Exam Questions

17. પર્યાવરણીય અસર મૂલ્યાંકન (Environmental Impact Assessment) (EIA) કઈ રીતે વ્યાખ્યાયિત છે? (GAS 47/ 22-23)

A. નકારાત્મક અસરોને ઘટાડવા અને કુદરતી પર્યાવરણ અને સુખાકારીમાં સકારાત્મક યોગદાન આપવા માટે, નિવારણ ક્રિયાઓને વ્યાખ્યાયિત કરવા માટે, સૂચિત પ્રોજેક્ટ અથવા વિકાસની સંભવિત અસરોને ઓળખવા, આગાહી કરવા અને મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા

B. પર્યાવરણ, સામાજીક – આર્થિક મુદ્દાઓ અને સંસ્કૃતિની આયોજીત વિકાસ પર અસરો પર સરકારના પ્રતિનિધિઓ દ્વારા લખાયેલ અહેવાલ

C. યોજના જીવન ચક્ર મૂલ્યાંકન (Project life-cycle assessment)

D. રોકાણ ઉપર વળતરનું મૂલ્યાંકન

Answer: (A) નકારાત્મક અસરોને ઘટાડવા અને કુદરતી પર્યાવરણ અને સુખાકારીમાં સકારાત્મક યોગદાન આપવા માટે, નિવારણ ક્રિયાઓને વ્યાખ્યાયિત કરવા માટે, સૂચિત પ્રોજેક્ટ અથવા વિકાસની સંભવિત અસરોને ઓળખવા, આગાહી કરવા અને મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા

18. ભારતમાં ઊર્જાના સ્ત્રોતો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? (GAS 47/ 22-23)

A. જળ વિદ્યુત ભારતમાં ઊર્જા ઉત્પાદનનો સૌથી મોટો સ્ત્રોત છે.

B. ઉષ્મા ઊર્જા ભારતમાં ઊર્જા ઉત્પાદનનો સૌથી મોટો સ્ત્રોત છે.

C. સૌર ઊર્જા ભારતમાં ઊર્જા ઉત્પાદનનો સૌથી મોટો સ્ત્રોત છે.

D. પવન ઊર્જા ભારતમાં ઊર્જા ઉત્પાદનનો સૌથી મોટો સ્ત્રોત છે.

Answer: (B) ઉષ્મા ઊર્જા ભારતમાં ઊર્જા ઉત્પાદનનો સૌથી મોટો સ્ત્રોત છે.

19. સંસાધનોના ઘટાડા અથવા અધોગતિના મુખ્ય કારણો નીચેનામાંથી કયા છે ? (GAS 20/22-23)

1. 1. સંસાધનોનું પ્રદૂષણ અને દૂષણ -2. આંતરમાળખાકીય વિકાસ

2. 3. વધુ પડતુ વપરાશ અને શોષણ -4. ઈકો સિસ્ટમનો વિનાશ

3. 5. માટીનું ધોવાણ -6. વન નાબૂદી

4. નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. 1, 3, 4 અને 6

B. 1, 2, 3, 4, 5 અને 6

C. 1, 2, 5 અને 6

D. 1, 2, 4 અને 6

Answer: (B) 1, 2, 3, 4, 5 અને 6

20. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ (CPSEs) વિશે નીચેના વિધાનો ધ્યાન પર લો. તેમાંથી કયા સાચા છે? (GAS 20/22-23)

1. 1. હાલમાં 11 મહારત્ન છે.

2. 2. હાલમાં 13 નવરત્ન છે.

3. 3. મીનીરત્ન CPSEs ની સંખ્યા 74 છે.

4. નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 1

B. 1 અને 3

C. 1 અને 2

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

21. નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

A. એમ. એન. રોય દ્વારા People's plan ઘડવામાં આવ્યો હતો.

B. એમ.વિશ્વાશવરાયયા - 'The Planned Economy of India' પુસ્તકના લેખક

C. (A) અને (B) બન્ને

D. (A) અથવા (B) બંનેમાંથી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બન્ને

22. વસ્તી ગણતરી 2011 અનુસાર, નીચેના પૈકી કયું શહેરી વિસ્તાર તરીકે પાત્ર થવા માટેનું માપદંડ નથી? (GAS 30/ 21-22)

A. વિસ્તારની કુલ વસ્તી

B. વિસ્તારની વસ્તી ગીચતા

C. બિન-કૃષિ વ્યવસાયની ટકાવારી

D. વિસ્તારમાં ઔદ્યોગિક કામદાર વર્ગ

Answer: (D) વિસ્તારમાં ઔદ્યોગિક કામદાર વર્ગ

23. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? (ADVT 10/CLASS-1)

1. 1. ગરીબી એ બે ભાગમાં વિભાજીત કરી શકાય - નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. 2. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 52% વસ્તી એ ગરીબી રેખાથી નીચે હતી.

3. 3. ગરીબીને એ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે શહેરી ગરીબ કે જે દિવસની 2400 કેલરી મેળવવા માટે અસમર્થ હોય તથા ગ્રામીણ ગરીબ એ દિવસની 2100 કેલરી મેળવવા માટે અસમર્થ હોય.

4. 4. ઝડપથી વધી રહેલી વસ્તી એ ગરીબી વધવાનું મુખ્ય કારણ છે

A. માત્ર 1, 2 અને 3

B. માત્ર 1 અને 2

C. માત્ર 1 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (C) માત્ર 1 અને 4

24. ‘ભારતમાલા પરિયોજના' હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે ભંડોળ દ્વારા પુરું પાડવામાં આવે છે. (GAS 30/ 21-22)

1. 1. પેટ્રોલ અને ડીઝલમાંથી વસૂલવામાં આવેલ ઉપકર (સેસ)

2. 2. ટોલમાંથી વસૂલવામાં આવેલી રકમ

3. 3. બાહ્ય સહાય

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3