Exam Questions

33. ચિત્રકળા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. 1. લીલાછમ વનસ્પતિ અને નાટકીય રાત્રિ આકાશ પ્રત્યેનો લગાવ બુંદી ચિત્રકામ શૈલીની લાક્ષણીકતા છે.

2. 2. “મૃત્યુ પછી માનવજીવનનું શું થાય છે” – એ પૈતકર ચિત્રકલાના ઉપયોગમાં લેવાતી વિષયવસ્તુ છે.

3. 3. જૈન લઘુચિત્રકલામાં ફક્ત સફેદ અને કાળા રંગોનો ઉપયોગ થાય છે.

4. 4. મંજૂષા ચિત્રકલાને સર્પ ચિત્રકલા (snake painting) પણ કહે છે.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 2, 3 અને 4

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 1, 2 અને 4

Answer: (D) ફક્ત 1, 2 અને 4

34. જોડકાં જોડો.

1. a) ગદાધર મંદિર, શામળાજી - 1. સલ્તનત કાળ

2. b) રણછોડજી મંદિર, ડાકોર - 2. અંગ્રેજ કાળ

3. c) શત્રુંજય જૈન મંદિર, પાલીતાણા - 3. મરાઠા કાળ

4. d) હાટકેશ્વર મંદિર, વડનગર - 4. મુઘલ કાળ

A. a-1, b2, c-3, d-4

B. a-4, b-3, c-2, d- 1

C. a-3, b-4, c-1, d- 2

D. a4, b2, c-3, d- 1

Answer: (B) a-4, b-3, c-2, d- 1

35. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. આનર્ત પરંપરાને સામ્ય એવા માટીના પાત્રો સૌ પ્રથમ સાથે સૂરકોટડાથી મળી આવ્યાં છે.

2. 2. આનર્ત પરંપરા અથવા આનર્ત પાત્રો તામ્રપાષાણયુગની સંસ્કૃતિનો ભાગ છે.

3. 3. ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં આનર્ત પાત્રો મળી આવે છે.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (D) ફક્ત 1 અને 2

36. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. ગુપ્ત સમ્રાટોના શિલાલેખો, તામ્રપત્રલેખો તથા સિક્કાલેખો શુધ્ધ સંસ્કૃતમાં લખાયાં છે.

2. 2. મહાકાવ્યોમાં ભાસનાં “કુમારસંભવ’ અને 'રઘુવંશ' પ્રખ્યાત હતાં.

3. 3. વરાહમિહિરે “પંચસિધ્ધાન્તિકા'માં પાંચ જ્યોતિષ-સિધ્ધાંતો (પરંપરાઓ)નો પરિચય આપ્યો.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3

37. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. દ્રાવિડ શૈલીના મંદિરોમાં ચોરસ ગર્ભને ફરતો ઢાંકેલો પ્રદક્ષિણાપથ રાખીને તેને ફરતો મોટો ચોરસ રાખવામાં આવે છે અને એની દીવાલની બહારની બાજુમાં અર્ધસ્તંભો વડે ગોખલા કાઢવામાં આવે છે.

2. 2. દ્રાવિડ શૈલીના શિખર ઉપર જતા સાંકડા થતા જતાં અલગ અલગ મજલાઓનું બનેલું હોય છે.

3. 3. નાગર શૈલીના શિખરનો ઝોખ આડો હોય છે, જ્યારે દ્રાવિડ શૈલીના શિખરનો ઝોખ ઊભો હોય છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 2

38. ગુપ્તકાલીન ગુફા-મંદિરોનું વર્ગીકરણ નીચેના પૈકી કેટલા વિભાગમાં કરી શકાય ?

A. બ્રાહ્મણ ગુફા-મંદિર

B. બૌધ્ધ ગુફા-મંદિર

C. (A) અને (B) બન્ને

D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

Answer: (C) (A) અને (B) બન્ને

39. અજંતાની ગુફાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. પહાડ કોતરીને 26 ગુફાઓ બનાવવામાં આવી છે.

2. 2. આ ગુફામાં ચિત્રો જુદા જુદા સમયે બનાવેલાં છે.

3. 3. ગૌતમ બુદ્ધના જન્મના ચિત્રો, મહાભિનિષ્ક્રમણ અને મહાપરિનિર્વાણના દૃશ્યો બતાવવામાં આવ્યાં છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (C) ફક્ત 2 અને 3

40. આલ્ડ્સ હક્સલે નીચેના પૈકી કોને “બિકાનેરના ગૌરવ” તરીકે વર્ણવે છે?

A. કોઠારી હવેલી

B. રામપુરિયા હવેલી

C. ઢાઢા હવેલી

D. સોપાની હવેલી

Answer: (B) રામપુરિયા હવેલી