Exam Questions

1. નીચે દર્શાવેલ પેશવાઓમાંથી “નાના સાહેબ” ના નામે કોણ પ્રસિધ્ધ હતું? (SW0, Class-II)

A. બાજીરાવ પહેલો

B. બાજીરાવ બીજો

C. નાના ફડનવીસ

D. બાલાજી બાજીરાવ

Answer: (D) બાલાજી બાજીરાવ

2. વડોદરાનાં મહારાજા “સયાજીરાવ ગાયકવાડે' કયા વિશ્વ વિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાનાં “કલાભવન'માં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતુ? (Deputy Director,GSS, Class I),

A. શ્રી સોમાલાલ શાહ

B. રાજા રવિ વર્મા

C. એમ.એફ. હુસેન

D. રસિકલાલ અંધારિયા

Answer: (B) રાજા રવિ વર્મા

3. છત્રપતી શિવાજી મહારાજ બાદ મરાઠા સામ્રાજ્યને પુનઃ સક્ષમ બનાવવામાં કોણે મહત્વનો ભાગ ભજવેલ છે? (General Stady)

A. રાજા રામ

B. બાલાજી વિશ્વનાથ

C. ગંગા બાઈ

D. નાનાજી દેશમુખ

Answer: (B) બાલાજી વિશ્વનાથ

4. આજનું અમદાવાદ અગાઉ ક્યા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે?

A. ભીમદેવ પહેલો

B. કર્ણદેવ

C. જયસિંહ સિદ્ધરાજ

D. ઉદયાદિત્ય

Answer: (B) કર્ણદેવ

5. 18મી સદીમાં ભાવનગર ઔદ્યોગિક અને વેપારની દષ્ટિએ એક મહત્વનું કેન્દ્ર ગણાતું હતું, તે માટે ક્યા અગત્યના પરિબળો હતા?

A. ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ

B. કૃષિ-ઉત્પાદનમાં વધારો

C. મરાઠાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ

D. પેશ્વાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ

Answer: (A) ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ

6. વડોદરા રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ થવા માટે મુખ્ય પરિબળ

A. બેન્ક ઓફ બરોડાની સ્થાપના

B. વહીવટ પર રાજ્યનો અંકુશ

C. યાંત્રિકીકરણ

D. કાચી માલસામગ્રી સબસીડીના ધોરણે રાજ્ય તરફથી પૂરી પાડવી

Answer: (A) બેન્ક ઓફ બરોડાની સ્થાપના

7. સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ.

A. વડોદરામાં સ્વાતંત્ર્ય ચળવળની શરૂઆત કરી.

B. ભારતીય સંઘમાં જોડાયા

C. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.

D. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી.

Answer: (C) રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.

8. મુઘલ સામ્રાજ્યના પતન દરમ્યાન સૂરજમલની આગેવાની હેઠળ નીચેના પૈકી કયું જૂથએ રાજકીય બળ તરીકે સંગઠીત થયું?

A. ગુર્જર

B. શેખાવત

C. જાટ

D. ભીલ

Answer: (C) જાટ