Exam Questions

49. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. લાલા લાજપતરાયે તેમના સામાજિક સુધારણા કાર્યક્રમોના ટેકામાં આર્યસમાજની વેદોની સર્વોપરિતાની અપીલનો વિરોધ કર્યો.

2. 2. કેશવચંદ્ર સેન નીચે બ્રહ્મોસમાજે સ્ત્રીઓની કેળવણી માટે પ્રચાર કર્યો.

3. 3. નિરાશ્રિતો/શરણાર્થીઓમાં કાર્ય કરવા માટે વિનોબા ભાવેએ સર્વોદય સમાજની સ્થાપના કરી.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 2 અને 3

50. ક્રાતિવીર વાસુદેવ ફડકે બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. તેઓએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને છૂપી ક્રાન્તિકારી સંસ્થાની સ્થાપના કરી.

2. 2. તેઓએ રેલવે, પોસ્ટ ઓફિસો અને અન્ય સરકારી મિલ્કતોને નુકશાન કરવાની અને સરકારી અમલદારોની હત્યા કરવાની વ્યાપક યોજના ઘડી.

3. 3. તેઓને 1880 માં ફાંસીની સજા આપવામાં આવી હતી.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 2

51. બિપિનચંદ્ર પાલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. તેઓએ અંગ્રેજી સાપ્તાહિક “ન્યૂ ઈન્ડિયા' શરૂ કર્યું હતું.

2. 2. તેઓએ 'વંદેમાતરમ્' અંગ્રેજી સાપ્તાહિક સમાચારપત્ર શરૂ કર્યું અને તેમાં સરકાર સામે ઉગ્ર લેખો લખ્યાં

3. 3. ગાંધીજીના કહેવાથી તેઓએ 1920-21 માં શરૂ કરેલ અસહકારના આંદોલનને ટેકો આપ્યો.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 2

52. નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. બંગાડી - સુરેન્દ્રનાથ બેનર્જી

2. 2. અલ હિલાલ - મીર ઉસ્માન અલી

3. 3.ગદર - સચિન્દ્રનાથ સાન્યાલ

4. 4. નેશનલ હેરાલ્ડ - જવાહરલાલ નહેરૂ

A. 1, 2 અને 3

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 1 અને 4

D. ફક્ત 4

Answer: (D) ફક્ત 4

53. નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

A. 1861 ના ધારા હેઠળની ધારાસમિતિની રચનાથી ભારતીયોની વહીવટીતંત્ર વિશેની ફરિયાદો સાંભળવાની સરકારને તક મળી.

B. ધારાસમિતિમાં લેવાયેલાં સભ્યો સામાન્ય વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવતાં હતાં.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

Answer: (A) 1861 ના ધારા હેઠળની ધારાસમિતિની રચનાથી ભારતીયોની વહીવટીતંત્ર વિશેની ફરિયાદો સાંભળવાની સરકારને તક મળી.

54. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. અલ્હાબાદમાં ભરાયેલ ચોથા અધિવેશન પ્રસંગે (1888) મહાસભાને પોતાની પ્રત્યે બદલાયેલી સરકારી નીતિનો પ્રથમ કડવો અનુભવ થયો

2. 2. ખોરાક મેળવવા બ્રાઈટ અને કોલ્ડનના નેતૃત્વ તળે ‘એન્ટી કોર્ન લૉ લીગે' ઈંગ્લેન્ડમાં જેવું આંદોલન ચલાવ્યું હતું તેવું આંદોલન ભારતમાં શરૂ કરવાની હ્યુમે સરકારને ચીમકી આપી.

3. 3. અલીગઢ કોલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ થિયોડર બેકે મહાસભાને પોતાને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 2

55. સરકારની દમનકારી નીતિનો વિરોધ કરવા માટે 14મી અને 15મી એપ્રિલ, 1906 માં બેરિસ્ટર અબ્દુલ રસુલના પ્રમુખપદે ખાતે પ્રાંતિક પરિષદ યોજવામાં આવી હતી. જેમાં અબ્દુલ રસુલ અને સુરેન્દ્રનાથ બેનરજીની આગેવાની હેઠળ 'વંદેમાતરમ્' ગીત ગાતું સરઘસ સભાસ્થળે પહોંચ્યું. (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

A. રંગપુર

B. બરિસાલ

C. કલકત્તા

D. કાનપુર

Answer: (B) બરિસાલ

56. મોર્લે-મિન્ટોના સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. આ સુધારાઓએ પંપાળવાની અને ફટકારવાની નીતિ અખત્યાર કરી.

2. 2. મુસ્લિમો તથા જમીનદારોને અલગ મતદારમંડળો આપવામાં આવ્યાં.

3. 3. શીખ અને લઘુમતીઓને ફાયદાકારક થાય એવાં ધારાધોરણો પણ સુધારામાં મૂકવામાં આવ્યાં.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 2