Exam Questions

41. GST ગુપ્તચર મહાનિદેશાલય (Directorate General of GST Intelligence) (DGGI) વિષે નીચેના ધ્યાનમાં લો. (GAS 47/ 22-23)

1. 1. GST ગુપ્તચર મહાનિદેશાલય (The Directorate General of GST Intelligence) (DGGI)વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની એક કાયદા અમલીકરણ એજન્સી છે જે ભારતમાં કરચોરી સામે કાર્યવાહી કરવા માટે જવાબદાર છે.

2. 2. 2017માં GST લાગુ કર્યું તે પહેલાં DGGI ઉત્પાદન શુલ્ક ગુપ્તચર મહાનિર્દેશાલય (The Directorate General of Central Excise Intelligence) (DGCEI) તરીકે કાર્યરત હતું. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 તથા 2 બંને

D. 1 અને 2 માંથી એક પણ નહીં

Answer: (B) માત્ર 2

42. વસ્તુ અને સેવા કર પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS 47/ 22-23)

1. 1. વસ્તુ અને સેવા કર પરિષદનો પ્રત્યેક નિર્ણય હાજર અને મતદાન કરનારા સભ્યોના ભારાંકિત મતના (weighted votes) ત્રણ ચતુર્થાંશથી ઓછી ન હોય તેવી બહુમતી દ્વારા લેવામાં આવશે.

2. 2. GST પરિષદની બેઠકમાં કેન્દ્ર સરકારના મતનું ભારણ કુલ પડેલા મતના બે-તૃતીયાંશ જેટલું રહેશે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

A. માત્ર 1

B. માત્ર 1

C. 1 તથા 2 બંને

D. 1 અને 2 માંથી એક પણ નહીં

Answer: (A) માત્ર 1

43. GST હેઠળ સમાવિષ્ટ કર વિશે નીચેનામાંથી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?

A. સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ એક્સાઈઝ ડયુટી એ GST હેઠળ સમાવિષ્ટ કેન્દ્રીય કર છે.

B. પરચેસ ટેક્સ, લક્ઝરી ટેક્સ એ GST હેઠળ સમાવિષ્ટ રાજ્ય કર છે.

C. વસ્તુ અને સેવાઓના પુરવઠાને લગતા કેન્દ્રીય ઉપકર અને સેસ GST હેઠળ સમાવિષ્ટ નથી.

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) વસ્તુ અને સેવાઓના પુરવઠાને લગતા કેન્દ્રીય ઉપકર અને સેસ GST હેઠળ સમાવિષ્ટ નથી.

44. ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS 26/20-21)

1. 1. માલ પુરો પાડતાં વ્યવસાયો અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો જો રૂા. 40 લાખથી ઓછો હોય તો તેઓ GSTમાં મુક્તિનો દાવો કરી શકે છે.

2. 2. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજ્યોના માલ પૂરો પાડનારાઓ માટે GST ની નવી મુક્તિ મર્યાદા રૂા. 20 લાખ છે.

3. 3. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજ્યોના વ્યાવસાયિકો કે જે સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના માટે GST મુક્તિ મર્યાદા રૂા. 10 લાખ રહી છે.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 2

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) 1, 2 અને 3

45. ભારતમાં વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરા GST હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે. (GAS 26/20-21)

A. મૂલ્ય વર્ધિત કર

B. સુખ સુવિધા કર (Luxury Tax)

C. આબકારી જકાત

D. સીમા શુલ્ક

Answer: (D) સીમા શુલ્ક

46. નીચે આપેલ વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? (GAS 20/22-23)

1. 1. GST કાઉન્સિલ એ કેન્દ્ર અને રાજ્યોનું સંયુક્ત મંચ છે.

2. 2. GST કાઉન્સિલનો દરેક નિર્ણય તેની બેઠકમાં હાજર અને મતદાન કરનારા સભ્યોના ભારાંકના બે તૃતીયાંશ મતની બહુમતી સાથે લેવામાં આવશે.

3. 3. કેન્દ્ર સરકારના મતનું વજન પડેલા મતના ત્રીજા ભાગનું હશે.

A. માત્ર 1 અને 3

B. માત્ર 1 અને 2

C. માત્ર 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) માત્ર 1 અને 3

47. આયકર સેતુ કે જે હમણાં સમાચારમાં આવેલ છે તે N સાથે સંલગ્ન છે.

A. તે નવા પરોક્ષ કર અમલીકરણ (regime) ને રોલ આઉટ કરવામાં મદદરૂપ થવા માટે શરૂ કરવામાં આવેલી ખાનગી -લીમીટેડ કંપની છે.

B. તે વપરાશકર્તાઓ કે કરદાતાઓને GST ની જોગવાઈઓ ઓનલાઈન મંચ દ્વારા અમલ કરવા માટે પરવાનગી આપે છે.

C. તે CBDT દ્વારા શરૂ કરવામાં આવેલી App છે કે જે entities track TD, કર ભરવા અને Permanent Account Number (PAN) માટે અરજી કરવા માટે પરવાનગી આપે છે.

D. તે એક ડેસ્ક છે કે જે નાના વેપારીઓને GST ના ફાયદા સમજાવશે અને તેમના પ્રશ્નોના જવાબ આપશે.

Answer: (C) તે CBDT દ્વારા શરૂ કરવામાં આવેલી App છે કે જે entities track TD, કર ભરવા અને Permanent Account Number (PAN) માટે અરજી કરવા માટે પરવાનગી આપે છે.

48. નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે? (ADVT 10/CLASS-1)

1. 1. વર્ષ 2019 માં ઈલેક્ટ્રીક વાહનો પરનો GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો.

2. 2. ઈલેક્ટ્રીક વાહન ચાર્જર ઉપરનો GST 18% થી ઘટાડીને 5% થયો.

3. 3. આ ચીજ પરનો GST ઘટાડીને 0% કરવામાં આવ્યો: સેનેટરી નેપકીન, સાવરણી માટેનો કાચો માલ, રાખડી, આરસના દેવતાઓ

A. માત્ર 1 અને 2

B. 1, 2 અને 3

C. માત્ર 2 અને 3

D. માત્ર 1 અને 3

Answer: (B) 1, 2 અને 3