Exam Questions

57. નીચેના પૈકી કયા સ્થળો ભીંતચિત્રો માટે જાણીતા છે?

1. 1. અજંતા ગુફાઓ

2. 2. ઇલોરા ગુફાઓ

3. 3. લેપાક્ષી મંદિરો

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 3

Answer: (D) ફક્ત 1 અને 3

58. મનોટી કળા માટે પ્રખ્યાત છે જેમાં વસ્તુઓને ઊંટની ચામડીથી શણગારવાનો સમાવેશ થાય છે.

A. ઉદયપુર

B. જયપુર

C. બિકાનેર

D. જોધપુર

Answer: (C) બિકાનેર

59. નીચેના પૈકી કયા વિધાનો “સત્રીયા” નૃત્ય બાબતે સાચાં છે ?

1. 1. સત્રીયા શાસ્ત્રીય નૃત્ય છે.

2. 2. તે સંગીત, નૃત્ય અને નાટકનું સંયોજન છે.

3. 3. તે આસામના વૈષ્ણવોની સદીઓ જૂની જીવંત પરંપરા છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

60. કુચિપુડી અને ભરત નાટ્યમ્ વચ્ચેનો ભેદ નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો દર્શાવે છે?

1. 1. કુચિપુડી નૃત્યમાં ક્યારેક નૃત્યકારો સંવાદો બોલે છે પરંતુ ભરત નાટ્યમ્માં નહીં.

2. 2. પિત્તળની થાળીની ધાર ઉપર પગ મૂકીને નૃત્ય કરવું એ ભરત નાટ્યમ્મ્ની એક લાક્ષણિકતા છે જ્યારે કુચિપુડી નૃત્યમાં આવા સ્વરૂપનું કોઈ હલનચલન હોતું નથી.

A. ફક્ત 1

B. ફક્ત 2

C. 1 અને 2 બંને

D. 1 અને 2 પૈકી કોઈ નહીં

Answer: (A) ફક્ત 1

61. નૃત્યકાર અને તબલાવાદક વચ્ચેની એક સ્પર્ધાત્મક રમત, જુગલબંધી, કયા શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ સાથે સંકળાયેલી છે?

A. મોહિનીઅટ્ટમ્

B. કુચિપુડી

C. ઓડિસ્સી

D. કથ્થક

Answer: (D) કથ્થક

62. યમપુરી છે.

A. એક પ્રકારની યુધ્ધકળા

B. કઠપુતળીનું સ્વરૂપ

C. લોકનૃત્ય

D. લોકસંગીત

Answer: (B) કઠપુતળીનું સ્વરૂપ

63. ભારતીય મંદિર સ્થાપત્યની નાગર શૈલીના સંદર્ભમાં અમલકા (amalaka) એ નો ઉલ્લેખ કરે છે.

A. ગર્ભગૃહ ઉપરનો અર્ધ વર્તુળાકાર ગુંબજ (dome)

B. પાંસળીદાર (ribbed) મસૂરાકાર (lenticular) અથવા ગોળાકાર (globoid) ભાગ જે શિખરના ટોચ પરનો તાજ હોય છે.

C. મંદિરની સામેનો અર્ધ વર્તુળાકાર હોલ

D. સુશોભન કરેલું pot-design (ઘડા આકારનું ચિત્ર), જે શિખરને આભૂષિત કરે છે.

Answer: (B) પાંસળીદાર (ribbed) મસૂરાકાર (lenticular) અથવા ગોળાકાર (globoid) ભાગ જે શિખરના ટોચ પરનો તાજ હોય છે.

64. નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

1. 1. ગાંધાર - વાદળી - ભૂખરી અબરખ શિષ્ટ / ભૂખરા રેતાળ પથ્થર (Blue-grey mica schist / grey sandstone)

2. 2. મથુરા - સફેદ આરસ (White marble)

3. 3. અમરાવતી - ટપકાવાળા લાલ પત્થર (Spotted red sandstone)

4. 4. સારનાથ - રેતાળ પત્થર (Sandstone)

A. માત્ર 1

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 4

D. 1, 2, 3, 4

Answer: (C) માત્ર 1 અને 4