73. ઈન્દુલાલ યાજ્ઞિક વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))
1. 1. તેમણે અંગ્રેજી ભાષાનું સામાયિક Young India મુંબઈથી પ્રકાશિત કર્યું હતું.
2. 2. તેમણે ગાંધીજી દ્વારા નેતૃત્વ કરવામાં આવેલ ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.
3. 3. તેમણે અખિલ ભારતીય કિસાન સભાની રચનામાં સક્રિય આગેવાની લીધી હતી અને તેના પ્રથમ સત્રમાં ભાગ લીધો હતો.
4. 4. તેમણે નૂતન મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી. - નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. માત્ર 2, 3 અને 4
B. માત્ર 1, 3 અને 4
C. માત્ર 3 અને 4
D. 1, 2, 3 અને 4
Answer: (D) 1, 2, 3 અને 4
74. ખેડા સત્યાગ્રહ ક્યા કારણસર કરવામાં આવેલ હતો? (AE (Electrical), Class-2)
A. મિલ કામદારો, ખેતરમાં કામ કરતા મજૂરોના વેતન માટે
B. અતિવૃષ્ટિને કારણે મહેસુલ મુલત્વી રાખવા માટે
C. ખેડુત આગેવાનોની ધરપકડના વિરોધમાં
D. ખેડુત આગેવાનોની ધરપકડના વિરોધમાં
Answer: (B) અતિવૃષ્ટિને કારણે મહેસુલ મુલત્વી રાખવા માટે
75. ખેડા સત્યાગ્રહ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો ઉત્તર પસંદ કરો. (AO, Class-2)
1. 1. તે ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ હતો.
2. 2. ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો હતો.
3. 3. મોહનલાલ પંડ્યા જેવા સ્થાનિક નેતાઓએ તેની શરૂઆત કરી હતી.
4. 4. ગાંધીજીના મત અનુસાર, સત્યાગ્રહનો અંત 'સુખદ” ન હતો
A. માત્ર 1, 2 અને 3
B. માત્ર 2, અને 3
C. માત્ર 1, 2 અને 4
D. 1, 2, 3 અને 4
Answer: (D) 1, 2, 3 અને 4
76. મહાત્મા ગાંધી દ્વારા ખેડાના ખેડૂતો વતી સત્યાગ્રહ કરવા પાછળ કયું કારણ હતું? (DEE(Electrical), GMC Class-2)
A. દુષ્કાળ પડવા છતાં પણ વહીવટીતંત્ર દ્વારા જમીન મહેસૂલની ઉઘરાણી મુલતવી રાખવામાં આવી ન હતી.
B. વહીવટીતંત્ર એ ગુજરાતમાં કાયમી જમાબંદી લાદવાની દરખાસ્ત કરી હતી.
C. (A) તથા (B) બંને
D. (A) અથવા (B) એકપણ નહીં
Answer: (A) દુષ્કાળ પડવા છતાં પણ વહીવટીતંત્ર દ્વારા જમીન મહેસૂલની ઉઘરાણી મુલતવી રાખવામાં આવી ન હતી.
77. ક્યા ચાર રાજ્યોએ શરૂઆતમાં 1947માં ભારતીય સંઘ સાથે સંકલિત થવાનો ઈન્કાર કર્યો હતો? (GAS,AO,GCT)
1. (1) ત્રવનકોર (તિરુવિતામકૂર) - (2) હૈદરાબાદ
2. (3) જમ્મુ કાશ્મીર - (4) જુનાગઢ
3. (5) બરોડા - (6) પાલીતાણા
4. નિમ્નલિખિત સંકેતોમાંથી ખરો જવાબ પંસદ કરો
A. 1, 2, 3 અને 4
B. 2, 3, 4 અને 5
C. 3, 4, 5 અને 6
D. 2, 3, 4 અને 6
Answer: (A) 1, 2, 3 અને 4
78. . મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના _ને “પેજ આફ્ટર પેજ ઓફ થીનલી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ” (“page after page of thinly disguised official whitewash") કહ્યો. (GAS Class‐I & GCS Class I & I)
A. સાઈમન કમીશન
B. હન્ટર કમીશન
C. અચીસન કમીશન
D. ઉપરના પૈકી કોઈ નહીં
79. ગાંધીજીએ “સવાઈ ગુજરાતી” નું બિરુદ કોને આપ્યું હતું? (Municipal Chief Officer , Class-II)
A. વિનોબા ભાવે
B. સ્વામી આનંદ
C. કાકા કાલેલકર
D. ધર્માનંદ કોસંબી
80. અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત “જ્યોતિસંઘ” નામે સંસ્થાનું ઉદ્ઘાટન અને નામકરણ કોણે કરેલું છે? (MAO, Class-II (ARV)
A. મૃદુલાબેન સારાભાઈ
B. જ્યોતિબા ફૂલે
C. મહારાણી ચીમનાબાઈ પહેલા
D. મહાત્મા ગાંધી
Answer: (D) મહાત્મા ગાંધી