Exam Questions

17. સામાજીક માળખું કોને સમાવિષ્ટ કરે છે ? . (GAS 47/ 22-23)

A. સાક્ષરતા કાર્યક્રમ, શિક્ષણ

B. જાહેર આરોગ્ય

C. આવાસ, પીવાનું પાણી અને સ્વચ્છતા

D. (A), (B) અને (C) માં દર્શાવેલ તમામ પ્રવૃત્તિઓ

Answer: (D) (A), (B) અને (C) માં દર્શાવેલ તમામ પ્રવૃત્તિઓ

18. એવા બંદરો કે જે નિકાસ માટે વિવિધ દેશોમાંથી લાવવામાં આવતા સામાનના સંગ્રહણ કેન્દ્ર (collection centres) તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોય તે તરીકે ઓળખાય છે. (GAS 26/20-21)

A. એકઝીમ (EXIM) બંદરો

B. આંતપોટ્ (Entrepot) બંદરો

C. પોર્ટસ્ ઓફ કોલ (Ports of call)

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) આંતપોટ્ (Entrepot) બંદરો

19. વિધાનો ચકાસો. (GAS 47/ 22-23)

1. 1. કેન્દ્ર સરકાર દ્વારા 14 ઓક્ટોબર 2003ના રોજ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ સ્થાપવામાં આવ્યું.

2. 2. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલ એક અધ્યક્ષ અને 6 સદસ્યોનું બનેલું છે. સાચો ઉત્તર કોડ પસંદ કરો.

A. 1 તથા 2 બંને સાચા છે.

B. 1 અથવા 2 બંને સાચા નથી

C. માત્ર 1 સાચું છે.

D. માત્ર 2 સાચું છે.

Answer: (A) 1 તથા 2 બંને સાચા છે.

20. ભારતમાં ટેલિકોમ્યુનિકેશન વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS 30/ 21-22)

1. 1. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સ્થાપના 20, ફેબ્રુઆરી 1997 ના રોજ કરવામાં આવી હતી.

2. 2. ન્યૂ ટેલિકોમ પોલિસી 1999 એ ઓપરેટરોની સંખ્યા પર કોઈપણ નિયંત્રણો વિના ખાનગી ઓપરેટરો માટે રાષ્ટ્રીય લાંબા-અંતરની સેવા ખુલ્લી મુકી છે.

3. 3. નેશનલ ટેલિકોમ પોલિસી 2012નો ભાર ટેલિકોમ સેક્ટરની સ્પર્ધાત્મકતા વધારવા પર હતો.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

21. NSSO ની વ્યાખ્યા મુજબ નીચેના પૈકી કઈ બેરોજગારીની વિભાવના નથી ? (GAS 26/20-21)

A. સામાન્ય સ્થિતિ બેરોજગારી

B. બેરોજગારીની વર્તમાન દૈનિક સ્થિતિ

C. બેરોજગારીની વર્તમાન સાપ્તાહિક સ્થિતિ

D. બેરોજગારીની વર્તમાન માસિક સ્થિતિ

Answer: (D) બેરોજગારીની વર્તમાન માસિક સ્થિતિ

22. 2021 સુધીમાં ગુજરાતમાં વિશ્વ ધરોહરની કુલ___________ સંખ્યા છે. (GAS 20/22-23)

A. 4

B. 2

C. 3

D. 1

Answer: (A) 4

23. નીચેના નિવેદનો સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો. (GAS 20/22-23)

1. માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝના વડાપ્રધાન ઔપચારિકરણ હેઠળ, ભારતમાં 137 અનન્ય ઉત્પાદનો માટે વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ (ODOP) સ્ટેટસને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

2. ટામેટા, ડુંગળી અને બટાકાના પાક માટે ભારતમાં ઓપરેશન ગ્રીન્સ યોજના ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ લોજિસ્ટિક્સ અને પ્રોસેસિંગ સુવિધાઓને પ્રોત્સાહન આપે છે.

A. A અને B બંને વ્યક્તિગત રીતે સાચા છે.

B. A ખોટું છે પણ B સાચું છે.

C. A સાચું છે પણ B ખોટું છે.

D. A અને B બંને વ્યક્તિગત રીતે ખોટા છે

Answer: (A) A અને B બંને વ્યક્તિગત રીતે સાચા છે.

24. નીચેના પૈકી કઈ 2015-16 ની 10 મી કૃષિ વસ્તી ગણતરીની વિશેષતા નથી? (GAS 30/ 21-22)

A. જમીન ધારણનું સરેરાશ કદ ઘટી રહ્યું છે.

B. ખેતી હેઠળના કુલ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે.

C. નાના અને સીમાંત ખેતરોની સંખ્યામાં વધારો થયો છે.

D. નાના અને સીમાંત ખેડૂતોનું પ્રમાણ વધ્યું છે.

Answer: (B) ખેતી હેઠળના કુલ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે.