Exam Questions

33. નીચેના પૈકી કયો માટીકામ તબક્કો મહાભારત સાથે સંકળાયેલ છે? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

A. ઉત્તરીય કાળી પોલિશના વાસણો

B. રાખોડી રંગેલા વાસણો

C. ઘાટ આપેલા માટીના વાસણો

D. ચમકદાર વાસણો

Answer: (D) ચમકદાર વાસણો

34. સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન માટીકામ ગામ - 'લોથલ'નો શાબ્દિક અર્થ શું છે? (Lecturer (Senior)(Reader)(Ayurved)Shalya Tantra , Class-1)

A. મૃત મણ

B. ધરતી પર સ્વર્ગ

C. શાંતિનું સ્થાન

D. ઉપરોક્તમાંથી કોઈ નહીં

Answer: (A) મૃત મણ

35. મોહેં-જો-દડો બાબતમાં કયા કથનો સાચાં છે? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Kaya Chikitsa, Class-1)

1. 1. હડપ્પીય સંસ્કૃતિમાં આનુ નગર આયોજન શ્રેષ્ઠ હતું.

2. 2. પુર અને ભેજથી બચવા ઉંચા ઓટલાઓ પર ઘર બાંધવામાં આવેલ હતા.

3. 3. રસ્તાઓ નાના-મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા.

4. 4. વિશ્વની આદર્શ ગટર યોજના કાર્યરત હતી.

A. 1 અને 2

B. 1, 2 અને 3

C. 1, 2, 3 અને 4

D. 1, 2, 3 અને 4 વાક્યો સાચા નથી.

Answer: (C) 1, 2, 3 અને 4

36. ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નીચેના પૈકી કોનું નામ વધારે જાણીતું છે? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Kaya Chikitsa, Class-1)

A. ડૉ. હસમુખ સાકળિયા

B. ડૉ. રવીન્દ્ર ધોળકીયા

C. ડૉ. કે. કા. શાસ્ત્રી

D. ડૉ. અરવીંદ બુચ

Answer: (A) ડૉ. હસમુખ સાકળિયા

37. હડપ્પન સંસ્કૃતિના અવશેષોમાં મળેલ ટેરાકોટામાં નીચે દર્શાવેલ પ્રાણીઓ પૈકી કયા પ્રાણીનું પ્રતિનિધિત્વ જોવા મળતું નથી? (Deputy Director(DCW, Class-I)

A. બળદ

B. ગેંડો

C. હાથી

D. ગાય

Answer: (D) ગાય

38. ભારતનું એકમાત્ર પ્રાચીન યુગનું પુરાસ્થલ જ્યાં અસ્થિ સાધનો મળી આવ્યા હતા. (SWO)

A. ભીમ બેટકાની ગુફાઓ

B. કુર્નૂલની ગુફાઓ

C. આદમગઢની ગુફાઓ

D. મેહસાણા

Answer: (B) કુર્નૂલની ગુફાઓ

39. પુરાતત્વીય પૂરાવા અનુસાર નીચેના પૈકી કયું સ્થળ મણકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે? (JAEI)

A. કાલીબંગાન

B. લોથલ

C. બનાવલી

D. શોરતુગઈ

Answer: (B) લોથલ

40. નીચેના પૈકી કયા સ્થળને ભારતના પશ્ચિમ કાંઠાનું વેચાણ ભંડાર તરીકે ઓળખવામાં આવે છે? (JAEI)

A. જૂનીકોરન

B. પાદ્રી

C. કૂન્તાસી

D. લોટેશ્વર

Answer: (C) કૂન્તાસી