Exam Questions

33. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો. નીચેના વિધાન/વિધાનો પૈકી કયું વિધાન/ વિધાનો સાચું/સાચાં છે.

1. 1. તેની સ્થાપના વર્ષ 1963માં થઈ હતી.

2. 2. દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે “મિશન સહકાર-22'ની શરૂઆત તેના દ્વારા કરવામાં આવેલ છે.

3. 3. નિગમ દ્વારા “યુવા સહકાર ઉદ્યમ સહયોગ અને નવાચાર યોજના'ની શરૂઆત કરવામાં આવેલ છે.

A. 1 અને 3

B. 1 અને 2

C. 1, 2 અને 3

D. 2 અને 3

Answer: (C) 1, 2 અને 3

34. રાષ્ટ્રીય ગોકુલ મીશન (Rashtriya Gokul Mission) સંદર્ભમાં, નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે?

1. (1) દેશી પશુઓનું યોગ્ય સંવર્ધન કરવું જેથી સારી જાતની, વધારે યોગ્ય ઓલાદ મળી શકે.

2. (2) સારી ઓલાદના આખલા ઉછે૨વા જેથી આખરે દૂધની માત્રા અને ગુણવત્તા સુધરે.

A. માત્ર 1 વાક્ય યોગ્ય છે.

B. માત્ર 2 વાક્ય યોગ્ય છે.

C. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.

D. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.

Answer: (C) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.

35. નીચેના વિધાનો વાંચો.

1. (1) ભારતમાં ખેતી ક્ષેત્ર સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે.

2. (2) ભારતમાં સૌથી વધુ રોજગારી અસંગઠીત ક્ષેત્રે પ્રાપ્ત થાય છે.

3. (3) ભારતમાં ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટતું જાય છે.

4. (4) ભારતમાં ખેતી ક્ષેત્રે સ્ત્રીઓના રોજગારીના પ્રમાણમા ઝડપી ઘટાડો થતો નથી.

A. 1, 2, 3 અને 4

B. 1, 3 અને 4

C. 2 અને 4

D. 1 અને 3

Answer: (A) 1, 2, 3 અને 4

36. નીચેના પૈકી કયું રાજ્ય એ સૌ પ્રથમ રાજ્ય છે કે જેણે શાકભાજી અને ફળો માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કર્યા છે?

A. ગુજરાત

B. કર્ણાટક

C. કેરળ

D. ઉપરના પૈકી એકપણ નહીં

Answer: (C) કેરળ

37. તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી છે. આ યોજના......... સંબધિત છે.

A. ખેડૂતોને સૌર પેનલ

B. ખેડૂતો માટે દિવસ દરમ્યાન વિદ્યુત ઊર્જા

C. ખેડૂતો માટે સૌર પંપ સેટ

D. ખેડૂતો માટે જળવિભાજક (Watershed) યોજના

Answer: (B) ખેડૂતો માટે દિવસ દરમ્યાન વિદ્યુત ઊર્જા

38. અશોક દલાવાઈ સમિતિ એ સાથે સંબંધિત છે.

A. રેલ સલામતી

B. શહેરી વિસ્તારોમાં ખાદ્ય સુરક્ષા

C. ખેડૂતની આવક બમણી કરવા

D. સંરક્શન પ્રાપ્તિ (Defence Procurement)

Answer: (C) ખેડૂતની આવક બમણી કરવા

39. પશુધન વસ્તી ગણતરી 2019 પ્રમાણે ભારતના પશુધનમાં નો વધારો થયો છે.

A. 4.6%

B. 5.6%

C. 6.6%

D. 7.6%

Answer: (A) 4.6%

40. ભારતના અર્થતંત્ર બાબતે નીચેના જોડકાં જોડો.

1. (a) પીળી ક્રાંતિ (i) તેલીબીયાં

2. (b) શ્વેતક્રાંતિ (ii) દુધ

3. (c) રાઉન્ડ ક્રાંતિ (ii) ઇંડા

4. (d) રજત ક્રાંતિ (iv) બટાકા

A. a-iv, b-ii, c-iii, d-i

B. a-i, b-ii, -iv, d-iii

C. a-iii, b-ii, c-iv, d-I

D. a-i, b-iv, c-ii, d-iii

Answer: (B) a-i, b-ii, -iv, d-iii