Exam Questions

25. ભારતના બંધારણના અનુચ્છેદ 19માં પ્રેસની સ્વતંત્રતાના સંદર્ભે કયુ (વિધાન) સાચું છે?

A. તે સ્પષ્ટપણે જણાવેલ નથી.

B. તેમા લખવાની અને પ્રકાશન/પ્રસિદ્ધિ કરવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે.

C. વાણી અને અભિવ્યક્તિની સામાન્ય સ્વતંત્રતામાંથી નીકળે છે.

D. તમામ સાચા છે.

Answer: (D) તમામ સાચા છે.

26. નીચેના પૈકી કઈ બાબત 9 (નવમાં) બંધારણીય સુધારા સંબંધિત છે.

A. બેરૂબાડી યુનિયન વિસ્તાર પાકિસ્તાનને હસ્તાંતર કરાયો.

B. રાજ્યોનું પુનર્ગઠન

C. નોંધણી દ્વારા નાગરીકતા મેળવવી

D. આ પૈકી એક પણ નહીં

Answer: (A) બેરૂબાડી યુનિયન વિસ્તાર પાકિસ્તાનને હસ્તાંતર કરાયો.

27. સુપ્રસિદ્ધ “20 મુદ્દાનો કાર્યક્રમ' નો મુખ્ય કાર્યક્રમ હતો.

A. ગ્રામીણ વિકાસ

B. શહેરોનું નવીનીકરણ

C. શિક્ષણનું સાર્વત્રીકરણ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) ગ્રામીણ વિકાસ

28. મૂળભૂત હક્કો સાથે વિસંવાદી / વિપરીત એવો કોઈ પણ કાયદો

A. રદબાતલ છે.

B. બંધારણીય છે.

C. સંસદ જાહેર ન કરે ત્યાં સુધી રદબાતલ છે.

D. રાષ્ટ્રપતિ જાહેર ન કરે ત્યાં સુધી રદબાતલ છે.

Answer: (A) રદબાતલ છે.

29. 'સમાન વિતરણ' (Equitable Distribution) શબ્દ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

A. મૂળભૂત હક્કો

B. મૂળભૂત ફરજો

C. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

30. નાગરીકોની જવાબદારીઓનો ઉલ્લેખ ધરાવતા બંધારણીય સુધારા અંગે કયો વિકલ્પ સાચો છે ?

A. આર્ટીકલ 43B - 97મો સુધારો

B. આર્ટિકલ 74 - 44મો સુધારો

C. આર્ટીકલ 243W - 74મો સુધારો

D. આર્ટિકલ 51A - 42મો સુધારો

Answer: (D) આર્ટિકલ 51A - 42મો સુધારો

31. નાગરિકોના મૂળભૂત અધિકારો સંબંધે સૌ પ્રથમ લેખિત જોગવાઈ ધરાવતો દસ્તાવેજ કયો છે ?

A. મેગ્ના કાર્ટા

B. 1773નો રેગ્યુલેટીંગ એક્ટ

C. આઈરીશ બંધારણ

D. અમેરિકાનું બંધારણ

Answer: (A) મેગ્ના કાર્ટા

32. બંધારણનું આમુખ જોતાં બંધારણને સત્તા શામાંથી પ્રાપ્ત થાય છે ?

A. ભારતના નાગરિકોમાંથી

B. બંધારણ સભા દ્વારા

C. સંસદ મારફતે

D. સ્વયં બંધારણમાંથી

Answer: (A) ભારતના નાગરિકોમાંથી