Exam Questions

57. મિસાઈલના સંદર્ભમાં નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે? (ADVT 10/CLASS-1)

1. બેલીસ્ટીક મિસાઈલ્સ પૃથ્વીના વાતાવરણની બહાર જઈ પૃથ્વીના વાતાવરણમાં પુનઃ પ્રવેશ કરે છે.

2. ક્રુઝ મિસાઈલ્સ પૃથ્વીની સપાટીને સમાંતર સફર કરે છે. તેઓ તેમના સમગ્ર માર્ગ દરમ્યાન “ગાઈડેડ” હોય છે અને વાતાવરણમાં રહે છે.

3. બેલીસ્ટીક મિસાઈલ્સ લોન્ચ થયા પછી ઉડાનના શરૂઆતના તબક્કામાં અને લક્ષ્યભેદન થવાનું હોય તે તબક્કામાં એમ પ્રમાણમાં ટૂંકા સમયગાળા દરમ્યાન “ગાઈડેડ” હોય છે.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

58. 'નાગ' શું છે? (Industrial health safety)

A. બેલેસ્ટિક મિસાઈલ

B. સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ

C. એન્ટી ટેન્ક મિસાઈલ

D. રડાર

Answer: (C) એન્ટી ટેન્ક મિસાઈલ

59. ખરા વિધાનો ચકાસો. (Industrial health safety)

1. “અપાચે” પ્રહાર કરનારું યુદ્ધ હેલીકોપ્ટર છે.

2. ‘ચિનુક’ હેવીલીફટ હેલીકોપ્ટર છે.

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 અને 2 બંને

D. એક પણ નહીં

Answer: (C) 1 અને 2 બંને

60. ક્રુઝ મિસાઈલનું નામ “બ્રહ્મોસ' ભારત અને રશિયાની કઈ બે નદીઓનું પ્રતિનિધિત્વ કરે છે? (ADVT 22/ ACOU OFF/22-23)

A. વૈતરણી અને મિયાસ (Baitarani and Miass)

B. બ્રહ્માણી અને મોસ્કો (Brahmani and Moscow)

C. બ્રહ્માપુત્ર અને મૉસ્ક્વા (Brahmaputra and Moskva)

D. બેતવા અને મોક્ષ (Betwa and Moksha)

Answer: (C) બ્રહ્માપુત્ર અને મૉસ્ક્વા (Brahmaputra and Moskva)

61. મુન્તરા (Muntra) વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. તે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી ભારતની સૌ પ્રથમ માનવરહિત ટેક છે.

2. આ મોડેલ ત્રણ પ્રકારના નમૂના ધરાવે છે - દેખરેખ નિયંત્રણ (Surveillance), સુરંગ શોધ (Mine detection) અને જાસુસી પર્વેક્શણ (Reconnaissance)

3. આ ટેન્ક DRDO દ્વારા તેની પૂના સ્થિત ફેક્ટરીમાં વિકસાવવામાં આવી છે.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 2

D. માત્ર 1 અને 3

Answer: (C) માત્ર 1 અને 2

62. ઈન્ટીગ્રેટેડ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ સંબંધિત નીચેના પૈકી કયાં વિધાનો ખોટાં છે? (ADVT 10/CLASS-1) 1. ઈલેક્ટ્રોનિક વોરફેરનો ઉદ્દેશ શત્રુના ઈલેક્ટ્રોનિક ઉપકરણો નિષ્ફળ / નાકામ બનાવવાનો અને અને નેવિગેશનલ સિગ્નલને હેક કરવાનો છે. 2. સંયુક્તા એ ભૂમિદળ (Army)ની મોબાઈલ ઈન્ટીગ્રેટેડ ઈલોક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ છે. 3. સંગ્રહ નૌકાદળ માટે ડિઝાઈન કરવામાં આવી છે અને તે સંયુક્તાની નૌકાદળીય આવૃત્તિ છે. 4. ગરૂડ એ હવાઈદળની સંયુક્તાની આવૃત્તિ છે.

A. 1, 2, 3અને 4

B. માત્ર 2, 3 અને 4

C. માત્ર 2 અને 3

D. માત્ર 1, 2 અને 3

Answer: (A) 1, 2, 3અને 4