Exam Questions

1. મલાયા ખાતે ‘ઈન્ડીયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. (GAS Class‐I & GCS Class I & I)

A. મોહનસિંઘ

B. રાસબેહારી બોઝ

C. સુભાષચંદ્ર બોઝ

D. નિરંજનસિંઘ ગીલ

Answer: (A) મોહનસિંઘ

2. ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ ન હતા? (GAS Class‐I & GCS Class I & I)

A. સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી

B. રોયલ કમીશન ઓન ઈન્ડિયન લેબર

C. રોયલ કમીશન ઓન પબ્લીક સર્વીસસ ઈન ઈન્ડિયા

D. ડેક્કન એજ્યુકેશન સોસાયટી

Answer: (B) રોયલ કમીશન ઓન ઈન્ડિયન લેબર

3. ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી? (GAS Class‐I & GCS Class I & I)

A. લંડન

B. સીંગાપોર

C. પેરીસ

D. સાન ફ્રાંસિસ્કો

Answer: (D) સાન ફ્રાંસિસ્કો

4. નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો. (GAS Class‐I & GCS Class I & I)

1. 1) બીજી ગોળમેજી પરિષદ

2. ચૌરીચૌરાનો બનાવ

3. દાંડીકૂચ

4. જલિયાંવાલા બાગ હત્યાકાંડ

A. 2, 1, 4 અને 3

B. 4, 2, 3 અને 1

C. 3, 1, 4 અને 2

D. 1, 2, 4 અને 3

Answer: (B) 4, 2, 3 અને 1

5. ઈ.સ. 1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિન તરીકે પાળવામાં આવ્યો હતો? (MAO, Class-II (ARV)

A. 16 ઓક્ટોબર

B. 25 સપ્ટેમ્બર

C. 16 સપ્ટેમ્બર

D. 25 ઓક્ટોબર

Answer: (C) 16 સપ્ટેમ્બર

6. કયા ધારા હેઠળ રાજકીય બાબતો માટે બ્રિટનની સરકારે છ સભ્યોના બોર્ડ ઓફ કન્ટ્રોલની નિમણૂક કરી હતી અને આ બોર્ડને હિંદમાં રહેલાં બ્રિટનનાં સંસ્થાનોના દીવાની અને ફોજદારી શાસનની બધી જ કામગીરીનાં નિરીક્ષણ, નિર્દેશન અને અંકુશની સત્તા આપવામાં આવી હતી? (MAO, Class-II (ARV)

A. 1793 નો ચાર્ટર ધારો

B. 1813 નો ચાર્ટર ધારો

C. પિટનો ઇન્ડિયા ધારો, 1784

D. 1781 નો સુધારાલક્ષી ધારો

Answer: (C) પિટનો ઇન્ડિયા ધારો, 1784

7. 1930-31 ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હ્તુ?

A. સયાજીરાવ-ત્રીજા

B. ભગવતસિંહ

C. કૃષ્ણકુમારસિંહ

D. જામ રણજિતસિંહ

Answer: (D) જામ રણજિતસિંહ

8. દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી?

A. ઈજારેદારી

B. સ્થાયી બંદોબસ્ત (Permanent settlement)

C. મહાલવારી

D. રૈયતવારી

Answer: (D) રૈયતવારી