Exam Questions

17. કાઠી સમુ (Kathi Samu) રાજ્યમાં ઉદ્ભવેલી પ્રાચીન ભારતીય યુદ્ધ કળા છે.

A. મહારાષ્ટ્ર

B. પંજાબ

C. મણિપુર

D. આંધ્રપ્રદેશ

Answer: (D) આંધ્રપ્રદેશ

18. ગ્રીકો-ભારતીય કલા બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

1. 1. વાદળી-ભૂખરાં રેતીના પથ્થરનો ઉપયોગ

2. 2. બૌધ્ધ અને જૈન ધર્મના વિષયવસ્તુ ઉપર આધારિત

3. 3. સાતવાહન રાજવીઓ દ્વારા આશ્રય-ઉત્તેજન

A. ફક્ત 1

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 2

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1

19. બશૌલી ચિત્રશૈલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. રાજા ક્રિપાલ પાલના આશ્રય હેઠળ ચિત્રકલાનો વિકાસ થયો.

2. 2. મજબૂત અને વિરોધાભાસી રંગોનો ઉપયોગ એ બશૌલી ચિત્રકલાનું એક અગત્યનું લક્ષણ છે.

3. 3. ચિત્રકલાની શૈલી ઉપર મુઘલ ચિત્રકલાની અસર છે.

A. ફક્ત 1 અને 3

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

20. નીચેના વિધાનોની મદદથી નૃત્યનો પ્રકાર ઓળખી બતાવો.

1. 1. તે ભારતના પશ્ચિમ ભાગોમાં સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું લોકનૃત્ય છે.

2. 2. આ નૃત્ય સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવતાં લહેરાતા ઘાઘરાના અદભૂત રંગો દર્શાવે છે.

3. 3. નૃત્ય કરનારાઓ માટીનો ઘડો રાખે છે અને હાથ અને પગની ચપળ હિલચાલ સાથે નૃત્ય કરે છે.

4. 4. આ મૂળભૂત રીતે સામુદાયિક નૃત્ય છે અને શુભ પ્રસંગો પર કરવામાં આવે છે.

A. કાલબેલિયા

B. ઘૂમર

C. ગરબા

D. કચ્છીઘોડી

Answer: (B) ઘૂમર

21. ગાંધાર કલાશૈલી બાબત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. તે માનવસ્વરૂપમાં બુધ્ધના પ્રથમ શિલ્પ નિદર્શનો માટે ઓળખાય છે.

2. 2. ગાંધાર કલા અને શિલ્પ શૈલી નિર્માણ માટે ટપકીવાળાં લાલ રેતીના પથ્થરનો ઉપયોગ કરે છે.

3. 3. ગાંધર્વ શૈલીની કલા મુખ્યત્વે મહાયાન હતી અને તે ગ્રીકો-રોમન પ્રભાવ દર્શાવે છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3

22. પ્રખ્યાત સત્રીય નૃત્ય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. સત્રીય સંગીત, નૃત્ય અને નાટકનું સંયોજન છે.

2. 2. તે આસામના વૈષ્ણવોની સદીઓ જૂની જીવંત પરંપરા છે.

3. 3. તે તુલસીદાસ, કબીર અને મીરાબાઈ દ્વારા રચાયેલા ભક્તિગીતોના રાગ અને તાલ ઉપર આધારિત છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 2

23. નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

1. 1. પીછવાઈ એ ભગવાનની મૂર્તિની પાછળ પૃષ્ઠભૂમિ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું મંદિર-દિવાલનું લટકણીયું છે.

2. 2. પીછવાઈએ કાપડ પરનું ચિત્રકામ છે.

3. 3. પીછવાઈઓમાં ઉત્સવો અને ઉજવણીઓ જેવી કે શરદપૂર્ણિમા, રાસ-લીલા, ગોવર્ધન પૂજા, જન્માષ્ટમી, ગોપાષ્ટમી, દિવાળી અને હોળીનું અવારનવાર નિરૂપણ કરવામાં આવે છે.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 3

Answer: (A) 1, 2 અને 3

24. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. ભારતમાં આયાત કરેલી વિદેશી ફિલ્મ માટે CBFC પ્રમાણપત્ર જરૂરી નથી.

2. 2. એક ભાષામાંથી બીજી ભાષામાં ડબ કરેલી ફિલ્મ માટે CBFC પ્રમાણપત્ર જરૂરી છે.

3. 3. S વર્ગ પ્રમાણપત્રવાળી ફીલ્મો વિશિષ્ટ પ્રેક્ષકો પૂરતી મર્યાદિત છે.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 2

D. ફક્ત 1 અને 3

Answer: (B) ફક્ત 2 અને 3