1. મહારત્ન દરજ્જો મંજુર કરવા માટે ધ્યાનમાં લેવામાં આવતા માપદંડ કયા છે?
(GAS 47/ 22-23)
1. 1. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન રૂા. 25000 કરોડથી વધારે સરેરાશ વાર્ષિક વકરો (turnover)
2. 2. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન રૂા. 15000 કરોડથી વધુ સરેરાશ વાર્ષિક ચોખ્ખું મૂલ્ય (networth)
3. 3. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કરવેરાની કપાત બાદ રૂા. 5000 કરોડથી વધુ સરેરાશ વાર્ષિક ચોખ્ખો નફો
4. 4. નોંધપાત્ર વૈશ્વિક પ્રતિભા (Presence)/આંતરરાષ્ટ્રીય સંચાલન હોવું જોઈએ.
A. 1 અને 2
B. 2 અને 3
C. 3 અને 4
D. 1, 2, 3 અને 4
Answer: (D) 1, 2, 3 અને 4
2. વિધાનો ચકાસો. (GAS 47/ 22-23)
1. 1. સૂક્ષ્મ-ઉદ્યોગ સાહસઃ કારખાના અને યંત્ર સામગ્રી અથવા સાધનોમાં રોકાણ રૂા. 1 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક વકરો (turnover) રૂા. 5 કરોડથી વધુ ન હોય.
2. 2. લઘુ-ઉદ્યોગ સાહસઃ કારખાના અને યંત્ર સામગ્રી અથવા સાધનોમાં રોકાણ રૂા. 10 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક વકરો રૂા. 50 કરોડથી વધુ ન હોય.
3. 3. મધ્યમ-ઉદ્યોગ સાહસ કારખાના અને યંત્ર સામગ્રી અથવા સાધનોમાં રોકાણ રૂા. 50 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક વકરો રૂા. 250 કરોડથી વધુ ન હોય.
4. સાચો ઉત્તર કોડ પસંદ કરો.
A. માત્ર 1 સાચું છે.
B. માત્ર 2 સાચું છે.
C. માત્ર 3 સાચું છે.
D. 1, 2 અને 3 તમામ સાચાં છે.
Answer: (D) 1, 2 અને 3 તમામ સાચાં છે.
3. શૅર વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GAS 26/20-21)
A. ઈક્વીટી શૅર તેમના ધારકને કંપનીમાં થતી કમાણી અને નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે.
B. પ્રેફરન્સ શૅર તેમના ધારકોને માત્ર ડિવિડન્ડ કમાવવાનો જ અધિકાર આપે છે કે જે નિયત કરેલું હોય છે.
C. (A) અને (B) અને
D. (A) અને (B) પૈકી કોઈ નહીં
Answer: (A) ઈક્વીટી શૅર તેમના ધારકને કંપનીમાં થતી કમાણી અને નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે.
4. જાહેર ખાનગી ભાગીદારીના મોડલ નીચેનામાંથી કયા છે? (GAS 20/22-23)
1. 1. Build-Operate-Transfer (BOT)
2. 2. Build-Own-Operate (BOO)
3. 3. Build-Operate-Lease-Transfer (BOLT)
4. 4. Design-Build-Finance-Operate-Transfer (DBFOT) -
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.
A. 1, 2 અને 3
B. 2, 3 અને 4
C. 1, 3 અને 4
D. ઉપરોક્ત તમામ
5. નીચેના વિધાનો ધ્યાન પર લો: (GAS 20/22-23)
1. 1. જ્યારે સરકાર તેના 5% શેર વેચે છે ત્યારે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થાય
2. 2. અબીદ હુસૈન સમિતિએ ઉદ્યોગમાં નાના પાયાના ક્ષેત્રની વસ્તુઓનું આરક્ષણ નાબૂદ કરવાની ભલામણ કરી હતી. ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
A. માત્ર 1
B. માત્ર 2
C. 1 અને 2 બંને
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
6. જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS 26/20-21)
1. પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શૅર વેચવા વિનિવેશની પ્રથમ પધ્ધતિ હતી.
2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પધ્ધતિ હતી.
3. પ્રથમ પધ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી
4. બીજી પધ્ધતિ 1999-2000 થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
A. 1, 2, 3 અને 4
B. માત્ર 2, 3 અને 4
C. માત્ર 1, 2 અને 4
D. માત્ર 1 અને 3
Answer: (A) 1, 2, 3 અને 4
7. નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો(GAS 30/ 21-22)
1. 1. નવરત્ન - a) રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમીટેડ
2. 2. શ્રેણી-I મિનીરત્ન - b) 300 કરોડ રૂપિયા સુધી સરકારની મંજૂરી વિના મૂડી ખર્ચ કરવા માટે નાણાકીય સ્વાયત્તતા
3. 3. શ્રેણી-II મિનીરત્ન - c) 150 કરોડ રૂપિયા સુધી સરકારની મંજૂરી વિના મૂડી ખર્ચ કરવા માટે નાણાકીય સ્વાયત્તતા
4. 4. મહારત્ન - d) પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમીટેડ
A. 1-a, 2b, 3-c, 4-d
B. 1d, 2-c, 3-b, 4-a
C. 1-c, 2 b, 3-a, 4 – d
D. 1d, 2 a, 3 - c, 4 – b
Answer: (A) 1-a, 2b, 3-c, 4-d
8. નીચેના વિધાનો ધ્યાને લો. (GAS 30/ 21-22)
1. વિધાન 1 : ટી-બિલ્સ, કોમર્શિયલ પેપર્સ અને સર્ટીફીકેટ્સ ઓફ ડીપોઝીટ્સ એ નાણાં બજારના સાધનો છે.
2. વિધાન 2: ઈક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને બોન્ડ એ મૂડી બજારના સાધનો છે.
A. વિધાન 1 અને 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી છે.
B. વિધાન 1 અને 2 બંને સાચાં છે પરંતુ વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી નથી.
C. વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે.
D. વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે.
Answer: (B) વિધાન 1 અને 2 બંને સાચાં છે પરંતુ વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી નથી.