Exam Questions

89. ભારતના સંવિધાન હેઠળ ચૂંટણી આયોગ, મુખ્ય ચૂંટણી કમિશનર અને... વખતોવખત નક્કી કરે તેટલા બીજા ચૂંટણી કમિશનરોનું બનશે?

A. વડાપ્રધાન

B. રાષ્ટ્રપતિ

C. સંસદ

D. ભારત સરકારના કાયદા પ્રધાન

Answer: (B) રાષ્ટ્રપતિ

90. નામદાર સર્વોચ્ચ અદાલતે વર્ષ 2017માં, અંગતતાના અધિકાર (The right to privacy)ના રક્ષણની બાબત ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ અંતર્ગત અને કયા ભાગથી જોગવાઈ હેઠળ મૂળભૂત હક્ક તરીકે ગણાય તેવો ચૂકાદો આવેલ છે?

A. અનુચ્છેદ-22, ભાગ-2

B. અનુચ્છેદ-21, ભાગ-3

C. અનુચ્છેદ-21, ભાગ-2

D. અનુચ્છેદ-20, ભાગ-2

Answer: (B) અનુચ્છેદ-21, ભાગ-3

91. સામાન્ય રીતે દરેક રાજ્યની ઉચ્ચ ન્યાયાલય હોય છે. પરંતુ બે થી વધુ રાજ્યો કે કેન્દ્રિય પ્રદેશની ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરી શકે છે.

A. સંસદ

B. રાષ્ટ્રપતિ

C. ભારતના મુખ્ય ન્યાયામૂર્તિ

D. ઉપરોક્ત બધાં સંયુક્ત રીતે

Answer: (A) સંસદ

92. ભારતમાં જાહેર હિતની અદાલતની પ્રથા રજૂ કરવામાં આવી છે.

A. બંધારણીય સુધારા દ્વારા

B. ન્યાયિક પહેલ દ્વારા

C. રાજકીય પક્ષો દ્વારા

D. સંસદીય અધિનિયમ દ્વારા

Answer: (B) ન્યાયિક પહેલ દ્વારા

93. "જાહેર હિતમાં સત્યને સમર્પિત" એ ("Dedicated to Turth in Public Interest") ની ટૈગલાઈન છે.

A. CAG

B. UPSC

C. ભારત નિર્વાચન આયોગ

D. કેન્દ્રીય સતર્કતા આયોગ

Answer: (A) CAG

94. એટર્ની જનરલના કાર્યની સમય મર્યાદા ભારતના બંધારણના કયા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલ છે ?

A. 76(1)

B. 76(2)

C. 76(3)

D. 76(4)

Answer: (D) 76(4)

95. દેશનું ચૂંટણી આયોગ નીચેના પૈકી કોની ચૂંટણી માટે ફરજ બજાવે છે ?

1. 1. રાષ્ટ્રપતિ અને માન. ઉપરાષ્ટ્રપતિ

2. 2. લોકસભા

3. 3. રાજ્યની વિધાનસભા

4. 4. ગ્રામપંચાયતો અને મ્યુનિસિપાલિટી

A. 1, 2 અને 4

B. 1, 3 અને 4

C. 1, 2 અને 3

D. 2, 3 અને 4

Answer: (C) 1, 2 અને 3

96. રાજ્યના લોકસેવા આયોગમાં અધ્યક્ષ અને બીજા સભ્યોને નિમણુંક આપવાની સત્તા માન. ગર્વનરશ્રીની છે. આ બાબત ભારતનાં બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે?

A. 315

B. 316

C. 317

D. 318

Answer: (B) 316