Exam Questions

1. ઔદ્યોગિક કામદારોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક ક્રમાંકની સ્પષ્ટતા નીચેના પૈકી કોણ કરે છે? (GAS 26/20-21)

A. ભારતીય રીઝર્વ બેંક

B. નાણા મંત્રાલય

C. સામાજીક ન્યાય મંત્રાલય

D. મજદૂર બ્યૂરો

Answer: (D) મજદૂર બ્યૂરો

2. 2018 ના વર્ષ માટેનો વ્યાપાર કરવામાં સરળતા સૂચકાંક (Ease of Doing Business Index) માં ભારતે તેનો ક્રમ સુધારીને 77 મો મેળવેલ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો ખોટું/ ખોટાં છે? (ADVT 10/CLASS-1)

1. 1. સૌથી મોટો લાભ એ બાંધકામ મંજૂરી સૂચક (Indicator of Construction Permits) હતો.

2. 2. હવે ભારત દક્ષિણ એશિયાના દેશોમાં પ્રથમ ક્રમ ધરાવે છે.

3. 3. મેળવવી, ધીરાણ મેળવવું અને લઘુમતી રોકાણકારોને રક્ષણ આપવું- આ ત્રણ સૂચકો (indicator) માં ભારત હવે ટોચના 25 દેશોમાં સમાવિષ્ટ છે.

A. માત્ર 1 અને 3

B. માત્ર 2 અને 3

C. 1, 2 અને 3

D. ઉપર પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપર પૈકી કોઈ નહીં

3. નીચેના પૈકી કયો ઉદ્યોગ ઉગતા સૂર્ય ઉદ્યોગ (Sun rising) તરીકે જાણીતો છે? (GAS 47/ 22-23)

A. ડેરી ઉદ્યોગ

B. ઈન્ફોર્મેશન ટેકનોલોજી

C. સ્વાસ્થ્ય અને ક્લીનીક

D. હીરા ઉદ્યોગ

Answer: (B) ઈન્ફોર્મેશન ટેકનોલોજી

4. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો રાષ્ટ્રીય આવકની ગણતરી પધ્ધતિઓ સંબંધિત સાચું / સાચાં છે? (GAS 30/ 21-22)

1. 1. ઉત્પાદન પધ્ધતિને આઉટપુટ પધ્ધતિ અથવા મૂલ્યવર્ધિત પધ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

2. 2. ખર્ચ પધ્ધતિને વિતરણ પધ્ધતિ પણ કહેવાય છે.

3. 3. આવક પધ્ધતિને કુલ ખર્ચ પધ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

4. 4. ડેટાની સરળ ઉપલબ્ધતાને કારણે ખર્ચ પધ્ધતિ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પધ્ધતિ છે

A. ફક્ત 1

B. ફક્ત 1 અને 4

C. ફક્ત 2, 3 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (A) ફક્ત 1

5. નીચેના વિધાનો ધ્યાને લો. (GAS 30/ 21-22)

1. વિધાન 1 : 1991ની નવી ઔદ્યોગિક નીતિનો હેતુ દેશના ઔદ્યોગિક માળખાની વિસંગતતાઓ અને નબળાઈઓને સુધારવાનો હતો.

2. વિધાન 2 : આ નીતિ નિયમન કરતાં વિકાસને વધુ મહત્ત્વ આપે છે.

A. વિધાન 1 અને 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી છે.

B. વિધાન 1 અને 2 બંને સાચાં છે પરંતુ વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી નથી.

C. વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે.

D. વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે.

Answer: (A) વિધાન 1 અને 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી છે.

6. ભારતમાં ઔદ્યોગિક નીતિઓ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? (GAS 30/ 21-22)

A. 1948નો ઔદ્યોગિક નીતિ ઠરાવ સ્પષ્ટ કરે છે કે ભારત મિશ્ર આર્થિક વ્યવસ્થા અપનાવશે.

B. 1956ની નીતિમાં ફરજિયાત પરવાનાની જોગવાઈ દાખલ કરવામાં આવી હતી.

C. 1973ની નીતિમાં મૂળભૂત ઉદ્યોગોનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો.

D. 1977 ની નીતિએ તમામ ક્ષેત્રોમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું હતું.

Answer: (D) 1977 ની નીતિએ તમામ ક્ષેત્રોમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું હતું.

7. વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ ઉત્પાદન x આધારવર્ષની કિંમત = અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન(GAS 26/20-21)

A. વાસ્તવિક GDP અને નોમીનલ GDP

B. નોમીનલ GDP અને વાસ્તવિક GDP

C. વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ધન

D. નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ધન

Answer: (B) નોમીનલ GDP અને વાસ્તવિક GDP

8. તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ સૂચકાંક (Consumer Price Index for Industrial Workers) (CPI-IW)માં થયેલા સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS 26/20-21)

1. 1. આધાર વર્ષ સુધારીને 2017 કરવામાં આવ્યું છે.

2. 2. આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે.

3. 3. તેનો ધ્યેય દર પાંચ વર્ષે શ્રેણી સુધારવાનું છે.

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) માત્ર 2 અને 3