Exam Questions

41. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી?

A. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશ સંશ્લેષણનાં પ્રમાણમાં વધારો કરશે

B. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશ સંશ્લેષણનાં પ્રમાણમાં ઘટોડો કરશે.

C. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો, વાતાવરણમાંથી મહાસાગરોમાં કાર્બન ડાયોક્સાઈડનું ચોખ્ખું પરિવહન કરશે.

D. કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો, પૃથ્વીના વૈશ્વિક સરેરાશ તાપમાનમાં વધારો કરશે.

Answer: (B) વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશ સંશ્લેષણનાં પ્રમાણમાં ઘટોડો કરશે.

42. નીચેનો કયો ગ્રહ પૂર્વથી પશ્ચિમમાં તેની ધરી પર ફરે છે?

A. પૃથ્વી

B. ચંદ્ર

C. શુક

D. બુધ

Answer: (C) શુક

43. નીચેના રાજ્યોમાંથી “કર્કવૃત્ત' કયા રાજ્યને સ્પર્શ થતો નથી?

A. ત્રિપુરા

B. રાજસ્થાન

C. મણિપુર

D. ગુજરાત

Answer: (C) મણિપુર

44. મેઘધનુષ્ય ની સંયુક્ત ઘટનાઓનું ઉદાહરણ છે.

A. પરાવર્તન, વક્રીભવન અને વ્યતિકરણ

B. પ્રકીર્ણન, વિભાજન અને વક્રિભવન

C. વિભાજન, પ્રકીર્ણન અને વ્યતિકરણ

D. વિભાજન, વક્રીભવન અને પરાવર્તન

Answer: (D) વિભાજન, વક્રીભવન અને પરાવર્તન

45. ભૂસ્તરીય સંરચનાના ઈતિહાસની દૃષ્ટિએ જુરાસિક ખડકતંત્ર ગુજરાતમાં ક્યાંથી ઉપલબ્ધ બને છે ?

A. કચ્છ

B. કચ્છ અને સૌરાષ્ટ્ર

C. સૌરાષ્ટ્ર

D. કોઈપણ નહીં

Answer: (B) કચ્છ અને સૌરાષ્ટ્ર

46. ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા 2006 માં નિયત થયેલ વ્યાખ્યા પ્રમાણે કોણ ગ્રહ (Planet) નથી?

A. મરક્યુરી

B. નેપ્ચ્યુન

C. યુરેનસ

D. પ્લુટો

Answer: (D) પ્લુટો

47. ફિસન (Fission) ની પ્રક્રિયા મુખ્યત્વે....... માં થાય છે.

A. સૂર્ય

B. હાઈડ્રોજન બોંબ

C. પરમાણું રીએક્ટર

D. ઉપર પૈકી કોઈ નહીં

Answer: (C) પરમાણું રીએક્ટર

48. ઓઝન સ્તર મુખ્યત્વે ...……………. છે.

A. ક્ષોભમંડળના નીચલા ભાગમાં

B. મધ્યમંડળના નીચલા ભાગમાં

C. સમતાપમંડળના નીચલા ભાગમાં

D. તાપમંડળના નીચલા ભાગમાં

Answer: (C) સમતાપમંડળના નીચલા ભાગમાં