42. નીચેના વિધાનો ધ્યાને લો. (GAS 30/ 21-22)
1. વિધાન 1 : બાળ જાતિ ગુણોત્તરને 0 થી 6 વર્ષની વય જૂથમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
2. વિધાન 2 : ભારતમાં 2001 અને 2011 વચ્ચે બાળ જાતિ ગુણોત્તરમાં તીવ્ર વધારો થયો છે.
A. વિધાન 1 અને 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી છે.
B. વિધાન 1 અને 2 બંને સાચાં છે પરંતુ વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી નથી.
C. વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે.
D. વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે.
Answer: (C) વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે.
43. જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ ઊંચો હોય ત્યારે તે તરફ દોરી જાય છે. (GAS 26/20-21)
1. 1. ભાવ સ્તરમાં વધારો
2. 2. ધનવાન લોકો પર ઊંચો કર બોજ
3. 3. ગરીબ લોકો પર ઊંચો કર બોજ
4. 4. કરવેરાની આવકમાં ઘટાડો
A. માત્ર 1 અને 2
B. માત્ર 1 અને 3
C. માત્ર 1, 2 અને 4
D. માત્ર 1, 3 અને 4
Answer: (B) માત્ર 1 અને 3
44. નીચેના નિવેદનો સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો.
1. નિવેદન (A) : 2017 માં ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલ ભારતમાલા પરિયોજના લગભગ 26,000 કિ.મી. લંબાઈના આર્થિક કોરિડોરના વિકાસની કલ્પના કરે છે.
2. નિવેદન (B) : પેટ્રોલ અને ડીઝલ, ટોલ વગેરેમાંથી એકત્ર થયેલા સેસમાંથી ભારતમાલા પરિયોજનાનું ભંડોળ પુરૂં પાડવામાં આવે છે.
A. A અને B બંને વ્યક્તિગત રીતે સાચા છે.
B. A ખોટું છે પણ B સાચું છે.
C. A સાચું છે પણ B ખોટું છે.
D. A અને B બંને વ્યક્તિગત રીતે ખોટા છે.
Answer: (A) A અને B બંને વ્યક્તિગત રીતે સાચા છે
45. જાહેર ખર્ચ અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (GAS 30/ 21-22)
1. 1. મહેસૂલ ખર્ચ પુનરાવર્તિત પ્રકારનો હોય છે જે દર વર્ષે કરવામાં આવે છે.
2. 2. ઉચ્ચ મહેસૂલ ખર્ચ અર્થતંત્રની ગરીબી અને પછાતપણું દર્શાવે છે.
3. 3. ઉચ્ચ મૂડી ખર્ચ કંપનીના ઉચ્ચ ખાનગી રોકાણને દર્શાવે છે.
4. 4. મૂડી ખર્ચ મૂર્ત અથવા અમૂર્ત સંપત્તિ અથવા ચૂકવણી જવાબદારીઓના સંપાદનમાં પરિણમે છે.
A. 1, 2, 3 અને 4
B. ફક્ત 1, 2 અને 3
C. ફક્ત 1, 2 અને 4
D. ફક્ત 2, 3 અને 4
Answer: (C) ફક્ત 1, 2 અને 4
46. નીચેના પૈકી કયું માંગ-પ્રેરિત ફુગાવા (Demand-Pull inflation) તરફ દોરી જાય છે?
(GAS 47/ 22-23)
1. 1. વિકાસશીલ અર્થવ્યવસ્થા
2. 2. વિદેશી મુદ્રા ભંડારમાં વધારો
3. 3. સરકાર દ્વારા ખાધ ધિરાણ
4. 4. રૂપિયાનું અવમૂલ્યન
A. 1, 2, 3, 4
B. 1, 3, 4
C. 2, 3
D. 1, 2, 3
47. યુનિયન બજેટ 2021-22 (અંદાજો)ના લક્ષ્યાંકો અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS 30/ 21-22)
1. 1. રાજકોષીય ખાધ - GDP ના 6.8%
2. 2. મહેસૂલ ખાધ – GDP ના 4.1%
3. 3. પ્રાથમિક ખાદ્ય - GDP ના 3.1%
A. ફક્ત 1 અને 2
B. ફક્ત 1 અને 3
C. ફક્ત 2 અને 3
D. 1, 2 अने 3
48. ગુજરાત બજેટ (અંદાજ) 2021-22 રૂપિયા ની મહેસૂલ પૂરાંત / મહેસૂલ ખાધ દર્શાવે છે. (GAS 30/ 21-22)
A. +1209 કરોડ (GSDP - 0.06%)
B. -1508 કરોડ (GSDP ના 0.07%)
C. -21958 કરોડ (GSDP ના 1.32%)
D. +789 કરોડ (GSDP l 0.04%)
Answer: (A) +1209 કરોડ (GSDP - 0.06%)