Exam Questions

1. નીચેના પૈકી કઈ નદીને મુખત્રિકોણ નથી?

A. કાવેરી

B. દામોદર

C. ક્રિષ્ણા

D. નર્મદા

Answer: (D) નર્મદા

2. નીચેના પૈકી કયું / કયાં સરોવર અલ્પક્ષારીય જળ ધરાવે છે ?

A. ચિલ્કા સરોવર

B. પાંગોગ સરોવર

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

3. વાયુમંડળના કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ વધુ વેગવાળા પ્રવાહો ધરાવતી ઉપલી પવન પ્રણાલીને ________ કહે છે.

A. ચક્રવાત

B. પ્રતિચક્રવાત

C. ચોમાસુ

D. જેટસ્ટ્રીમ

Answer: (D) જેટસ્ટ્રીમ

4. ભારતમાં ભૂસ્તરીય અને ભૂસ્વરૂપ રીતે સૌથી યુવા ભૂમિસ્વરૂપ છે.

A. હિમાલય પર્વતો

B. ઉત્તરના મેદાનો

C. દખ્ખણના લાવાનો ઉચ્ચ પ્રદેશ

D. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ

Answer: (B) ઉત્તરના મેદાનો

5. પૃથ્વી ગ્રહ ઉપર મોટાભાગનું મીઠુ પાણી (fresh water) હિમ શિખરો અને હિમનદીઓ તરીકે અસ્તિત્વ ધરાવે છે. બાકીના મીઠા પાણીનું સૌથી વધુ પ્રમાણ

A. વાતાવરણમાં ભેજ અને વાદળાઓ તરીકે જોવા મળે છે.

B. મીઠા પાણીના સરોવરો અને નદીઓમાં જોવા મળે છે.

C. ભૂગર્ભજળ તરીકે અસ્તિત્વ ધરાવે છે.

D. જમીનના ભેજ તરીકે અસ્તિત્વ ધરાવે છે.

Answer: (C) જમીનના ભેજ તરીકે અસ્તિત્વ ધરાવે છે.

6. નીચેના પૈકી કયા પરિબળો સમુદ્રપ્રવાહોને અસર કરે છે ?

1. 1. પૃથ્વીનું ધરીભ્રમણ

2. 2. હવાનું દબાણ અને પવન

3. 3. સમુદ્રના પાણીની ઘનતા

4. 4. પૃથ્વીનું ભ્રમણ

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1, 2 અને 3

C. ફક્ત 1 અને 4

D. ફક્ત 2, 3 અને 4

Answer: (B) ફક્ત 1, 2 અને 3

7. દામોદર નદીનો ઉપલો પ્રવાહ...... ધરાવે છે.

A. ફાટખીણ

B. અધોવળાંકવાળી ખીણ

C. ઘસારણ ખીણ

D. નિક્ષેપણ ખીણ

Answer: (B) અધોવળાંકવાળી ખીણ

8. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

1. 1. હાલ વિશ્વની 55% વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે.

2. 2. વિશ્વની શહેરી વસ્તીના 54%નું નિવસન એશિયા છે.

3. 3. આફ્રિકા, તેની શહેરી વિસ્તારોમાં રહેતી 43% વસ્તી સાથે, સૌથી ગ્રામિણ છે.

A. ફક્ત 2

B. ફક્ત 1 અને 3

C. 1, 2 અને 3

D. ફક્ત 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3