Exam Questions

89. દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની જોગવાઈ કરવી ફરજીયાત છે. આ જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે?

A. 243 - A

B. 243 - B

C. 243 - C

D. 243 – D

Answer: (B) 243 - B

90. 74 મા સુધારા અધિનિયમને અનુલક્ષીને નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. 1. તે નાના શહેરી વિસ્તાર માટે નગર પંચાયતનું સૂચન કરે છે.

2. 2. તે મોટા શહેરી વિસ્તાર માટે મહાનગર પાલિકનાની જોગાવઈ કરે છે.

3. 3. આ અધિનિયમ એ રાજ્યના અનુસૂચિત ક્ષેત્રો તથા જનજાતિ ક્ષેત્રોને લાગુ પડતો નથી.

4. ઉપરના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 3

D. 1, 2 અને 3

Answer: (B) માત્ર 2 અને 3

91. 97મા સુધારા અધિનિયમ, 2011 અન્વયે રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતોમાં કઈ બાબત લગતો ઉમેરો કરવામાં આવ્યો?

A. પંચાયત ચૂંટણીઓ

B. સહકારી મંડળીઓ

C. શિક્ષણ

D. સ્વાસ્થ્ય

Answer: (B) સહકારી મંડળીઓ

92. ભારતના લોકશાહી વિકેન્દ્રીકરણના કેન્દ્ર તરીકે ગામડાઓને લેવા બાબતના સૌથી ગંભીર ટીકાકાર નીચેના પૈકી કોણ હતા?

A. જયપ્રકાશ નારાયણ

B. બી. આર. આંબેડકર

C. લાલ બહાદૂર શાસ્ત્રી

D. રામ મનોહર લોહિયા

Answer: (B) બી. આર. આંબેડકર

93. ગ્રામ પંચાયતોની રચના કરવા માટે રાજ્ય પગલાં ભરશે અને સ્વરાજ્યના એકમો તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકાર આપશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં છે?

A. અનુચ્છેદ -39

B. અનુચ્છેદ - 40

C. અનુચ્છેદ - 42

D. અનુચ્છેદ - 48-ક

Answer: (B) અનુચ્છેદ - 40

94. ગ્રામસભા, ગ્રામ્ય સ્તરે કોના દ્વારા નિયત કરાયેલ જોગવાઈ અનુસાર સત્તાઓ વાપરી શકે છે અને કાર્યો કરી શકે છે?

A. સંબંધિત જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી

B. વિકાસ કમિશનર

C. પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ

D. રાજ્ય વિધાનમંડળ કાયદાથી જોગવાઈ કરે તે મુજબ

Answer: (D) રાજ્ય વિધાનમંડળ કાયદાથી જોગવાઈ કરે તે મુજબ

95. ધારણની અનુસૂચિ-6 (છ) આદિજાતિ વિસ્તારોના વહીવટ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

A. આદિજાતિ વિસ્તારોની ગ્રામ સભા વધુ સત્તા ધરાવતી નથી.

B. તેમાં રીત રિવાજોની દખલગીરી ન હતી.

C. શાસન સત્તા જનજાતિય જાતિઓને માન્ય કરે છે.

D. ઉપર પૈકી કોઈ નહિં

Answer: (A) આદિજાતિ વિસ્તારોની ગ્રામ સભા વધુ સત્તા ધરાવતી નથી.

96. પંચાયતની મુદત……………… ની તારીખથી પાંચ વર્ષ માટે રહેશે.

A. પંચાયતની ચૂંટણી કરવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ થયાથી

B. ચૂંટણીના પરિણામોની જાહેરાત

C. તેની પ્રથમ બેઠક

D. ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા હોદ્દાના શપથ લેવા

Answer: (C) તેની પ્રથમ બેઠક