Exam Questions

81. વડોદરામાં ઈ. સ. 1890 માં “કલાભવન”ની સ્થાપના નિમ્નદર્શિત ક્યા હેતુ માટે કરવામાં આવેલ હતી?

A. ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે

B. તાંત્રિક શિક્ષણ આપવા માટે

C. પર્ફોમીંગ આર્ટસના વિકાસ માટે

D. ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે

Answer: (B) તાંત્રિક શિક્ષણ આપવા માટે

82. સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ.

A. વડોદરામાં સ્વાતંત્ર્ય ચળવળની શરૂઆત કરી.

B. ભારતીય સંઘમાં જોડાયા

C. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.

D. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી.

Answer: (C) રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.

83. શાહશૂજા, રણજિતસિંહ અને અંગ્રેજો વચ્ચે ત્રિપક્ષી કરાર કયા વર્ષમાં થયેલ હતો? (GENERAL STUDY)

A. ઈ.સ. 1836

B. ઈ.સ. 1837

C. ઈ.સ. 1838

D. ઈ.સ. 1842

Answer: (C) ઈ.સ. 1838