Exam Questions

17. અલાઉદ્દીન ખીલજીના વિજયને કાલક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. (AM/AD, Class-2, GSS, GPS, IM)

1. (1) ચિતોડ

2. (2) માળવા

3. (3) રણથંભોર

4. (4) મારવાડ

A. (3), (1), (2), (4)

B. (3), (1), (4), (2)

C. (1), (3), (2), (4)

D. (1), (3), (4), (2)

Answer: (A) (3), (1), (2), (4)

18. નીચેના પૈકી કયા રાજ્ય સાથે મુઘલ સૈન્યએ ભૂચરમોરીનું યુધ્ધ લડ્યું હતું? (ICT Officer, DOS and Technology Class-2)

A. (A) કચ્છ

B. (B) નવાનગર

C. (C) મોરબી

D. (D) ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer: (B) નવાનગર

19. વર્ષ અને સંગ્રામને યોગ્ય રીતે ગોઠવો. (AD (Training)/Principal, GSTS Class-1)

1. (1) 1191 - (a) તરાઈનનું પ્રથમ યુધ્ધ (First War of Tarain)

2. (2) 1526 - (b) પાણીપતનું પ્રથમ યુધ્ધ

3. (3) 1659 - (c) પ્રતાપગઢનું યુધ્ધ

4. (4) 1665 - (d) તાલીકટા નુ યુધ્ધ (Battle of Talikota)

A. 1-a, 2-b, 3-c, 4-d

B. 1-b, 2-c, 3-d, 4-a

C. 1-c, 2-d, 3-a, 4-b

D. 1-d, 2-a, 3b, 4-c

Answer: (A) 1-a, 2-b, 3-c, 4-d

20. અકબરે ગુજરાત સર કર્યા પછી, તેનો વહીવટ કરવા સૌ પ્રથમ પોતાના કયા વિશ્વાસુ સરદારને ગુજરાતના સુબા તરીકે નિમ્યો હતો? (ACOLM And ACAO, GSS CLASS-2)

A. મિરઝા અઝીઝ કોકા

B. મિરઝા અબ્દુર રહીમખાન

C. શિહાબુદ્દીન અહમદખાન

D. ઈતમદખાન

Answer: (A) મિરઝા અઝીઝ કોકા

21. બાબરે લખેલ તેની આત્મકથા “તુઝૂક-એ-બાબરી/બાબરનામાં” – તુર્કી ભાષા સાહિત્યનુ અરબી ભાષામાં રૂપાંતરણ કોણે કર્યું હતું? (ACOLM And ACAO, GSS CLASS-2)

A. અબુલ ફઝલ

B. અમિર ખુશરો

C. હુમાયુ

D. પંડિત રતનનાથ

Answer: (C) હુમાયુ

22. નવમી સદીના આરબ વ્યાપારી સુલેમાને કોના રાજ્યની મુલાકાત લીધી હતી? (DEE(Electrical), GMC Class-2)

A. ગોપાલનું પાલ રાજ્ય

B. વિજયસેનનું સેના રાજ્ય

C. મિહિર ભોજનું પ્રતિહાર રાજ્ય

D. દંતી દુર્ગનું રાષ્ટ્રકુટ રાજ્ય

Answer: (C) મિહિર ભોજનું પ્રતિહાર રાજ્ય

23. દક્ષિણ ગુજરાતમાં આરબ આક્રમણની પીછેહઠ કરાવવાનો યશ નીચેના પૈકી કયા ચાલુક્ય શાસકને જાય છે? (DEE(Electrical), GMC Class-2)

A. વિક્રમાદિત્ય પહેલો

B. પુલકેશી પહેલો

C. પુલકેશી બીજો

D. વિક્રમાદિત્ય બીજો

Answer: (D) વિક્રમાદિત્ય બીજો

24. નીચેના પૈકી કયા રાજ્ય સાથે મુઘલ સૈન્યએ ભૂચરમોરીનું યુધ્ધ લડ્યું હતું? (Horticultural Officer,(GMC) ,Class-2)

A. કચ્છ

B. નવાનગર

C. મોરબી

D. ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer: (B) નવાનગર