Exam Questions

1. નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (GAS 47/ 22-23)

1. 1. મહત્વની માળખાકીય યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વિપક્ષીય એજન્સીઓ પાસેથી બાહ્ય રીતે સહાય લઈ શકશે.

2. 2. સંઘ સરકાર દ્વારા રચાયેલ કોર્પોરેશન્સ અથવા કંપની પર રાજ્ય અને સ્થાનિક સત્તામંડળો કરવેરા લગાવી શકે છે.

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 તથા 2 બંને

D. 1 અને 2 માંથી એક પણ નહીં

Answer: (C) 1 તથા 2 બંને

2. વિધાનો ચકાસો. (GAS 47/ 22-23)

1. 1. સાગરમાલા કાર્યક્રમ એ લઘુત્તમ માળખાકીય રોકાણ સાથે EXIM અને સ્થાનિક વેપાર માટે પરિવહન (Logistics) ખર્ચ ઘટાડવા માટેનો છે. તેમાં મોડલ મિશ્રણના અનુકુલનના માધ્યમથી સ્થાનિક કાર્ગોના પરિવહનના ખર્ચમાં ઘટાડો કરવો, EXIM કન્ટેનરના પરિવહનમાં સમય/ખર્ચને ન્યૂનતમ કરીને, બંદરની નજીક અલગ-અલગ વિનિર્માણ સમુહો વિકસાવીને, નિકાસ સ્પર્ધાત્મક્તામાં સુધારો કરવાનો સમાવેશ થાય છે.

2. 2. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (AAI)ની રચના સંસદના અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી અને 1લી એપ્રિલ 1990 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. AAI કુલ 137 એરપોર્ટનું સંચાલન કરે છે જેમાં 24 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 10 કસ્ટમ એરપોર્ટ અને 103 સ્થાનિક એરપોર્ટનો સમાવેશ થાય છે.

3. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 તથા 2 બંને

D. 1 અને 2 માંથી એક પણ નહીં

Answer: (A) માત્ર 1

3. આર્થિક સર્વેક્ષણ 2018-19 પ્રમાણે "Data” ને તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા.(ADVT 10/CLASS-1)

A. ખાનગી વસ્તુ

B. જાહેર વસ્તુ

C. મેરીટ વસ્તુ

D. જાહેર અને મેરીટ વસ્તુ'

Answer: (B) જાહેર વસ્તુ

4. નીચેના નિવેદનો સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો. (GAS 20/22-23)

1. USA પછી ભારતમાં 63.72 લાખ કિલોમીટરનું વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રોડ નેટવર્ક છે.

2. ભારતમાં 2019-20માં પ્રતિદિન માર્ગ નિર્માણનું પ્રમાણ 28 કિ.મી.થી વધીને 2020-21માં 36.5 કિ.મી. થયું.

A. A અને B બંને વ્યક્તિગત રીતે સાચા છે.

B. A ખોટું છે પણ B સાચું છે.

C. A સાચું છે પણ B ખોટું છે.

D. A અને B બંને વ્યક્તિગત રીતે ખોટા છે.

Answer: (A) A અને B બંને વ્યક્તિગત રીતે સાચા છે.

5. બિન ઉત્પાદક અસ્કયામતો (Non-Performing Assets) ઘટાડવા માટે ભારત સરકારે 4R વ્યૂહરચના અનુસરી છે. આ ચાર 4R________________ દર્શાવે છે. (GAS 26/20-21)

A. Recognition, Resolution, Recapitalisation and Reforms

B. Refinancing, Reforms, Recapitalisation and Redefining

C. Recognition, Reporting, Restrictions and Reforms

D. Recognition, Repurchase, Reforms and Rendering

Answer: (A) Recognition, Resolution, Recapitalisation and Reforms

6. આપેલા વિધાનો ચકાસો. (GAS 47/ 22-23)

1. 1. દેશની 65 પ્રતિશત (2021 ના આંકડા મુજબ) વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને 47 પ્રતિશત વસ્તી જીવન નિર્વાહ માટે કૃષિ ઉપર આધારિત છે.

2. 2. દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ જીવન નિર્વાહ મિશન (Deendayal Antyodaya Yojana-National Rural Livelihood Mission) (DAY - NRLM) નો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને લાભદાયી(gainful) સ્વરોજગાર અને કુશળ (skilled) વેતન રોજગારની તકો મેળવવા માટે સક્ષમ બનાવવાનો છે.

3. 3. જલ જીવન મિશન (JJM) એ રાજ્યોની ભાગીદારીથી અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી ગામડાઓમાં દરેક ગ્રામીણ ઘર અને જાહેર સંસ્થાઓ જેવી કે શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આશ્રમ શાળાઓ, આરોગ્ય કેન્દ્રો વગેરેને નળના પાણીનું જોડાણ પુરું પાડવામાં આવે.

4. સાચો ઉત્તર કોડ પસંદ કરો.

A. 1 અને 3 સાચા છે.

B. 2 અને 3 સાચા છે

C. 1 અને 2 સાચા છે.

D. 1, 2 અને 3 તમામ સાચા છે.

Answer: (D) 1, 2 અને 3 તમામ સાચા છે.

7. ભારતમાં સ્થાનિક પદ્ધતિસર રીતે મહત્વપૂર્ણ વીમા કંપનીએ (D-SIIs) નીચેના પૈકી કઈ છે? (GAS 47/ 22-23)

1. 1. ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India)

2. 2. ભારતીય સામાન્ય વીમા નિગમ (General Insurance Corporation of India)

3. 3. ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ (New India Assurance)

4. સાચો ઉત્તર કોડ પસંદ કરો.

A. માત્ર 1

B. 1, 2

C. 1, 3

D. 1, 2, 3

Answer: (D) 1, 2, 3

8. મનુષ્ય પ્રાકૃતિકીકરણ (Naturalisation of humans)નો અર્થ... (GAS 47/ 22-23)

A. નિમ્ન સ્તરનો તકનીકી વિકાસ

B. ઉચ્ચ સ્તરનો તકનીકી વિકાસ

C. મધ્યમ સ્તરનો તકનીકી વિકાસ

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (A) નિમ્ન સ્તરનો તકનીકી વિકાસ