Exam Questions

9. કરવેરાઓ અને સરકારી વેપાર-વાણિજ્યના વળતર દ્વારા કેન્દ્ર સરકારને થયેલી તમામ આવકો માં જમા કરવામાં આવે છે.

A. ભારતનું આકસ્મિક ફંડ

B. જાહેર હિસાબ

C. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

10. બંને ગૃહોની સંયુક્ત બેઠક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ની સંયુક્ત બેઠક રાજ્યસભાના નિયમાનુસાર નહીં પરંતુ લોકસભાના નિયમાનુસાર થાય છે.

2. 2. સંયુક્ત બેઠકનું કોરમ લોકસભા અને રાજ્યસભાના કુલ સભ્યોનું 1/10 છે.

3. 3. અત્યારસુધી લોકસભા અને રાજ્યસભાની ફક્ત ત્રણ સંયુક્ત બેઠકો થઈ છે.

4. 4. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા લોકસભાના સ્પીકર કરે છે.

A. ફક્ત 1, 2 અને 4

B. ફક્ત 2, 3 અને 4

C. ફક્ત 1, 2 અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (A) ફક્ત 1, 2 અને 4

11. જોડકા જોડો.

1. 1. ભારતનું એકત્રિત ફંડ - a. અણધાર્યો ખર્ચ

2. 2. આકસ્મિક ફંડ - b. તમામ મહેસૂલી આવકો, ઉભી કરવામાં આવેલી લોન અને લોનની વસુલાત

3. 3. જાહેર હિસાબ - c. કામગીરીખર્ચને પહોંચી વળવા માટેનું ઉચ્ચક અનુદાન

4. 4. લેખાનુદાન - d. પ્રોવિડન્ટ ફંડ, નાની બચત અને અન્ય થાપણો અન્વયે થયેલી આવક

A. 1-b, 2-c, 3-a, 4-d

B. 1-b, 2-a, 3-c, 4-d

C. 1-a, 2b, 3-c, 4-d

D. 1-b, 2-a, 3d, 4-c

Answer: (D) 1-b, 2-a, 3d, 4-c

12. લોકસભામાં રાજકીય પક્ષને તેના સભ્યને વિરોધપક્ષના નેતા તરીકે ચૂંટવા માટે ઓછામાં ઓછી કેટલા ટકા બેઠકો જરૂરી છે?

A. 10%

B. 15%

C. 20%

D. લોકસભામાં રાજકીય પક્ષને 75 સભ્યો હોવા આવશ્યક છે

Answer: (A) 10%

13. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

1. 1. ભારતના વડાપ્રધાનને દૂર કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતના બંધારણમાં કરવામાં આવી નથી.

2. 2. રાજ્યના રાજ્યપાલને દૂર કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતના બંધારણમાં કરવામાં આવી છે.

3. 3. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકને દૂર કરવા માટેની પ્રક્રિયા ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા માટેની પ્રક્રિયા જેવી જ સરખી છે.

A. ફક્ત 1

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer:

14. સમવાયી પ્રથા અસપ્રમાણ છે જ્યાં તે તેના અલગ એલગ એકમોને ભિન્ન હક્કો પ્રદાન કરે છે. નીચેના પૈકી કયું / કયા રાજ્યો ભારતીય સંવિધાન હેઠળ અસપ્રમાણતાના કિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે?

A. જમ્મુ અને કાશ્મિર

B. સિક્કિમ

C. નાગાલૅન્ડ

D. ઉપરના તમામ

Answer: (D) ઉપરના તમામ

15. ભારતની આંતરરાજ્ય કાઉન્સિલ બાબતે નીચેના પૈકી કયું છે કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

1. 1. ભારતના વડાપ્રધાન આ કાઉન્સિલના અધ્યક્ષ છે.

2. 2. વિધાનસભા ધરાવતાં કેન્દ્રશાસિત વિસ્તારોના મુખ્યમંત્રીઓ અને વિધાનસભા ન ધરાવતા કેન્દ્રશાસિત વિસ્તારોનાં વહીવટદારો આ કાઉન્સિલના સભ્યો છે.

3. 3. કેબીનેટ કક્ષાના 10 કેન્દ્રિય મંત્રીઓને આ કાઉન્સિલમાં સભ્ય તરીકે વડાપ્રધાન દ્વારા નામાંકિત કરવામાં આવશે.

A. ફક્ત 2

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 2 અને 3

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) ફક્ત 1 અને 2

16. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે?

1. 1. મૂળ અનુદાન (Original Grant) - વાર્ષિક નાણાકીય પત્રકમાં કોઈપણ સેવા માટે જોગવાઈ કરવામાં આવેલ રકમ

2. 2. તિજોરી બિલો - સંઘ સરકાર વતી રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ

3. 3. નીતિવિષયક કાપ દરખાસ્ત - માગણીની રકમનો ઘટાડો રૂપિયા 100 કરવામાં આવે છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 3

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (C) ફક્ત 3