Exam Questions

41. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. મહારાષ્ટ્રના ભક્તિસંત તુકારામ મરાઠા રાષ્ટ્રવાદ માટેની પૃષ્ઠભૂમિ સર્જવા માટે જાણીતા છે અને તેઓએ તમામ સામાજિક ભેદનો વિરોધ કર્યો હતો.

2. 2. શ્રી ગૌરાંગ તરીકે પણ ઓળખાતા એવા ચૈતન્ય બંગળના પ્રખ્યાત વૈષ્ણવ સંત અને સુધારક હતા.

3. 3. ભારતમાં સૌથી પહેલો આવનાર સૂફીપંથ ચિશિશ્ત હતો.

4. 4. ગુજરાત રહસ્યવાદી સંતો અથવા સૂફીઓનું અગત્યનું કેન્દ્ર હતું.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 1, 2 અને 3

C. ફક્ત 1, 2 અને 4

D. ફક્ત 1 અને 2a

Answer: (A) 1, 2, 3 અને 4

42. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. 1723 માં પીલાજી ગાયકવાડ હેઠળ મરાઠાઓ છેક સુરત સુધી આવ્યા હતાં.

2. 2. 1723 માં મરાઠાઓએ ગુજરાત ઉપર નિયમિત કરવેરા (ટ્રીબ્યુટ) નાખ્યાં.

3. 3. 1726માં મુઘલ ગવર્નર સર્બુલન્દખાનને પીલાજી ગાયકવાડ અને બંદે દ્વારા પરાજીત કરવામાં આવ્યો

A. ફક્ત 1 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 2

D. 1, 2 અને 3

Answer: (C) ફક્ત 1 અને 2

43. નીચેના પૈકી કયા વિધાનો પુરંદરની સંધિનો ભાગ ન હતાં? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. શિવાજીના સગીર દિકરા શાંભાજીને 50,000 નો મનસબ આપવામાં આવ્યો.

2. 2. મુઘલોએ શિવાજીના બીજાપુરના કેટલાક હિસ્સાને રાખવાના હક્કને માન્ય કર્યો.

3. 3. શિવાજીએ તેમની પાસેના 35 કિલ્લાઓમાંથી 23 કિલ્લાઓ મુઘલોને સોંપવા પડ્યા હતા.

4. 4. પુરંદરની સંધિની વાટાઘાટો શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે કરવામાં આવી હતી.

A. ફક્ત 1 અને 3

B. ફક્ત 2 અને 4

C. ફક્ત 2, 3 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (C) ફક્ત 2, 3 અને 4

44. નીચેના પૈકી કયા ગાયકવાડી રાજવીએ અંગ્રેજોને બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઈન્ડીયા રેલ્વેઝ (B.B.C.I.R.) માટે જમીનની ફાળવણી કરી અને પરવાનગી આપી? (ICT Officer, DOS and Technology Class-2)

A. ગણપતરાવ ગાયકવાડ

B. ખંડેરાવ ગાયકવાડ

C. સયાજીરાવ-III

D. સયાજીરાવ-II

Answer: (A) ગણપતરાવ ગાયકવાડ

45. નીચેના પૈકી કયા ગાયકવાડી રાજવીએ અંગ્રેજોને બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઈન્ડીયા રેલ્વેઝ (B.B.C.I.R.) માટે જમીનની ફાળવણી કરી અને પરવાનગી આપી? (Horticultural Officer,(GMC) ,Class-2)

A. ગણપતરાવ ગાયકવાડ

B. ખંડેરાવ ગાયકવાડ

C. સયાજીરાવ-III

D. સયાજીરાવ-II

Answer: (A) ગણપતરાવ ગાયકવાડ

46. મોગલ બાદશાહ મુહમ્મદશાહે પેશવા બાજીરાવ સાથે “સિરૌજ”ની નજીક એક સંધિ કરી હતી, તે મુજબ પેશવા બાજીરાવને યા પ્રદેશના અધિકારો પ્રાપ્ત થયા હતા? (Lecturer (Selection Scale)(Professor) Swastha Vrtta , class-I)

A. માળવા

B. દખ્ખણ

C. હૈદરાબાદ

D. ઉપર પૈકી એકપણ નહીં

Answer: (A) માળવા

47. છત્રપતિ શિવાજીએ સૌપ્રથમ વખત સૂરત પર ક્યારે આક્રમણ કર્યું હતું? (Lecturer (Selection Scale)(Professor) Swastha Vrtta , class-I)

A. ઈ.સ. 1670

B. ઈ.સ. 1660

C. ઈ.સ. 1672

D. ઈ.સ. 1664

Answer: (D) ઈ.સ. 1664

48. ગાયકવાડ વંશના પ્રથમ રાજવી તરીકે ગુજરાતમાં કોણે શાસન કરેલ હતું? (Lecturer (Selection Scale)(Professor) Swastha Vrtta , class-I)

A. પિલાજી ગાયકવાડ

B. દામોજી ગાયકવાડ

C. સયાજીરાવ પહેલા

D. ફતેસિંહરાવ પહેલા

Answer: (A) પિલાજી ગાયકવાડ