Exam Questions

9. પોળોનું જંગલ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે? . (STI ADVT 139/20-21)

1. 1. તે હરણાવ નદીને કાંઠે આવેલું સ્થળ છે.

2. 2. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન બૌધ્ધ મંદિરો આવેલાં છે.

3. 3. આ સ્થળે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવા મળે છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3

10. નીચેના પૈકી કયું/કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (STI ADVT 139/20-21)

A. સંવતના પંદરમા અને સોળમા સૈકામાં તથા ત્યારપછીના કાળમાં બંધાયેલા હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામના કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિવિધાન કે રૂપકામ ભૂલી જતાં મૂર્તિવિધાનમાં લોકકળાનું અનુકરણ કર્યું

B. ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મહંમદ ગઝનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય. છતાં નાના દેવમંદિરો, ઘરમંદિરો, ઘર-દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ઠના જ બનતાં.

C. (A) અને (B) બને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બને

11. જોડકા જોડો. (STI ADVT 139/20-21)

1. 1. લક્ષ્મી માતા - a. બકરો

2. 2. મેલડી માતા - b. ઘુવડ

3. 3. રાંગળી માતા - c. વરું

4. 4. વીહત માતા - d. કાચબો

A. 1-a, 2b, 3-c, 4-d

B. 1-b, 2-a, 3-d, 4-c

C. 1-d, 2-c, 3-b, 4-a

D. 1-d, 2-c 3-a, 4-b

Answer: (B) 1-b, 2-a, 3-d, 4-c

12. ભારતના પવિત્ર ચાર ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે? (STI ADVT 139/20-21)

A. જગન્નાથજીનું મંદિર

B. અંબાજી

C. સોમનાથ

D. દ્વારકા

Answer: (D) દ્વારકા

13. નીચેના પૈકી કયા સ્થળોનો બૌધ્ધ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે? (STI ADVT 139/20-21)

1. 1. સિયોર ગુફાઓ

2. 2. તારંગા ડુંગર

3. 3. બાલારામ

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 2

14. _________ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે. (STI ADVT 139/20-21)

A. ભાવનગર જિલ્લાના ચમારડી

B. પાટણ જિલ્લાના મેત્રાણા

C. સાબરકાંઠા જિલ્લાના મોહનપુર

D. બનાસકાંઠા જિલ્લાના બાલારામ

Answer: (A) ભાવનગર જિલ્લાના ચમારડી

15. ભારતીય સિનેમામાં કેટલા ટકા સીધુ વિદેશી રોકાણ (FDI) ની પરવાનગી આપવામાં આવી છે ?

A. સીધુ વિદેશી રોકાણની પરવાનગી નથી.

B. 51%

C. 90%

D. 100%

Answer: (D) 100%

16. નૃત્યમાં જુગલબંધી નું મુખ્ય આકર્ષણ છે.

A. સત્રિયા

B. મણિપુરી

C. કથક

D. કથકલી

Answer: (D) કથકલી