગાળો 1992 થી 1997 હતો. તેમાં માનવ સંસાધન વિકાસ અર્થાત રોજગારી, શિક્ષણ અને જાહેર આરોગ્યને ટોચની અગ્રીમતા આપવામાં આવી હતી. આ યોજના દરમ્યાન સરકારે ભારતની નવી આર્થિક નીતિનો પ્રારંભ કર્યો હતો.

4. ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ? (GAS 47/ 22-23)

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 3 અને 4

D. 1, 2, 3 અને 4 તમામ સાચા છે.

Answer: (D) 1, 2, 3 અને 4 તમામ સાચા છે.