Exam Questions

9. ઉતરતી હવાનું તાપમાન

A. અચલ રહે છે.

B. પહેલા ઘટે છે ત્યારબાદ વધે છે.

C. ઘટે છે.

D. વધે છે.

Answer: (D) વધે છે.

10. એક ભૌગોલિક ઘટના તરીકે, અલ-નીનો. સાથે સંકળાયેલું છે.

A. વિશ્વના વિશાળ વિસ્તારમાં વરસાદના સ્વરૂપોમાં બદલાવ

B. સામુદ્રીક જળમાં તાપમાનમાં વિભિન્નતા

C. વાતાવરણીય અભિસરણમાં નોંધપાત્ર ખલેલો

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

11. ગંગા નદી નીચેના પૈકી કયા રાજ્યમાંથી વહે છે ?

1. 1. હિમાચલ પ્રદેશ

2. 2. છત્તીસગઢ

3. 3. બિહાર

4. 4. ઓરિસ્સા

A. ફક્ત 1 અને 3

B. ફક્ત 2, 3 અને 4

C. ફક્ત 3

D. 1, 2, 3 અને 4

Answer: (C) ફક્ત 3

12. જળચક્ર એક સંકલ્પના છે જે સૂચવે છે.

A. જીવાવરણ જળાવરણ, વાતાવરણ અને શિલાવરણની વચ્ચે જળસંગ્રહ

B. જીવાવરણ, વાતાવરણ, શિલાવરણ અને જળાવરણની વચ્ચે જળની ગતિ

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

13. કયા દેશનો સાગરતટ સૌથી લાંબો છે ?

A. યુ.એસ.એ.

B. ઑસ્ટ્રેલિયા

C. કેનેડા

D. ભારત

Answer: (C) કેનેડા

14. નીચેના પૈકી કઈ નદી અરબી સમુદ્રમાં ભળતી નથી ?

A. તુંગભદ્રા

B. સાબરમતી

C. મંડોવી

D. નર્મદા

Answer: (A) તુંગભદ્રા

15. આંતરરાષ્ટ્રીય દિન રેખા પસાર કરતી વખતે વહાણોએ એમના અઠવાડિયાના દિવસોનો મેળ પાડવા માટે આવું કરવું પડે છે-

A. પૂર્વ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે છે.

B. પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે છે.

C. પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઘટાડવો પડે છે.

D. પૂર્વ તરફ પસાર થતી વખતે કોઈ ફેરફાર કરવો પડતો નથી.

Answer: (B) પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે છે.

16. ગ્રીન હાઉસ ગેસના સાવની મર્યાદા નક્કી કરવા નીચેના પૈકી કઈ પ્રથમ બેઠક મળી હતી?

A. રિયો સમિટ

B. મોન્ટ્રિયલ પ્રોટોકોલ

C. ક્યોટો પ્રોટોકોલ

D. ટોરેન્ટો સંમેલન

Answer: (C) ક્યોટો પ્રોટોકોલ