17. નેશનલ ફૂડ સીક્યોરીટી એક્ટ, 2013 અંતર્ગત કરવામાં આવેલ જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન /કયાં વિધાનો સાચું/સાચાં છે? (GAS, Class-1, GCS, Class-1 & Class-2 & GMCOS, Class-2)
1. 1. આ અધિનિયમ એ ટાર્ગેટેડ પબ્લીક ડીસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (TPDS) અંતર્ગત 75% સુધીની ગ્રામીણ વસ્તીને અને 50% સુધીની શહેરી વસ્તીને રાહતના દરે અનાજ મેળવવા માટેની જોગવાઈ કરે છે.
2. 2. ભાવ એ કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે નિશ્ચિત કરવામાં આવે છે, પરંતુ તે MSP થી વધવા જોઈએ નહીં.
3. 3. તેમાં સૂચવેલ પોષક ધોરણો અનુસાર 14 વર્ષ સુધીના બાળકો, એ પૌષ્ટિક આહાર મેળવવા અથવા ઘરે સીધું સામાન (રેશન) લઈ જવા માટે હકદાર છે
A. માત્ર 1 અને 2
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 3
D. 1, 2 અને 3
18. GRAMIN AGRICULTURAL MARKETS (GRAMS) બાબતે નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે?
1. 1. તેનો ઉદ્દેશ હાલના 40,000 ગ્રામીણ હાટને Gramin Agriculture Market માં વિકસિત કરવાનો અને ઊંચી કક્ષાએ લઈ જવાનો છે.
2. 2. તે e-NAMS સાથે સંકલિત થશે.
3. 3. તે APMC Act (અધિનિયમ) નિયમનથી અલગ હશે
A. માત્ર 1 અને 3
B. માત્ર 1 અને 2
C. માત્ર 2 અને 3
D. 1, 2 અને 3
Answer: (C) માત્ર 2 અને 3
19. Kisan Urja Suraksha Evem Utthaan Mahabhiyan" (KUSUM) यो४ना विशे नीथेना पैडी युं विधान / કયાં વિધાનો સાચું / સાચાં છે?
1. 1. આ યોજના એ ખેડૂતોને બાયોગેસ વિદ્યુત પ્લાન્ટ (Biogas Electricity Plants) વેચવા વિશેના આયોજન બાબતની છે.
2. 2. આ યોજના એ ખેડૂતોને વધારાની આવક પ્રાપ્ત કરવા અને તેઓને સિંચાઈ સુવિધામાં મદદરૂપ થશે.
A. માત્ર 1
B. માત્ર 2
C. 1 અને 2 બંને
D. 1 અથવા 2 બંને પૈકી એકપણ નહીં
20. સમયગાળાને આધારે ભારતીય ખેડૂતની કૃષિ ધીરાણ (credit) ને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ બાબતમાં નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
1. 1. ટૂંકા ગાળાનું ધિરાણ - 12 મહિનાના સમયગાળા સુધી
2. 2. મધ્યમ ગાળાનું ધિરાણ - 15 માસ થી 5 વર્ષની વચ્ચે
3. 3. લાંબા ગાળાનું ધિરાણ - 5 વર્ષથી વધુ
A. માત્ર 1
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 3
D. માત્ર 3
Answer: (B) માત્ર 2 અને 3
21. ફૂડ પ્રોસેસીંગ મંત્રાલય, નવી દિલ્હી (મીનીસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ) (MOFPI) પાસે ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં મૂડી રોકાણ અને અન્ય સબસીડી માટે અસંખ્ય યોજનાઓ છે. ગુજરાતમાં MOFPI ની યોજનાઓનો અમલ કરવા માટે નોડલ એજન્સી કઈ છે?
A. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ
B. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
C. કૃષિ નિયામકની કચેરી, ગુજરાત
D. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગુજરાત ક્ષેત્રીય કાર્યાલય
Answer: (A) ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ
22. ભારતમાં જમીન સુધારણાના હેતુઓ નીચેના પૈકી કયા છે?
1. 1. મધ્યસ્થીઓની નાબૂદી
2. 2. ગણોતધારો સુધારા
3. 3. કૃષિનું પુનર્ગઠન
4. 4. વધુ ઉત્પાદન આપતી જાતો
A. માત્ર 1
B. માત્ર 1 અને 2
C. માત્ર 1, 2 અને 3
D. 1,2,3 અને 4
Answer: (C) માત્ર 1, 2 અને 3
23. નીચેના પૈકી વિધાન /વિધાનો એ Mission Organic Value Chain Development for North Eastern Region (MOVCDNER) બાબતે સાચુ છે?
1. 1. તે National Mission for Sustainable Agriculture (NMSA) હેઠળનુ પેટા મીશન છે.
2. 2. જરૂરી માળખાગત તકનીકી અને નાણાંકીય મદદ સાથે પાક વિશિષ્ટ ઓર્ગેનીક ઉત્પાદન ક્લસ્ટર (Crop Specific organic production clusters) વિકસિત કરવું.
3. 3. આ યોજના એ અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં અમલમાં મૂકવામાં આવી છે.
A. માત્ર 1 અને 3
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 2
D. 1,2 અને 3
24. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના સંદર્ભમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન/વિધાનો સાચું/સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો :
1. 1. તેની શરૂઆત વર્ષ 2016માં શરૂ થયેલ છે.
2. 2. કૃષિ લોન લીધેલ ખેડૂતો માટે આ યોજનામાં જોડાવું ફરજિયાત છે.
3. 3. ખાદ્ય પાકો, તેલિબીયાં, વાર્ષિક વાણિજ્યક પાકો અને વાર્ષિક બાગાયતી પાકો આ વીમા હેઠળ સમાવેશ થયેલ છે.
A. 1 અને 3
B. 2 અને 3
C. 1 અને 2
D. 1, 2 અને 3
Answer: (D) 1, 2 અને 3 170