33. પિલાજીરાવ ગાયકવાડ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (DD, ESIS Class-1)
1. 1. ગુજરાતના પ્રદેશોમાંથી મહેસૂલ ઉઘરાવવા માટે પ્રથમ તેમની નિમણૂંક પેશ્વા દ્વારા કરવામાં આવી હતી.
2. 2. પિલાજી રાવ પોતે સોનગઢના કિલ્લામાં સ્થાયી થયા.
3. 3. પિલાજી રાવે જૂનાગઢના ગવર્નર રૂસ્તમ અલી ખાનને પરાજીત કર્યા હતા.
4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. માત્ર 1 અને 2
B. માત્ર 1, 2 અને 3
C. માત્ર 2 અને 3
D. માત્ર 1 અને 3
Answer: (A) માત્ર 1 અને 2
34. 1775 ની સુરતની સંધિ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (DD, ESIS Class-1)
1. 1. આ કરાર રઘુનાથ રાવ અને બ્રિટીશરો વચ્ચે થયા.
2. 2. આ સંધિ અનુસાર, રઘુનાથા રાવે સાલસેટે (Salsette) અને બસેન (Bassein) ના પ્રદેશો બ્રિટિશરોને સુપરત કર્યા.
3. 3. કલકત્તા ખાતેના પરિષદ (Council) ના ગવર્નર જનરલ એ આ સંધિને મંજૂર રાખી નહિં અને તેને અમાન્ય ગણાવી.
4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. માત્ર 2 અને 3
B. માત્ર 1 અને 2
C. માત્ર 1 અને 3
D. 1, 2 અને 3
35. અષ્ટ પ્રધાન મંડળ (Ashta Pradhan Mandal) કોના સમય દરમ્યાન કાર્યવંત હતું? (DD, ESIS Class-1)
A. ગુપ્ત સામ્રાજ્ય દરમ્યાન
B. ચોલા સામ્રાજ્ય દરમ્યાન
C. વિજયનગર સામ્રાજ્ય દરમ્યાન
D. મરાઠા સામ્રાજ્ય દરમ્યાન
Answer: (D) મરાઠા સામ્રાજ્ય દરમ્યાન
36. શિવાજી મહારાજે પોતાની રાજધાની કયા સ્થળે સ્થાપેલ હતી? (AE (Mechanical), Class-2 (GWSSB))
A. પુણે
B. રાયગઢ
C. પુરેદંર
D. પ્રતાપગઢ
37. મુંબઈના રાજ્યપાલ દ્વારા.......... ના શાસનકાળ દરમ્યાન મેજર એલકઝાન્ડર વોકર (Alexander Walker)ની વડોદરાના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. (AO, Class-2)
A. સયાજીરાવ ગાયકવાડ બીજા
B. આનંદરાય ગાયકવાડ
C. ગણપતરાવ ગાયકવાડ
D. ખાંડેરાવ ગાયકવાડ
Answer: (B) આનંદરાય ગાયકવાડ
38. નીચેની યાદી 1 અને યાદી 2 સાથે જોડો. (AO, Class-2)
1. 1. પુરંદરની સંધિ - a. રઘુનાથ રાવ અને ઈસ્ટ ઈન્ડિયા કંપની
2. 2. સુરતની સંધિ - b. બાલાજી અને હૈદરાબાદના નિઝામ
3. 3. જાલકીની સંધિ (Treaty of Jhalki) - c. જયસિંહ અને શિવાજી
4. 4. કાંકણપુરની સંધિ - d. માધવરાવ અને જાનોજી
A. 1-a, 2-b, 3-c, 4-d
B. 1-b, 2-c, 3-d, 4-a
C. 1-c, 2-a, 3-b, 4-d
D. 1-d, 2-c, 3-a, 4-b
Answer: (C) 1-c, 2-a, 3-b, 4-d
39. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)
A. વડોદરા ખાતેનો કીર્તિસ્તંભ મહારાજા સયાજીરાય ગાયકવાડ-IIIના શાસનને 60 વર્ષ પૂર્ણ થયાની યાદમાં બાંધવામાં આવ્યો હતો.
B. પાલનપુર ખાતેનો કીર્તિસ્તંભ એ શેર મોહમ્મદ ખાનની શૌર્યતાની યાદગીરીમાં બાંધવામાં આવ્યો હતો.
C. (A) તથા (B) બંને
D. (A) અથવા (B) એક પણ નહીં
Answer: (C) (A) તથા (B) બંને
40. નીચે આપેલી યાદી-1 ને યાદી-2 સાથે જોડો (AO, Class-2)
1. 1. ધીરુબેન પટેલ - a. નમેલી સાંજ
2. 2. પન્ના લાલ પટેલ - b. ઝંઝા
3. 3. રાવજી પટેલ - c. વડવાનલ
4. 4. હસમુખ એચ. પાઠક - d. ભીરુ સાથી
A. 1-a, 2-b, 3-c, 4-d
B. 1-c, 2-d, 3-b, 4-a
C. 1-d, 2-c, 3-a, 4-b
D. 1-d, 2-a, 3-b, 4-c
Answer: (B) 1-c, 2-d, 3-b, 4-a