25. યાદી-I ને યાદી-II સાથે જોડો.
1.
1. ચૌખંડી સ્તૂપ - a) પૂર્વ ચંપારણ
2.
2. રામભર સ્તૂપ - b) કુશીનગર
3. 3. કેસરીયા સ્તૂપ - c) સારનાથ
4.
4. અનિમેષ લોચન સ્તૂપ - d) બૌધ્ધ ગયા
A. 1-b, 2-c, 3-d, 4-a
B. 1-a, 2b, 3-c, 4-d
C. 1-c, 2 b, 3-a, 4 - d
D. 1c, 2 b, 3-a, 4- d
Answer: (C) 1-c, 2 b, 3-a, 4 - d
26. વડનગર બૌધ્ધ મઠ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. 1. બીજી થી સાતમી સદીનું આ બૌધ્ધ મઠ વડનગરના કિલ્લેબંધ વિસ્તારની અંદર આવેલું છે.
2. 2. મઠને બે સાંકેતિક સ્તુપો (votive stupas) અને એક ખુલ્લું ચોગાન હતું જેની આજુબાજુ શરૂઆતમાં નવ એકમોનું નિર્માણ કરાયું હતું.
3. 3. મધ્યસ્થ ચોગાનની આજુબાજુના એકમોની ગોઠવણ સ્વસ્તિક જેવી રચના બનાવે છે.
A. ફક્ત 1 અને 2
B. ફક્ત 2 અને 3
C. ફક્ત 1 અને 3
D. 1, 2 અને 3
27. ગુજરાતમાં આવેલા મગદેરું મંદિર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 1. મગદેરું મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધ્રાસણવેલ ગામ નજીક આવેલું મૈત્રકકાળનું 8મી સદીનું મંદિર છે.
2. 2. મંદિર તેની અંદર જાળીકામ ધરાવતું એક શિખર સાથેનું ઈન્ડો-યુરોપીયન શૈલીના મંદિરો વખતનું છે.
3. 3. લંબચોરસ ઉત્તરમુખી મંદિર સપ્તયન પ્રકારનું છે જેમાં એક કેન્દ્રીય વિશાળ મંદિર છ નાના મંદિરોથી ઘેરાયેલું છે.
A. ફક્ત 1 અને 2
B. ફક્ત 2 અને 3
C. ફક્ત 1 અને 3
D. 1, 2 અને 3
28. શંખેશ્વર જૈન મંદિર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન/વિધાનો સાચું / સાચાં છે ?
A. સજ્જન શાહે બનાસ નદીના કાંઠે શંખેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિર બંધાવ્યું.
B. વસ્તુપાલ તેજપાલે વર્ધમાનસૂરિના આદેશ હેઠળ આ જૈન મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો.
C. (A) અને (B) બંને
D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં
Answer: (B) વસ્તુપાલ તેજપાલે વર્ધમાનસૂરિના આદેશ હેઠળ આ જૈન મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો.
29. પાલ ચિત્ર શૈલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. 1. આ ચિત્ર શૈલીની વિષયવસ્તુ ઉપર હીનયાન બૌધ્ધ ધર્મની અસર જોવા મળે છે.
2. 2. આ ચિત્ર ભીંતચિત્રો અને તાડપર્ણ હસ્તપ્રતો ઉપર જોવા મળે છે.
3. 3. આ ચિત્રની શૈલી અજંતા અને બાઘ ભીંતચિત્રો શૈલીઓ સાથે સામ્યતા ધરાવે છે.
A. ફક્ત 1 અને 2
B. ફક્ત 2 અને 3
C. ફક્ત 1 અને 3
D. 1, 2 અને 3
30. હરપ્પા સંસ્કૃતિમાં બનાવવામાં આવતાં કાંસ્ય મૂર્તિઓ જે પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવતા હતાં તેને કહે છે.
A. લોસ્ટ વેક્સ પ્રોસેસ (Lost Wax Process)
B. હોટ વેક્સ પ્રોસેસ (Hot Wax Process)
C. બ્રોંજ વેક્સ પ્રોસેસ (Bronze Wax Process)
D. બ્લેક એન્ડ રેડ વેક્સ પ્રોસેસ (Black અને Red Wax Process)
Answer: (A) લોસ્ટ વેક્સ પ્રોસેસ (Lost Wax Process)
31. નીચેના પૈકી કયું એક પરંપરાગત સંગીતમય નાટક તેમજ મધ્યયુગીન ગુજરાતી કાવ્ય શૈલી છે?
A. નાદરંગ (Nadrang)
B. આખ્યાન (Akhyan)
C. હુડો (Hudo)
D. રામલીલા (Ramlila)
Answer: (B) આખ્યાન (Akhyan)
32. ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશનું શિલ્પ આવેલું છે?
A. શામળાજી
B. કોટયાર્ક
C. કઠલાલ
D. ટીંટોઈ