33. સહકારી મંડળીઓની રચનાને પ્રોત્સાહન આપતા બંધારણીય સુધારા વિશે નીચેનામાંથી કયું સુસંગત નથી?
A. 93મો સુધારો 2011માં પસાર થયો.
B. બંધારણમાં માર્ગદર્શક સિધ્ધાંત ઉમેરાયો.
C. લોકશાહી નિયંત્રણ અને સ્વૈચ્છિક રચના.
D. મંડળીના બંધારણમાં સરકારી નિયંત્રણ.
34. નીચેના વાક્યો તપાસે
1. 1. સંસ્કૃતિનું અસ્તિત્વ અને સાતત્ય પરસ્પરાવલંબી છે અને તેની અસર માનવના આહાર, પોશાક, વસવાટ, કૌટુંબિક જીવન વગેરે બાબત પર અસર કરે છે.
2. 2. આપણા બંધારણમાં પણ આપણા વારસાનું જતન અને સંરક્ષણ કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે.
A. પ્રથમ વાક્ય યોગ્ય છે.
B. બીજું વાક્ય યોગ્ય છે.
C. પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય છે.
D. પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય નથી.
Answer: (C) પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય છે.
35. 42મો બંધારણીય સુધારો કઈ તારીખથી અમલમાં આવેલ હતો ?
A. 3 જાન્યુઆરી, 1977
B. 3 જાન્યુઆરી, 1978
C. 3 જાન્યુઆરી, 1979
D. 3 જાન્યુઆરી, 1980
Answer: (A) 3 જાન્યુઆરી, 1977
36. બંધારણમાં “શિક્ષણનો હક્ક” અંગેની જોગવાઈ માટે નીચેના વાક્યો તપાસો.
1. 1. આ સુધારો 86મા બંધારણના સુધારાને કારણે તા. 1 એપ્રિલ, 2010થી અમલમાં આવેલ છે.
2. 2. આ જોગવાઈને કારણે 6 થી 14 વર્ષ સુધીના દરેક બાળકને મફત અને ફરજીયાત શિક્ષણ આપવું ફરજીયાત છે.
A. પ્રથમ વાક્ય યોગ્ય છે.
B. બીજું વાક્ય યોગ્ય છે.
C. પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય નથી.
D. (D) પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય છે.
37. “ન્યાય તંત્રને કારોબારી તંત્રથી અલગ રાખવાની જોગવાઈ” ભારતના બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?
38. “મૂળભૂત ફરજો” ભારતના બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે?
A. ભાગ - 3-A
B. ભાગ - 4-A
C. ભાગ - 2-A
D. ભાગ - 5-A
39. નાગરિકોના મૂળભૂત અધિકારો સંબંધે સૌ પ્રથમ લેખિત જોગવાઈ ધરાવતો દસ્તાવેજ કયો છે ?
A. મેગ્ના કાર્ટા
B. 1773નો રેગ્યુલેટીંગ એક્ટ
C. આઈરીશ બંધારણ
D. અમેરિકાનું બંધારણ
Answer: (A) મેગ્ના કાર્ટા
40. બંધારણનું આમુખ જોતાં બંધારણને સત્તા શામાંથી પ્રાપ્ત થાય છે ?
A. ભારતના નાગરિકોમાંથી
B. બંધારણ સભા દ્વારા
C. સંસદ મારફતે
D. સ્વયં બંધારણમાંથી
Answer: (A) ભારતના નાગરિકોમાંથી