Exam Questions

9. વસ્તી પિરામીડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS 26/20-21)

A. વસ્તી પિરામીડમાં પુરુષો ડાબી બાજુએ તથા સ્ત્રીઓ જમણી બાજુએ દર્શાવવામાં આવે છે.

B. X-અક્ષ પર વસ્તીનું કદ દર્શાવવામાં આવે છે અને Y-અક્ષ પર વયજૂથ દર્શાવવામાં આવે છે.

C. ભારતનો વસ્તી અવલંબન ગુણોત્તર (Population dependency ratio) વિશ્વની વસ્તી અવલંબન ગુણોત્તર કરતાં ઓછો છે.

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

10. નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો ભારતી રેલ્વેના સંદર્ભમાં સાચું/સાચાં છે? (GAS 20/22-23)

1. 1. 2023-24 સુધીમાં 100 ટકા ઈલેક્ટ્રિફિકેશન હાંસલ કરવું.

2. 2. 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનુ નેટવર્ક

3. નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 અને 2 બંને

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) 1 અને 2 બંને

11. કેન્દ્ર સરકારની વિદ્યુત પ્રવાહ મોબાઈલ એપ્લીકેશનનો ધ્યેય છે. (ADVT 10/CLASS-1)

A. વાસ્તવિક સમય (realtime basis) ના આધારે ભારતમાં ઊર્જાની ઉપલબ્ધતાની જાણકારી પૂરી પાડવી.

B. પોતાના માટે પ્રવર્તમાન અને લાગુ પડતા હોય તે GST ના દર વિશે જાણવું.

C. વપરાશના બિલનું ચૂકવણું, આયકર ફાઈલ કરવા જેવી 100 થી વધુ સેવાઓ પૂરી પાડે છે.

D. લોકોને કેન્દ્રીય મંત્રાલયો અને સંલગ્ન સરકારી સંસ્થાઓ સાથે જોડીને વિચારોને ચેનલાઈઝ કરવા, ટિપ્પણીઓ કરવા અને સર્જનાત્મક સૂચન કરવા માટેનો માર્ગ પૂરો પાડે છે.

Answer: (A) વાસ્તવિક સમય (realtime basis) ના આધારે ભારતમાં ઊર્જાની ઉપલબ્ધતાની જાણકારી પૂરી પાડવી.

12. ઈકોલોજીકલ ફૂટ પ્રીંટ એ એકમમાં મપાય છે. (ADVT 10/CLASS-1)

A. Global Hectares

B. Nanometer

C. Hoppus Cubic foot

D. Cubic ton

Answer: (A) Global Hectares

13. ભારત સરકારે વાણિજ્ય મંત્રાલયને 12 ચેમ્પીયન સેવાઓ'ને નિશ્ચિત કરી તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ધ્યાન કેન્દ્રીત કરવા મંજૂરી આપી છે. તેમાં નો સમાવેશ થાય છે. (ADVT 10/CLASS-1)

1. 1. બાંધકામ અને તેમને સંલગ્ન ઈજનેરી સેવાઓ

2. 2. પર્યાવરણીય સેવાઓ

3. 3. માહિતી તકનીકી અને માહિતી સક્ષમ સેવાઓ

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

14. નીચેના પૈકી કયા સર્વોચ્ચ સંસ્થા (apex body) દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. (ADVT 10/CLASS-1)

A. ગ્રામ્ય બાબતોનું મંત્રાલય

B. સામાજીક ન્યાય અને આધકારીતા મંત્રાલય

C. પાણી પૂરવઠા અને સ્વચ્છતા મંત્રાલય

D. ગૃહ બાબતોનું મંત્રાલય

Answer: (B) સામાજીક ન્યાય અને આધકારીતા મંત્રાલય

15. ભારતમાં વીજ ઉત્પાદનમાં કયા પ્રકારનો પાવર, સૌથી મોટો હિસ્સો ધરાવે છે? (DYSO,ADVT 42/ 23-24)

A. હાયડ્રો પાવર

B. થર્મલ પાવર

C. ન્યુક્લિયર પાવર

D. સોલાર પાવર

Answer: (B) થર્મલ પાવર

16. ભારતમાં સૌ-પ્રથમ હાઈડ્રો ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશનથી કયા શહેરમાં વિજળી પુરવઠો આપવામાં આવેલ હતો? (DYSO,ADVT 42/ 23-24)

A. મુંબઈ

B. મદ્રાસ

C. દાર્જિલિંગ

D. દહેરાદુન

Answer: (C) દાર્જિલિંગ