Exam Questions

41. જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ -ચેમ્સફોર્ડ અહેવાલની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ .......ની સ્થાપના કરવા માટે પક્ષ છોડ્યો. (AO, Class-2)

A. Swaraj Party

B. Indian Freedom Party

C. Independence Federation of India

D. Indian Liberal Federation

Answer: (D) Indian Liberal Federation

42. નીચે આપેલી યાદી – 1 ને યાદી 2 સાથે જોડો. (AO, Class-2)

1. 1. અહોમ વિપ્લવ (Ahom Revolt) - a. એલ્યુરી સીતારામ રાજુ (Alluri Sitaram Raju)

2. 2. પાગલપંતીઓનો બળવો (Pagalpantis Uprising) - b. ગોમધર (Gomdhar Konwar)

3. 3. રામોસીસ બળવો (Ramosis Uprising) - c. ટીપુ શાહ (Tipu Shah)

4. 4. રામ્પા વીદ્રોહ (Rampa Rebellion) - d. ચિત્તુર સિંઘ (Chittur Singh)

A. 1-a, 2-b, 3-c, 4-d

B. 1-b, 2-c, 3-d, 4-a

C. 1-c, 2-d, 3-a, 4-b

D. 1-d, 2-a, 3-c, 4-b

Answer: (B) 1-b, 2-c, 3-d, 4-a

43. આઝાદ હિંદ ફોજ (Indian National Army) વિશે નીચેના પૈકીનું કયું વિધાન/કયા વિધાનો સત્ય નથી? (AO, Class-2)

1. 1. તેની સ્થાપના હિંદ છોડો ચળવળની નિષ્ફળતા બાદ થઈ.

2. 2. INAનો સૌ પ્રથમ વિચાર મલાયા ખાતે સુભાષ ચંદ્ર બોઝને આવ્યો હતો.

3. 3. INA ને જાપાની સેના એ પ્રોત્સાહિત (Raised) કરી હતી અને ભારતની સ્વતંત્રતા સુધી તેઓ દ્વારા તેને આશ્રય આપવામાં આવ્યો હતો.

A. 1, 2, અને 3

B. માત્ર 1

C. માત્ર 2 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (A) 1, 2, અને 3

44. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. ભીખાજી કામાને ‘ભારતીય ક્રાન્તિકારીઓની માતા' તરીકે ઓળખવામાં આવે છે.

2. 2. ઈસ્ટ ઈન્ડીયા કંપનીના સમયગાળા દરમ્યાન લોર્ડ ઈલિંગટન ભારતના છેલ્લા ગવર્નર-જનરલ હતાં

3. 3. 1857ના વિપ્લવ દરમ્યાન અંગ્રેજ અફસર, કર્નલ ઓનસેલે બનારસ કબજે કર્યું.

A. 1, 2 અને 3

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (B) ફક્ત 1 અને 3

45. કેબીનેટ મિશન યોજના હેઠળ નીચેના પૈકી કયો/યા પ્રસ્તાવ કરવામાં આવ્યો / આવ્યાં હતો / હતાં? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. એક જ બંધારણ ધરાવતા પ્રાંતોના ત્રણ જૂથો માટે જોગવાઈ કરવામાં આવી હતી.

2. 2. વચગાળાની સરકાર સ્થાપવા માટેની દરખાસ્તની પરિકલ્પના કરવામાં આવી હતી.

3. 3. બાકી રહેતી સત્તાઓ ભારતસંઘના હવાલા હેઠળ રહેશે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 2

46. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પહેલાં નીચેના પૈકી કયા રાજકીય સંગઠનોની સ્થાપના થઈ હતી? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. ભારતીય સંગઠન (ઈન્ડીયન એસોશીયેશન), કલકત્તા

2. 2. સાર્વજનિક સભા, પૂના

3. 3. મહાજન સભા, મદ્રાસ

A. 1, 2 અને 3

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 1 અને 3

Answer: (A) 1, 2 અને 3

47. ભારતમાં અંગ્રેજ સરકાર દરમ્યાન આદિવાસી બળવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. રમ્પા વિદ્રોહ અંગ્રેજ સરકારના નવા પ્રતિબંધક જંગલ નિયમોની સામે હતો.

2. 2. બંકીમચંદ્ર ચેટરજીની “આનંદમઠ” સંન્યાસી વિદ્રોહ આધારીત હતી.

3. 3. મુન્ડા વિદ્રોહ દરમ્યાન બિરસા મુન્ડાએ પોતે ઈશ્વરના પ્રતિનિધિ હોવાનું જાહેર કર્યું.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

48. ભારતમાં વસાહતી શાસનના સંદર્ભે ઈલબર્ટ બિલમાં શું માંગવામાં આવ્યું હતું? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

A. જ્યાં સુધી અદાલતોની ફોજદારી હકૂમતને લાગેવળગે છે ત્યાં સુધી ભારતીયો અને યુરોપીયનોને સમકક્ષ લાવવાં.

B. સ્થાનિક વર્તમાનપત્રોની સ્વતંત્રતા ઉપર કડક નિયંત્રણો મૂકવા કારણ કે તેને વસાહતી શાસકોના વિરોધી હોવા તરીકે જોવામાં આવતાં હતાં.

C. શસ્ત્ર અધિનિયમમાં સુધારો કરી સ્થાનિક ભારતીયોને શસ્ત્ર રાખવા દેવાની પરવાનગી આપવી.

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં.

Answer: (A) જ્યાં સુધી અદાલતોની ફોજદારી હકૂમતને લાગેવળગે છે ત્યાં સુધી ભારતીયો અને યુરોપીયનોને સમકક્ષ લાવવાં.