Exam Questions

73. હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. (Agriculture officer)

A. દાદાભાઈ નવરોજી

B. એ.ઓ. હ્યુમ

C. બાળગંગાધર તિલક

D. ગોપાળકૃષ્ણ ગોખલે

Answer: (B) એ.ઓ. હ્યુમ

74. શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા?

A. ખેડા સત્યાગ્રહ

B. અમદાવાદ મિલ કામદાર હડતાલ

C. બારડોલી સત્યાગ્રહ

D. દાંડીકૂચ

Answer: (A) ખેડા સત્યાગ્રહ

75. ઈ.સ. 1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું અધિવેશન નોંધપાત્ર હતું કારણકે તેમાં સૌ પ્રથમ વખત બે ગુજરાતી મહિલાઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા?

A. હરકોરબાઈ અને રાકમબાઈ

B. વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા

C. જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ

D. કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ

Answer: (B) વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા

76. નીચે પૈકીના ક્યા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ સહિત 19 ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલ હતી?

A. બનારસ

B. હાવડા

C. ઢાકા

D. લાહોર

Answer: (D) લાહોર

77. મોતીલાલ નહેરુના મતે “દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર” લઈ લેવામાં આવ્યો તે કયો કાયદો હતો? (General Study)

A. ઈન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1892

B. રોલેટ એક્ટ, 1919

C. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861

D. ચાર્ટર એક્ટ, 1813

Answer: (B) રોલેટ એક્ટ, 1919

78. પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે થઈ હતી? (General Study)

A. ફેબ્રુઆરી, 1937

B. માર્ચ, 1936

C. માર્ચ, 1937

D. એપ્રિલ, 1937

Answer: (A) ફેબ્રુઆરી, 1937

79. જહોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં કેટલા સભ્યો હતા? (General Study)

A. પાંચ

B. સાત

C. ચાર

D. નવ

Answer: (B) સાત

80. આઝાદ હિંદ ફોજના પકડાયેલા સેનાપતિઓ ઉપર ચલાવવામાં આવેલ રાજદ્રોહના કેસમાં ફોજ વતી કોણ લડ્યા હતા? (General Study)

A. ભુલાભાઈદેસાઈ

B. જવાહરલાલ નહેરુ

C. ભલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેર

D. સરદાર વલ્લભભાઈ પટેલ

Answer: (C) ભલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેર