Exam Questions

65. ધન વિધેયક સંદર્ભે નીચેનામાંથી શું સાચુ નથી?

A. નાણા વિધેયક રાજ્યની પરિષદમાં રજૂ કરવામાં આવતુ નથી.

B. લોક ગૃહમાં પસાર થયા પછી, તે રાજ્યની પરિષદમાં પ્રસારિત થાય છે.

C. રાજ્યની પરિષદ સૂચનો સાથે ત્રીસ દિવસમાં વિધેયક પરત કરે છે.

D. લોક ગૃહ જે રાજ્ય પરિષદના કોઈ સૂચનો નહિ સ્વીકારે તો નાણા વિધેયક પસાર કરવામાં આવી ગયુ છે, એવું માનવામાં આવશે.

Answer: (C) રાજ્યની પરિષદ સૂચનો સાથે ત્રીસ દિવસમાં વિધેયક પરત કરે છે.

66. સૂચિ-I અને સૂચિ-II ને યોગ્ય રીતે જોડો. સૂચિ-I – અનુચ્છેદ - સૂચિ-II - જોગવાઈ

1. 1. અનુચ્છેદ 262 - i. રાજ્યો અંતર્ગતની નદીઓના પાણીને લગતા વિવાદના ચૂકાદા

2. 2. અનુચ્છેદ 280 - ii. વિત્ત આયોગ

3. 3. અનુચ્છેદ 300 - Iii. મિલકતનો અધિકાર

4. 4. અનુચ્છેદ 315 - iv. જાહેર સેવા આયોગ

A. 1-iv, 2-iii, 3-ii, 4-i

B. 1-i, 2-ii, 3-iii, 4-iv

C. 1-ii, 2-iii, 3-iv, 4-i

D. 1-iii, 2-iv, 3-ii, 4-i

Answer: (B) 1-i, 2-ii, 3-iii, 4-iv

67. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?

A. 54

B. 55

C. 56

D. 57

Answer: (C) 56

68. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરે છે ?

1. 1. લોકસભાના સભ્યશ્રીઓ

2. 2. રાજ્યસભાના સભ્યશ્રીઓ

3. 3. રાજ્યની વિધાન સભાના સભ્યશ્રીઓ

4. 4. ભારતના મતદાન કરી શકે તેવા નાગરિકો

A. 1 અને 2

B. 1 અને 3

C. 2 અને 3

D. 1 અને 4

Answer: (A) 1 અને 2

69. એક બાબત જે રાજ્યસભાને વિધાનપરિષદથી અલગ પાડે છે તે…………………. છે.

A. પરોક્ષ ચૂંટણી

B. મહાભિયોગની સત્તા

C. સભ્યોનુંનામાંકન

D. સભ્યપદની મુદત

Answer: (B) મહાભિયોગની સત્તા

70. ભારતીય સંસદની સત્તા સંદર્ભે નીચેનામાંથી શું સાચુ છે?

A. કાયદા દ્વારા સંસદ કોઈ પણ રાજ્યનો વિસ્તાર વધારી શકે છે.

B. કાયદા દ્વારા સંસદ કોઈ પણ રાજ્યનો વિસ્તાર ઘટાડી શકે છે.

C. કાયદા દ્વારા સંસદ કોઈ પણ રાજ્યની સીમા બદલી શકે છે.

D. ઉપરોક્ત તમામ સાચા છે.

Answer: (D) ઉપરોક્ત તમામ સાચા છે.

71. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે નીચેનામાંથી કયું સાચુ નથી?

A. નિર્વાચિત મતદાર દ્વારા ચૂંટાય છે.

B. એક હસ્તાંતરણપાત્ર મત દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ.

C. ચૂંટણી ખુલ્લા મત પત્રક દ્વારા રહેશે.

D. પાંચ વર્ષની અવધિનો હોદ્દો રહેશે.

Answer: (C) ચૂંટણી ખુલ્લા મત પત્રક દ્વારા રહેશે.

72. “રાજ્યમાં ભારતની સરકાર, સંસદ, રાજ્ય, રાજ્યની વિધાન મંડળ તથા સરકારના નિયંત્રણ હેઠળની તમામ સ્થાનિક અને બીજા સત્તામંડળોનો સમાવેશ થાય છે.” આ બાબત બંધારણના કયા આર્ટીકલમાં દર્શાવેલ છે?

A. 15

B. 14

C. 13

D. 12

Answer: (D) 12