Exam Questions

49. ધી ઓલ ઈન્ડીયા જ્યુડીશિયલ સર્વિસ (AIJS) તાજેતરમાં સમાચારમાં હતી. નીચેના વાક્યો AIJSના સંદર્ભમાં તપાસો.

1. 1.AIJS નો વિચાર (idea) ભારતના બંધારણના 42માં સુધારાથી ઉમેરવામાં આવ્યો.

2. 2. AIJS માં જિલ્લા ન્યાયાધીશથી નીચલી કક્ષાના હોદ્દાનો સમાવેશ થશે નહિં

3. 3. ભારતમાં AIJS ના નિર્માણ માટે રાજ્યોની પરિષદો દ્વારા ખરડાથી પસાર કરાયેલ હોવી જોઈએ, જેમાં પરિષદના 2/3 કરતાં ઓછા ન હોય તેટલા સભ્યોએ હાજર રહી મત આપી સમર્થન કરેલ હોવું જોઈએ.

4. ઉક્ત આપેલ વિધાનો પૈકી કયુ વિધાન સાચું છે ?

A. ફક્ત 1 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 2

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

50. 'ભારત માટે સમવાયી માળખું' નીચે આપેલા કાયદાઓ પૈકી કયા કાયદાથી પ્રથમ વખત દાખલ કરવામાં આવ્યું ?

A. ચાર્ટર એક્ટ ઓફ 1853

B. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીયા એક્ટ 1958

C. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીયા એક્ટ 1935

D. ચાર્ટર એક્ટ ઓફ 1833

Answer: (C) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીયા એક્ટ 1935

51. ભારતના ઉપરાષ્ટ્રપતિના સંદર્ભે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

A. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે, પરંતુ કાર્યકાળ પૂરો થયા પછી પણ, તેમના અનુગામી આવે નહીં, ત્યા સુધી પદ ઉપર ચાલુ રહી શકે છે.

B. ઉપરાષ્ટ્રાપતિનો કાર્યકાળ પૂરો થાય અને પદ ખાલી પડે તો એ દાયિત્વ કોણ નિભાવે તે બાબતનો બંધારણમાં ઉલ્લેખ નથી.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

52. નીચેના પૈકી કયું છે ક્યાં વિધાન / વિધાનો ખોટું /ખોટાં છે?

A. નાણાકીય વિધેયક (Mondy Bill) સર્વ પ્રથમ લોકસભામાં રજૂ થાય છે.

B. “જાહેર વિત્તય વિધેયક' (Finance Bill) રાષ્ટ્રપતિની પૂર્વસંમતિથી રજૂ થાય છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં.

Answer: (D) (A) અને (B) પૈકી કોઈ નહીં.

53. 'જમ્મૂ-કાશ્મીર' રાજ્યમાં રાષ્ટ્રપતિ-શાસન ની જોગવાઈના આધારે લાગૂ પડે છે.

1. 1. ભારતનું બંધારણ

2. 2. જમ્મૂ અને કાશ્મીર રાજ્યનું બંધારણ

3. 3. રાષ્ટ્રપતિનો હુકમ

4. 4. રાજ્યની વિધાનસભાનો કાનૂન

A. ફક્ત 1

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 2

D. ફક્ત 2, 3 અને 4

Answer: (C) ફક્ત 2

54. નીચેના વિધાનો પર વિચારણા કરો.

1. 1. વિવિધ રાજ્યોની વસ્તીના ધોરણે રાજ્યસભામાં તે રાજ્યમાંથી સભ્યો પ્રતિનિધિત્વ કરે છે.

2. 2. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટસને કેન્દ્રિય તથા રાજ્યો - બંનેના કાયદાનું પાલન કરાવવાનો અધિકાર છે.

3. ઉપર દર્શાવેલ પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

A. એકપણ નહીં

B. બંને

C. પહેલું

D. બીજું

Answer: (B) બંને

55. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?

A. 54

B. 55

C. 56

D. 57

Answer: (C) 56

56. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરે છે ?

1. 1. લોકસભાના સભ્યશ્રીઓ

2. 2. રાજ્યસભાના સભ્યશ્રીઓ

3. 3. રાજ્યની વિધાન સભાના સભ્યશ્રીઓ

4. 4. ભારતના મતદાન કરી શકે તેવા નાગરિકો

A. 1 અને 2

B. 1 અને 3

C. 2 અને 3

D. 1 અને 4

Answer: (A) 1 અને 2