17. નીચેનાં પૈકી કયાં વિધાનો બંધારણના ૪૪મા સુધારા અધિનિયમ (૧૯૭૮)ની જોગવાઈઓ છે?
1. १. ન્યાયિક સમીક્ષા અને રિટના સંદર્ભે સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોના અધિકારક્ષેત્રને પુનઃસ્થાપિત કર્યાં.
2. २. રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભે 'આંતરિક વિરોધ'ના સ્થાને 'સશસ્ત્ર બળવો' શબ્દ પ્રયોગ.
3. 3. પ્રધાનમંડળની લેખિત ભલામણથી જ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.
4. ४. મૂળભૂત અધિકારોની સૂચિમાંથી સંપત્તિનો અધિકાર કાઢી નાખ્યો છે અને તેને માત્ર કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે.
A. ફક્ત ૨ અને ૩
B. ફક્ત ૧ અને ૨
C. ફક્ત ૨. ૩ અને ૪
D. ફક્ત ૧, ૨ અને ૩
Answer: (C) ફક્ત ૨. ૩ અને ૪
18. ભારતનાં બંધારણના આરંભથી, દરેક વ્યક્તિ ભારતના નાગરિક બનશે, જેઓ ભારત પ્રદેશમાં પોતાનું અધિનિવાસ ધરાવે છે અને _______
A. જેમનો જન્મ ભારત પ્રદેશમાં થયેલો છે.
B. જેમના માતા અથવા પિતાનો જન્મ ભારત પ્રદેશમાં થયેલો છે.
C. જેઓ ભારતના બંધારણના આરંભના તુરત પૂર્વ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ભારત પ્રદેશના સામાન્ય રહેવાસી છે.
D. ઉપરોક્ત તમામ
19. ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૮ અન્વયે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાન(નો) ખરું(રાં) છે?
A. રાજ્ય, સેના અથવા વિદ્યા સંબંધિત સમ્માન સિવાય કોઈ ઉપાધિ પ્રદાન કરશે નહીં.
B. ભારતના કોઈ નાગરિક કોઈ વિદેશી રાજ્યની ઉપાધિનો સ્વીકાર નહીં કરે.
C. કોઈ વ્યક્તિ જે ભારતનો નાગરિક નથી, રાજ્યને આધિન લાભ અથવા કોઈ વિશ્વાસનું પદ ધારણ કરે છે ત્યારે વિદેશી રાજ્ય પાસે કોઈ ઉપાધિ રાષ્ટ્રપતિની સહમતી વિના સ્વીકારશે નહીં.
D. ઉપરોક્ત તમામ.
Answer: (D) ઉપરોક્ત તમામ.
20. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
1. १. અનુચ્છેદ ૩૬૮માં અંકિત સત્તામાં સુધારો કરતું બંધારણ સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા 'મૂળભૂત માળખા’ના સિધ્ધાંતને આધિન છે, જે સર્વોચ્ચ અદાલતે કેશવનંદ ભારતી વિરુધ્ધ કેરળ રાજ્યના પ્રકરણ થકી પ્રતિપાદિત કરેલ છે.
2. २. બંધારણમાં સુધારા કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરી જરૂરી છે.
3. 3. બંધારણીય સુધારા વિધેયકનો પ્રારંભ લોકસભામાં થવો જોઈએ.
A. ફક્ત ૧
B. ફક્ત ૧ અને ૨
C. ફક્ત ૩
D. ફક્ત ૧ અને 3
21. ભારતમાં જો કોઈ ધાર્મિક સમુદાયને રાષ્ટ્રીય લઘુમતિનો દરજ્જો અપાય, તો તેના અધિકારો કયાં છે?
1. १. તેઓ અનન્ય શિક્ષણ સંસ્થાનોની સ્થાપના અને વહીવટ કરી શકે છે.
2. २. રાષ્ટ્રપતિ લોકસભામાં આપોઆપ સભ્યનું નામાંકન કરે છે.
3. 3. તેઓ પ્રધાનમંત્રીના ૨૦૦૬ના ૧૫ મુદ્દાના કાર્યક્રમના લાભો લઈ શકે છે.
A. ફક્ત ૧
B. ફક્ત ર
C. ફક્ત ૧ અને ૨
D. ફક્ત ૧ અને ૩
22. ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ (૧૮૫૮)ની જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું ખરું છે?
A. બોર્ડ ઑફ કંટ્રોલ અને કોર્ટ ઑફ ડાયરેક્ટરની નાબુદી દ્વારા બેવડી સરકાર પ્રથાનો અંત થયો.
B. બંગાળ માટે નવીન વિધાન પરિષદોની રચના માટેની જોગવાઈ પણ કરવામાં આવી.
C. વિકલ્પ A અને B બંને.
D. ઉપરના પૈકી કોઈ નહીં.
Answer: (A) બોર્ડ ઑફ કંટ્રોલ અને કોર્ટ ઑફ ડાયરેક્ટરની નાબુદી દ્વારા બેવડી સરકાર પ્રથાનો અંત થયો.
23. નીચેનું પૈકી કયું વિધાન સાચુ છે?
A. ભારતની બંધારણીય સભા સાર્વત્રિક મતાધિકાર પર આધારિત હોય છે.
B. ભારતની બંધારણીય સભાના સભ્યો લોકો દ્વારા સીધા ચૂંટાઈ આવતા હોય છે.
C. (A) અને (B) બંને
D. (A) અને (B) માંથી કોઈ નહીં
Answer: (D) (A) અને (B) માંથી કોઈ નહીં
24. નીચેનું પૈકી કયું પાસુ મૂળભૂત ધારણાના માળખામાં નથી?
A. સંસદીય લોકશાહી (Parliamentry Democracy)
B. બંધારણની સર્વોચ્ચતા (Supremacy of Constitution)
C. કાયદા ઘડવાની પ્રક્રિયા (Law Making Procedure)
D. મૂળભૂત અધિકારો (Fundamental Rights)
Answer: (C) કાયદા ઘડવાની પ્રક્રિયા (Law Making Procedure)