57. કોઈપણ સમયગાળા દરમ્યાન એક દેશ અને બાકીના વિશ્વની વચ્ચેના તમામ આર્થિક વ્યવહારોનો સમાવેશ કરતી ડબલ એન્ટ્રી નામા બેલેન્સ શીટના રૂપમાં રાખેલા વ્યવસ્થિત રેકોર્ડને કહે છે.
A. વેપાર ની ખોટ (Deficit of trade)
B. વેપારની શરતો (Terms of trade)
C. વેપાર સંતુલન (Balance of Trade)
D. ઉપરના પૈકી એકપણ નહીં
Answer: (D) ઉપરના પૈકી એકપણ નહીં
58. ગુજરાતમાં કૃષિ મહોત્સવ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
A. કૃષિ મહોત્સવનો વર્ષ 2000 માં પ્રારંભ થયો.
B. માત્ર લઘુ કક્ષાના ખેડૂતો જ એ કૃષિ મહોત્સવ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાયક ગણાય છે.
C. (A) તથા (B) બંને
D. (A) અથવા (B) એકપણ નહીં
59. FATF પ્રતિબંધો નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
A. Financial Action Task Force (FATF) એ પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં નોંધ્યું છે.
B. તાજેતરમાં FATF ના ગ્રે લીસ્ટમાંથી શ્રીલંકાને દૂર કરવામાં આવ્યું છે.
C. ઉપરના (A) તથા (B) બંને
D. (A) અથવા (B) એક પણ નહિં
Answer: (D) (A) અથવા (B) એક પણ નહિં
60. ભારતમાં વિશ્વબેન્ક દ્વારા પ્રયોજિત નીચે દર્શાવેલ યોજનાઓ પૈકી કઈ યોજનાનો સમાવેશ થતો નથી?
A. સર્વશિક્ષા અભિયાન
B. શુદ્ધ પીવાલાયક પાણીની ઉપલબ્ધતા
C. રાષ્ટ્રીય દૂધ પરિયોજના
D. કૃષિ અને કલ્યાણ યોજનાઓ
Answer: (D) કૃષિ અને કલ્યાણ યોજનાઓ
61. ભારતમાં કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી?
A. Crisil
B. CARE
C. ICRA
D. S&P
62. વર્લ્ડ ઈકોનોમીક ફોરમ દ્વારા જારી કરવામાં આવેલ 2019 ગ્લોબલ કોમ્પીટીટીવનેસ ઈન્ડેક્સ 4.0 અનુસાર ભારત .મા ક્રમે આવ્યું.
63. લેણદેણની તુલા બાબતે નીચેના પૈકી કઈ જોડી ખોટી છે?
1. i. વસ્તુઓ અને સેવાઓની આયાત – ચાલુખાતામાં ઉધાર
2. ii. ટ્રાન્સફર પેમેન્ટની આવક – ચાલુ ખાતામાં જમા
3. iii. સીધા રોકાણની આવક-મૂડી ખાતામાં જમા
4. iv. પોર્ટફોલીયો રોકાણ ચૂકવણી – ચાલુ ખાતામાં ઉધાર
A. ફક્ત i, ii અને iii
B. ફક્ત iv
C. i, ii, iii અને iv
D. ફક્ત ii અને iii
64. ભારતમાં નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણ (Foreign Direct Investment) ની પરવાનગી આપવામાં આવી નથી?
1. i. ચિટ ફંડ (Chit funds)
2. ii. લોટરી વ્યાપાર અને જુગાર
3. iii. સીગાર અને ચીરુટ
4. iv. નીધિ કંપની
A. i, ii, iii અને iv
B. ફક્ત i, ii અને iv
C. ફક્ત i, iii અને iv
D. ફક્ત i, ii અને iii
Answer: (A) i, ii, iii અને iv