10. સૂચિ-I અને સૂચિ-II સાથે મેળ કરો અને સાચો જવાબ પસંદ કરો. (GAS 20/22-23)
1. a. જાહેર ક્ષેત્રના સાહસોમાં શેરોનું વિનિવેશ - 1. શ્રી રાજા ચેલૈયા
2. b. ઔદ્યોગિક માંદગી - 2. શ્રી ઓંકાર ગોસ્વામી
3. c. કર સુધારા - 3. શ્રી આર. એન. મલ્હોત્રા
4. d. વીમા ક્ષેત્રમાં સુધારા - 4. શ્રી સી. રંગરાજન
A. a1, b-4, c-2, d-3
B. a-4, b2, c-1, d-3
C. a-4, b-1, c-2, d-3
D. a-1, b-3, c-4, d-2
Answer: (B) a-4, b2, c-1, d-3
11. નીચેના પૈકી કઈ બાબત એ ભારતની National Manufacturing Policy નો હેતુ નથી ? (ADVT 10/CLASS-1)
A. 2022 સુધીમાં GDP માં ઉત્પાદનનો ફાળે 25% વૃધ્ધિ કરવો.
B. ઉત્પાદનના ક્ષેત્રમાં નોકરીના સર્જકતા દરમાં વધારો કરી 2022 સુધીમાં 100 મિલીયન વધારાની નોકરીનું નિર્માણ કરવું.
C. માર્ગ (Roadways) માં રાષ્ટ્રીય ક્ષમતા બનાવવી.
D. ઉત્પાદનમા ઘરેલુ મુલ્ય વર્ધિત (domestic value addition) અને તકનીકી ઉંડાણ (technological depth) માં વધારો કરવો.
Answer: (C) માર્ગ (Roadways) માં રાષ્ટ્રીય ક્ષમતા બનાવવી.
12. “ઈન્ડેક્સ ઓફ એઈટ કોર ઈન્ડસ્ટ્રીઝ' (Index of Eight Core Industries)માં સૌથી વધારે મહત્વ (Weightage) કયા ક્ષેત્રને આપવામાં આવેલ છે? (DYSO,ADVT 42/ 23-24)
A. કોલસાનું ઉત્પાદન
B. વીજળીનું ઉત્પાદન
C. રિફાઈનરી પ્રોડક્ટ ઉત્પાદન
D. સ્ટીલ ઉત્પાદન
Answer: (C) રિફાઈનરી પ્રોડક્ટ ઉત્પાદન
13. વિધાનો ચકાસો. (GAS 47/ 22-23)
1. 1. SEZ યોજનાના મુખ્ય ઉદ્દેશો વધારાની આર્થિક પ્રવૃત્તિનું નિર્માણ, માલસામાન અને સેવાઓની નિકાસને પ્રોત્સાહન, સ્થાનિક અને વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન, માળખાકીય સુવિધાઓના વિકાસ સાથે રોજગારીની તકોનું સર્જન કરવાનો છે.
2. 2. SEZ નું સંચાલન તેના પોતાના કાયદાઓ દ્વારા થતું હોવાથી તેને ભારતના બધા જ કાયદાઓ લાગુ પડતા નથી.
3. 3. ઉત્પાદન, વ્યાપાર અથવા સેવા પ્રવૃત્તિ માટે SEZ માં એકમ સ્થાપી શકાય છે.
4. સાચો ઉત્તર કોડ પસંદ કરો.
A. માત્ર 1 અને 2 સાચા છે.
B. માત્ર 2 અને 3 સાચા છે.
C. માત્ર 1 અને 3 સાચા છે.
D. 1, 2 અને 3 તમામ સાચા છે.
Answer: (C) માત્ર 1 અને 3 સાચા છે.
14. ભારતમાં વિશેષ આર્થિક વિસ્તાર (SEZ)બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું/ ખોટાં છે?
1. 1.2004માં સંસદ દ્વારા SEZ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.
2. 2. SEZ કાયદો નિકાસ પ્રોત્સાહન અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રાજ્ય સરકારોની મુખ્ય ભૂમિકાની પરિકલ્પના કરે છે.
3. 3. SEZ નિયમો વિવિધ પ્રકારના SEZ માટે વિવિધ લઘુત્તમ જમીનની જરૂરિયાત પૂરી પાડે છે.
4. 4. SEZ નિયમો SEZની સ્થાપના માટે સિંગલ વિન્ડો કિલયરન્સ પ્રદાન કરે છે.
A. 1, 2, 3 અને 4
B. ફક્ત 2 અને 4
C. ફક્ત 1
D. ફક્ત 3 અને 4
15. SEZ કાનૂન 2005 જે ફેબ્રુઆરી 2006માં અમલમાં આવ્યો તેના કેટલા ઉદ્દેશ્યો છે ? આ સંદર્ભમાં નીચેનાને ધ્યાન પર લોઃ(GAS 20/22-23)
1. 1. આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ
2. 2. વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન
3. 3. માત્ર સેવાઓની નિકાસને પ્રોત્સાહન આપવું
4. ઉપરોક્તમાંથી કયા આ કાનૂનના ઉદ્દેશ્યો છે?
A. માત્ર 1 અને 2
B. માત્ર 3
C. માત્ર 2 અને 3
D. 1, 2 અને 3
Answer: (A) માત્ર 1 અને 2
16. નીચેના વિધાનોને ધ્યાનમાં લો. (GAS 47/ 22-23)
1. 1. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) તેના માથાદીઠ જીડીપી રેશિયોના આધારે ‘વિકસિત' અને 'વિકાસશીલ' દેશો નક્કી કરે છે.
2. 2. WTO વિકાસશીલ, ઓછા-વિકસિત અને ઓછી આવક ધરાવતા દેશોને તકનીકી સહકાર અને તાલીમ દ્વારા WTOના નિયમોને સમાયોજિત કરવા માટે સહાય પૂરી પાડે છે.
3. ઉપરોક્તમાંથી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
A. માત્ર 1
B. માત્ર 2
C. 1 અને 2 બંને સાચા છે
D. 1 અને 2 માંથી કોઈ નહીં.