Exam Questions

89. "પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના” બાબતે નીચેના પૈકી કયું/ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

A. આ યોજના અંતર્ગત ખેડૂતોએ વર્ષની કોઈપણ ઋતુમાં પકવેલા કોઈપણ પાક માટે 2% ના સમાન દરે પ્રીમીયમ ભરવું પડશે.

B. આ યોજના ભૂતકાળમાં ચક્રવાત કે કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનો સમાવેશ કરી લે છે.

C. (A) તથા (B) બંને

D. (A) અને (B) બંને પૈકી કોઈ નહીં

Answer: (D) (A) અને (B) બંને પૈકી કોઈ નહીં

90. કૃષિ સબસીડી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

A. ખાતરની સબસીડીનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.

B. પાણીની સબસીડીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.

C. (A) તથા (B) બંને

D. (A) અને (B) બંને પૈકી કોઈ નહીં

Answer: (C) (A) તથા (B) બંને

91. ભારતમાં ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રની બાબતમાં નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

1. 1. સંપદા (SAMPADA) યોજના 2017માં લાગુ કરવામાં આવી.

2. in. સંપદા (SAMPADA) યોજના મેઘા ફૂડ પાર્ક, સંકલિત કોલ્ડ સ્ટોરેજ ચેન વગેરે માટેની છત્ર યોજના છે.

3. iii. ફૂડ પ્રોસેસીંગ એકમો માટે એફડીઆઈ (FDI) ની 59% સુધીની મંજૂરી ઉપલબ્ધ છે.

A. ફક્ત i અને ii

B. ફક્ત ii અને iii

C. ફક્ત i અને iii

D. i, ii અને iii

Answer: (A) ફક્ત i અને ii

92. ફૂડ પ્રોસેસીંગ મંત્રાલય (Ministry of Food Processing Industries) (MOFPI) નવી દિલ્હી ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં મૂડી રોકાણ અને અન્ય સબસીડી માટે અનેક યોજનાઓ ધરાવે છે. ગુજરાતમાં કઈ એજન્સી MOFPI ની યોજનાઓના અમલીકરણ માટેની નોડલ એજન્સી છે?

A. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ

B. ગુજરાત એગ્રીકલ્ચરલ એન્ડ ફાર્મ્સ બોર્ડ

C. કૃષિ નિયામકની કચેરી, ગુજરાત

D. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગુજરાત પ્રાદેશિક કચેરી

Answer: (A) ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ

93. ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ હતા?

A. વર્ગીસ કુરીયન

B. એચ. એમ. દલાયા

C. એમ. એસ. સ્વામીનાથન

D. ત્રિભોવનદાસ પટેલ

Answer: (C) એમ. એસ. સ્વામીનાથન

94. સુધારણાના યુગમાં નીચેના પૈકી કયા દસ્તાવેજોએ કૃષિને સત્તાવાર રીતે ઉદ્યોગ તરીકે ઘોષિત કર્યો છે?

A. નેશનલ એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ સ્કીમ, 1999

B. છઠ્ઠું આયોજન પંચ

C. નેશનલ એગ્રીકલ્ચર પોલીસી, 2000

D. કર સુધારણા આયોગ, 2000

Answer: (B) છઠ્ઠું આયોજન પંચ

95. વર્ષ 2018-19 માટેના બાગાયત ઉત્પાદનના રાજ્યવાર ડેટા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે તેમાં શાકભાજી અને ફળોની કક્ષામાં નીચેના પૈકી કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલ છે?

A. પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ

B. કેરળ અને કર્ણાટક

C. તમિલનાડુ અને ઓરિસ્સા

D. તમિલનાડુ અને ઓરિસ્સા

Answer: (A) પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ

96. રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000 ને જમીન સુધારણા માટેના પગલા તરીકે અગત્યતા આપે છે.

A. ગણોત સુધારા

B. સહકારી ખેતી

C. જમીન ખાતાઓનું એકત્રીકરણ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) જમીન ખાતાઓનું એકત્રીકરણ