Exam Questions

9. નીચેના પૈકી કયું કારણ ભારતની નાગરીકતાનો અંત લાવી શકે છે ?

A. સ્વેચ્છાએ ત્યાગ કરવો

B. ફરજીયાત રીતે રદ થવી

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

10. નીચેના પૈકી કયા દેશને ભારત સાથે “કાલાપાની” અને “સુસ્તા” વિસ્તારો બાબતે વિખવાદ છે ?

A. પાકિસ્તાન

B. બાંગ્લાદેશ

C. ચીન

D. નેપાળ

Answer: (D) નેપાળ

11. "આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે.” – આ વિધાન કોનું છે?

A. જવાહરલાલ નહેરુ

B. ક. મા. મુન્શી

C. ભીમરાવ આંબેડકર

D. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

Answer: (B) ક. મા. મુન્શી

12. બંધારણના અનુચ્છેદ 22 હેઠળની ધરપકડ અને અટકાયત લગત જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા નથી?

1. 1. ધરપકડ કરાયેલી વ્યક્તિ તે સમયે શત્રુ દેશની હોય તેને બનતી ત્વરાએ તેની ધરપકડના કારણો જણાવ્યા વિના અટકમાં રાખી શકાશે નહીં.

2. 2. નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કાયદા અનુસાર ધરપકડ કરાયેલી વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાના તેના હક્કને ઈન્કાર કરી શકાશે નહીં.

3. 3. કોઈપણ વ્યક્તિની ગમે તે કાયદાની જોગવાઈઓ હેઠળ અટકાયત થઈ હોય તેવી વ્યક્તિને તેની ધરપકડના સ્થળેથી મેજીસ્ટ્રેટના ન્યાયાલય સુધીની મુસાફરી માટેના જરૂરી સમય બાદ કરતાં, ધરપકડના ચોવીસ કલાકની અંદર નજીકમાં નજીકના મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈશે.

A. ફક્ત 1

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

13. નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?

1. 1. ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ (૧૯૧૯) એ ભારતના સંઘ જાહેર સેવા આયોગની સ્થાપના માટેની જોગવાઈ કરી.

2. 2. ભારતમાં સૌપ્રથમવાર સંઘ જાહેર સેવા આયોગ ઈ.સ. ૧૯૨૬માં ઊભું કરવામાં આવ્યું.

3. 3. ઈ.સ. ૧૯૫૦માં ભારતીય બંધારણનાં અસ્તિત્વ સાથે સમવાયી જાહેર સેવા આયોગ, સંઘ જાહેર સેવા આયોગ તરીકે જાણીતું થયું.

4. 4. ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૮ અન્વયે સમવાયી જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો બન્યા.

A. ૧, ૨, ૩ અને ૪

B. ફક્ત ૧ અને ર

C. ફક્ત ૧, ૨ અને ૩

D. ફક્ત ર, ૩ અને ૪

Answer: (A) ૧, ૨, ૩ અને ૪

14. ભારતીય બંધારણમાં પ્રતિસ્થાપિત મૂળભૂત અધિકારો સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું (રાં) નથી?

1. ৭. તમામ મૂળભૂત અધિકારો રાજ્યના યદૃચ્છિત પગલાં સામે જ ઉપલબ્ધ છે.

2. २. તેમના કેટલાક કાયદેસર રીતે લાગુ પાડી શકાય છે, જ્યારે કેટલાક લાગુ પાડી શકાય નહીં.

3. 3. સંસદ તેને ઘટાડી શકે છે અથવા દૂર કરી શકે છે. પરંતુ તે માત્ર બંધારણીય સુધારા દ્વારા શક્ય છે.

A. ફક્ત ૧

B. ફક્ત ર

C. ફક્ત ૧ અને ૨

D. ફક્ત ૧, ૨ અને ૩

Answer: (C) ફક્ત ૧ અને ૨

15. બંધારણીય સુધારા સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું (રાં) છે?

1. 1. ખાનગી સભ્યો સંસદમાં બંધારણીય સુધારા અધિનિયમ રજૂ કરી શકતા નથી.

2. 2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા અધિનિયમને રાષ્ટ્રપતિ પુનર્વિચારણા માટે પરત મોકલી શકતા નથી.

3. 3. બંધારણીય સુધારા અધિનયમને તેની મંજૂરી માટે વિશેષ બહુમતીની જરૂર છે.

4. 4. બંધારણીય સુધારા અધિનિયમ પસાર કરવા માટે સંસદનું સંયુક્ત સત્ર ન હોઈ શકે.

A. ફક્ત ૧ અને ૨

B. ફક્ત ૨, ૩ અને ૪

C. ફક્ત ૨ અને ૩

D. ફક્ત ૧, ૨ અને ૩

Answer: (B) ફક્ત ૨, ૩ અને ૪

16. ભારતનાં બંધારણની મૂળભૂત રચનામાં નીચેનાં પૈકી કયું(યાં) લક્ષણ(ણો) સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે?

1. 1. ન્યાયિક સમીક્ષા

2. 2. સર્વોચ્ચ અદાલત દ્વારા અપીલ કરવા માટે ખાસ રજા

3. 3. સમવાયી ગુણ

4. 4. મુક્ત અને ન્યાયી ચૂંટણી

A. ફક્ત ૧

B. ફક્ત 3 અને ૪

C. ફક્ત ૧ અને ૪

D. ફક્ત ૧, ૨ અને ૩

Answer: (D) ફક્ત ૧, ૨ અને ૩